SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા ૧૭૯ એ અરસામાં મંત્રી સીતાને સાક્ષાત્ કરી કહેવા લાગ્યો.. “નામથી વજજંઘ આ પુંડરિકનગરનો સ્વામી છે. (૧૪૯) હે વત્સ ! પંચ અણુવ્રતને ધારનાર સમ્યકત્વ વગેરે ઉત્તમ ગુણનો ભંડાર, દેવગુરૂની પૂજામાં રત, સાધર્મિક ઉપર વાત્સલ્યવાળો ધીર પુરુષ છે.” (૧૫) એ પ્રમાણે કહીને છતે રાજાએ સીતાને પુછ્યું ને કહો તો ખરી તું કોની દીકરી છે? અથવા કોની તું લક્ષ્મી જેવી નારી=પત્ની છે ? (૧૫૧). જે આ પ્રમાણે પૂછ્યું ત્યારે તે દીનપ્લાનમુખકમળવાળી સીતા કહે છે મારી કથા બહુ મોટી છે. અત્યારે સંક્ષેપથી સાંભળો. જનકરાજાની પુત્રી ભામંડલની બેન હું સીતા છું. દશરથ રાજાની પુત્રવધૂ વળી રામની પત્ની છું. (૧૫૩). કેકીને વરદાન આપવાના નિમિત્તે ભરતને પોતાનું રાજય આપી તે અનરણ્યરાજાનો પુત્રદશરથે સંવેગપામી દીક્ષા લીધી. (૧૫૪) રામ અને લક્ષ્મણ સાથે દંડક અરણ્યમાં ગઈ, સબુકનો વધ થતા હે રાજા રાક્ષસે (રાવણે) મારું અપહરણ કર્યું. (૧૫૫). હવે તેઓ સૈન્ય સાથે રામ સુગ્રીવ આકાશ માર્ગે લંકાપુરીમાં જઈને રાવણ સાથે યુદ્ધ કરે છે. (૧૫૬) ઘણા સુભટના જીવોનો અંત કરનાર યુદ્ધમાં લંકાધિપને મારીને રામે પરમ વૈભવથી મને પોતાની નગરીમાં લાવી. (૧૫૭) રામદેવને દેખીને ભરત સંવેગને પામ્યો, દીક્ષા લઈને સિદ્ધિ સુખને પામ્યો (૧૫૮) પુત્રના શોકને પામેલી કૈકયી પણ દીક્ષા લઈને સમ્યફ રીતે ચારિત્રની આરાધના કરી દેવવિમાનમાં પહોંચી (૧૫૯) મને ગર્ભના વશથી જિનેશ્વરને વાંદવાનો દોહલો ઉત્પન્ન થયો. તેથી નગરના તમામ ચૈત્યોને મેં વાંધાં. (૧૬) પુષ્પક વિમાન દ્વારા પ્રિય (રામ) બાકીના જિનાલયના જેટલામાં દર્શન કરાવે, તેટલામાં મહાજને રામને એમ વિનંતી કરીઃ (૧૯૬૧) હે સ્વામી ! લોકો કહે છે “જે સીતા રાવણે ભોગવી તેને રામ લાવ્યા,” અરર ! આ પ્રભુએ સારું નથી કર્યું. (૧૬૨) એ પ્રમાણે તેમના વચન સાંભળી અપજશના કલંકથી ડરતા રામે હે મહાયશ ! નિર્દોષ પણ મને ભયંકર જંગલમાં મૂકી દીધી. (૧૬૩) લોકમાં ઉત્તમકુલવાળા, ઘણા શાસ્ત્રમાં પંડિત ધર્મસ્થિતિને જાણનારા ક્ષત્રિયને આ યોગ્ય નથી. (૧૬૪) એ પ્રમાણે વૃત્તાંત કહીને માનસિક આગથી સંતપ્ત થયેલી સીતા કરુણ આવાજે રડવા લાગી. (૧૬૫)
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy