SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા ૧૮૧ સિંહ, રીંછ- ચિત્તા, અને શિયાળના અવાજથી ભયંકર શબ્દવાળા, ખર કર્કશ પ્રચંડ પવનવાળા, એકબીજાને અડીને રહેલા ઝાડથી ગહન, યુદ્ધ કરતા વાઘ, ભેંસા અને સિંહથી મદોન્મત્ત હાથીઓ જેમાં પડેલા છે. નોળીયા અને સાપની જ્યાં લડાઈ થાય છે, જેમાં સિંહ પંજાથી ભૂંડને આહત કરે છે-લપડાક મારે છે. ૧૮૪). બાણ મૂકનારા કાળા જંગલી માણસો દ્વારા ભંગાતા કડકડ આવાજ કરતાં વૃક્ષોથી શબ્દવાળા, અનેક પ્રકારના ઝાડના સમૂહથી પડી ગયેલા પંખીકુલો જેમાં કરકર આવાજ કરી રહ્યા છે. ગિરિનદીના પાણીથી વિસ્તારપામેલઝરણાના ઝરઝર અવાજવાળા, અતિકર રીંછાથી ચારે બાજુ જેમાં સત્તા જમાવામાં આવી છે=જેમાં ઘણા રીંછો છે, એકબીજાને સ્પર્શીને હિંસક પશુઓ જેમાં રહેલા છે. આવા પ્રકારના કાર્યમાં લાગેલા ભયંકર, અનેક જાતના જંગલી જાનવરોથી સમૃદ્ધ-ભરપૂર અડાબીડ જંગલમાં છે સ્વામી ! તમારા કહેવાથી મેં સીતાને છોડી મૂકી. (૧૮૭). આંખના આંસુથી દુર્દિન જેવી બનેલી આપની પત્નીએ હે દેવ ! જે કહ્યું છે તે સંદેશ મારાવડે કહેવાતો તમે સાંભળો (૧૮૮) પગના પડવા દ્વારા પાસે આવેલી નારી તે સ્વામી! તમને વચન કહે છે કે જેમ મને છોડી તેમ જિનભક્તિ છોડતા નહીં. (૧૮૯) સ્નેહરાગને વશ હોવા છતાં જેણે દુર્જનોના વચનથી મને છોડી મૂકી, તે જિનધર્મના ગુણને નહીં જાણનારો જિનધર્મને પણ મૂકી દેશે. (૧૯૦) નિર્દોષ એવી મારો દોષ માણસોને દેખાયો તેમ હે રાજન ! ધર્મ વગરના અને શરમ વગરના માણસનો દોષ ન દેખાયો. (૧૯૧). મને મૂકતા તો આ એક જ ભવમાં દુખ થશે,જયારે સમ્યકત્વ જ્ઞાન દર્શન વગરના જીવને ભવોભવ દુઃખ થાય છે. (૧૨) | સ્નેહના અતિશયથી ભરપૂર મનવાળી સીતાએ એ પ્રમાણે સંદેશો મોકલ્યો છે, તે નારાધિપ ! સંક્ષેપથી આખો મેં તમને કહી સંભળાવ્યો. (૧૯૩). હે સ્વામી ! સ્વભાવથી ડરપોક સીતા દારુણ ઘણા સત્ત્વના -જાનવરોના ભયંકર આવાજ વાળા જંગલમાં મુશ્કેલીથી જીવશે.' (૧૯૪) સેનાપતિના વચન સાંભળી રામ મૂછ પામી ગયા. પ્રતિકાર કરવાથી જાગૃત થયેલ ઘણા વિકલ્પવાળા પ્રલાપ કરે છે. (૧૫) હા! હા! દુર્જનના વચનોથીતર્જના પામેલ અનાર્ય મૂઢ એવા મેં અતિદારુણ જંગલમાં સીતાને નાંખી દીધી. (૧૬) હા! કમળની પાંદડી જેવા લોચનવાળી! વિકસિત શ્રેષ્ઠકમળના ગર્ભ સમાન ગૌરવર્ણવાળી ! હા ! ગુણરત્નનો ભંડાર ! અત્યારે તને ક્યાં ગોતું ? (૧૯૭) | હે ! સૌમ્ય એવા ચંદ્રસમાન વદનવાળી ! હે વૈદેહિ ! મને વચન આપ, તું જાણે છે તારા વિરહમાં મારું હૃદય સદા કાયર બની જાય છે. (૧૯૮). નિર્દોષ પણ હે મૃગાક્ષી ! કૃપા વગરના મેં તને છોડી મૂકી, ભયંકર જંગલમાં તારું શું થયું
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy