SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ મૂળશુદ્ધિ ભાગ-૨ મહાતપસ્વીને જોયા. તેમને દેખીને આણે વિચાર્યું... અને વળી... આ મહાત્માને ધન્ય છે જે એ પ્રમાણે આવી ભયંકર ઠંડીમાં ખુલ્લા પ્રદેશે વસ્ત્ર વિના આખી રાત્રી ઊભા રહેશે. રા. એ પ્રમાણે વિચારતો સુભગ ઘેર ગયો, વળી ફરીથી રાત્રે તે સાધુને યાદ કરીને ઘણો જ ચિંતાતુર થાય છે. [૩] તેથી સવાર થતા પહેલા જ ભેંસો લઈને સાધુ પાસે ગયો. તે જ પ્રમાણે સ્થિર રહેલા દેખ્યા. તેથી ભક્તિના ભારથી ભરેલ અંગવાળો જેટલામાં સેવા કરવા લાગે છે તેટલાંમાં સૂર્ય ઊગે છે. સાધુ પણ “નમો અરિહંતાણં” એમ બોલતા તાડના પાંદડા સમાન કાળા ગગનતલમાં ઊડી ગયા. સુભગ પણ તે નમસ્કાર પદને “આ આકાશગામિની મહાવિદ્યા છે એમ માનતો સમ્યફ રીતે ભણે છે. ઉચ્ચિઢ ઉભકાલે - ઉભા રહેવાના કાળ-કાળવેળાએ પણ તેને મૂક્તો નથી. ત્યારે શેઠે કહ્યું હે ભદ્ર ! ભવરૂપી સમુદ્રમાં ડુબતા જંતુ – પ્રાણી સમૂહને તરવા માટે શ્રેષ્ઠ જહાજ સમાન પંચપરમેષ્ઠી નમસ્કારનું આ પદ તે ક્યાંથી મેળવ્યું?' તે સુભગે પણ બધી વાત કરી, ત્યારે શેઠે કીધું કે ભદ્ર ! આ કંઈ માત્ર આકાશગમનનું જ કારણ નથી, પરંતુ સમસ્ત કલ્યાણનું પણ આ પંચ પરમેષ્ઠિનમસ્કાર કારણ છે. કારણ કે, જે કાંઈ મનોહારી - નેત્રહારી મનઅને નેત્રને આકર્ષિત કરનારી વસ્તુ આ ભવનમાં દેખાય છે તે બધું પણ જિનેશ્વરના નવકારના પ્રભાવથી મળે છે. જો જે કાંઈ સાંસારિક સુખો જીવલોકમાં છે, તે સર્વે પણ જિનભવનાદિના પ્રભાવથી જાણ. //પી. આના પ્રભાવથી જીવો અનુપમ ઋદ્ધિને મેળવે છે, પુત્ર પત્ની વિગેરે બધુ પણ હૈયામાં ધારેલું - ઈચ્છેલુ થાય છે. llll આના પ્રભાવથી પુરુષો રાજાધિરાજ વગેરે થાય છે, બળદેવ - વાસુદેવ ઈંદ્ર ત્રિલોકના સ્વામી જિનેન્દ્ર પણ થાય છે. છા એ પ્રમાણે પરમેષ્ઠીની સ્તુતિનું કેટલું મહાભ્ય કહેવાય? કારણ કે બધું કહેવા તીર્થંકર પણ સમર્થ નથી. ૮ તેથી તે ભદ્ર ! આ સુંદર તે મેળવ્યું છે. પરંતુ પરમ ગુરુનું નામ ઉચ્ચિ કાળે ન લેવું. INલા તેણે પણ કહ્યું “હે સ્વામી ! ક્ષણ માત્ર પણ આને મૂકવા હું સમર્થ નથી.' શેઠ પણ કહે છે “હે ભદ્ર ! જો આમ છે તો આખો ગ્રહણ કર /૧૦ના કારણ કે આનાથી આ જન્મમાં અને અન્ય જન્મમાં પણ કલ્યાણ થાય છે.” એ પ્રમાણે. કહેતા તે ખુશ થયેલો સંપૂર્ણ નવકારને ભણે છે. ૧૧૫ એ પ્રમાણે પંચ નમસ્કારનું રટણ કરવામાં તત્પર તેના કેટલાક દિવસો પસાર થાય છે. તેટલામાં વર્ષાકાળ આવ્યો. ત્યાં મિથ્યાદર્શનના પડલથી જીવ સ્વરૂપની જેમ અતિશયકાળા ભમ્મર તાડ જેવા કાળા વાદળાઓના સમૂહોથી પ્રલયકાળ આવ્યો હોય તેમ આકાશ પૂરાયું-ઢંકાયું. પ્રદીપ્ત બનેલ ક્રોધ અગ્નિની ફેલાયેલ મોટી જવાલાઓની જેમ વિદ્યુતતા ચારે બાજુ ચમકવા લાગી. અકાળે રોષે ભરાયેલ પ્રચંડ ઉગ્ર ગરમ મગજના દુર્જન માણસના સ્વચ્છેદ ઉછળેલા ચુગલીખોરના અવાજની જેમ વાદળની ગર્જના ઉછળી. દુ:ખી અવસ્થામાં રહેલ જીવ સમૂહની જેમ દેડકાનો સમુદાય ટોં ટોં કરવા લાગ્યો. મનમેલા માણસના અભ્યદયના દર્શનથી દુઃખી થયેલ - દુભાયેલ મનવાળા સ્વજનની
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy