SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતાને રડતી દેખીને કરૂણાશીલ બનેલ રાજા સાંત્વન આપવાની બુદ્ધિમાં કુશળ આ વચનો બોલે છે. (૧૬) હે સીતા ! તું રડ નહીં, જિનશાસનની તીવ્ર ભક્તિવાળી ! દુઃખને લાવનાર આર્તધ્યાન ઉપર કેમ ચડે છે. (૧૬૭) અથવા શું તું આવી લોકસ્થિતિ, તેમજ પોતાની જ અધુવતા-અસ્થિરતા, અશરણતા, અને કર્મોની વિચિત્રતા જાણતી નથી ? (૧૬૮) શું તેં સાધુ પાસે નથી સાંભળ્યું કે પોતાના કર્મથી પ્રતિબદ્ધ = જકડાયેલો જીવ કર્મથી હણાયેલો સંસારવનમાં રખડ્યા કરે છે. (૧૬) સંયોગ અને વિયોગ, ઘણા પ્રકારના સુખદુઃખો આદિ અને અંત વિનાના જીવે દીર્ઘકાળ સુધી પ્રાપ્ત કર્યા છે. (૧૭૦) જે સુશ્રમણ રૂપી બગીચાને અવિશેષથી- સજ્જન દુર્જનના ભેદને જાણ્યા વિના દુર્વચનરૂપી આગથી બાળે છે, તે જ પોતે) વળી અપયશ-અપમાનની આગથી અનાથ બિચારો બળે છે. (૧૭૧) આ ધરતી ઉપર તે ધન્ય છે. કૃતાર્થ છે, પ્રશંસાપાત્ર છે. જેણે જિનાલયને નમન કરવાનો દોહલો પ્રાપ્ત થયો. (૧૭૨) હજી પણ તારું ઘણું પુણ્ય છે, કે જેથી શીલવાન્ તું હાથી બાંધવા આવેલા મારાવડે દેખાઈ. (૧૭૩) હું વજજંઘ પુંડરિકનગરીનો રાજા જિનેશ્વરની આજ્ઞામાં પરાયણ છું, ધર્મ વિધાનથી તું મારી ચોક્કસ ધર્મબેન થાય છે, તું ઊભી થા, મારા નગરમાં ચાલ, પશ્ચાતાપથી બળેલો જળેલો તપેલો રામ ત્યાં જ રહેલી તારી, તપાસ કરાવશે. (૧૭૫) એ પ્રમાણે સીતાને મધુર વચનો દ્વારા સાંત્વન આપી, હવે તે ધર્મભાઈને મેળવી તે સીતા ધીરજ પામી. (૧૭૬) હવે તેજ ક્ષણે દેવવિમાન સમાન શિબિકા-પાલખી હાજર કરી તેમાં બેસાડી સીતા પુંડરિક નગરમાં ગઈ. (૧૭૭). અને ત્યાં ભામંડલની જેમ વજબંઘ રાજા દ્વારા સદા પૂજાતી સુખથી રહે છે. (૧૭૮) ધર્મ બેન તરીકે સ્વીકાર કરાયેલી સીતાની આજ્ઞાને વજકંધ કરે છે. ધર્મબેન હોવાથી તેને જે જે મનગમતું હોય તે બધું કરે છે. (૧૭૯). “દેવી જય પામો, સરસ્વતી ! લક્ષ્મી ! કીર્તિ, બુદ્ધિ ! શ્રીસમૃદ્ધિશાલી ! બ્રાહ્મણી ! એ પ્રમાણે પરિવાર દ્વારા બોલાવાતી ત્યાં સીતા સુખેથી રહે છે. (૧૮૦) જેના શ્રેષ્ઠ રથના ઘોડાઓ ઘણા થાકી ગયા છે તે કૃતાંતવદન ધીરે ધીરે જતો રામ પાસે પહોંચ્યો. (૧૮૧) પગે પડી ઊભો થયો અને તે બોલવા લાગ્યો “અતિશયભયંકર - અડાબીડ જંગલમાં તમારા આદેશથી મોટા ભાર વાળી | મોટી આંસુની ધારાવાળી | મોટો પરાભવ પામેલી સીતાને મેં છોડી દીધી છે. (૧૮૨)
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy