SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ મૂળશુદ્ધિ ભાગ-૨ કમલાક્ષીઓનું આવું સ્વરૂપ છે. ૩૪ રે જીવ! જેઓની ખાતર બીજા પણ અનેક પ્રકારના ભંયકર દુઃખો તું સહન કરે છે, તે નાગણીઓનું આવું સ્વરૂપ છે ll૩પી રે જીવ ! મહામોહથી મુગ્ધ બનેલ જેઓમાં તું આસક્ત બની ધર્મનું પણ ચિંતન નથી કરતો, તે મહિલાઓ પરપુરુષોમાં આસક્ત બની રહી છે. |૩૬ રે જીવ ! જેઓમાં રક્ત બનેલ તું મિત્ર ભાઈ પિતાને ઠગે છે, તે અતિ ક્રૂર વજાની જેમ અનર્થથી ભરેલી છે. |૩ી. તેથી (માત્ર) આ વિચારણાથી શું? તે નારીઓને છોડી સ્વર્ગ મોક્ષના સુખને આપનાર તપસંયમમાં ઉદ્યમ કરું. l૩૮ એમ વિચારી શેઠ કહેવા લાગ્યા “હે પોપટ ! આટલા કાળ સુધી પકડીને બાંધી રાખ્યો તે માફ કર, અત્યારે ઇચ્છામુજબ ભ્રમણ કર'. ll૩૭ / એમ કહેતા તે પોપટ હે તાત ! મોટી મહેરબાની' એમ બોલતો શેઠના પગે પડી નિર્મલ સ્વચ્છ આકાશમાં ઊડી ગયો ૪૦ શેઠ પણ તેટલામાં પોતાના સાર્થમાં પાછો વળ્યો અને, તેટલામાં સ્નાન કરી બલિકર્મકરી લોકસમૂહને જતો જુએ છે II૪૧૫ ત્યાં કોઈકને પૂછ્યું આ સર્વ લોકો ક્યાં જાય છે ? તેણે પણ કહ્યું કે સુંદર ! સૂરીશ્વરને વાંદવા જાય છે. ૪રા. જે નામથી પ્રશાંત. શ્રતસાગરના પારગામી ભૂત ભાવિ વર્તમાનના ભાવોના જાણકાર છે II૪૩ તે સાંભળીને કાષ્ઠશેઠ હર્ષ પામેલ મુખકમળવાળો રોમરાજી જેની પ્રગટ થઈ ગઈ એવા શેઠ ત્યાં જઈ પરમ વિનયથી આચાર્યને વંદન કરે છે. ૪રા. શેષ મુનિઓને વાંદી ભૂમિતલે બેઠો, આચાર્ય ભગવાન પણ ગંભીર શબ્દ દેશના કરવા લાગ્યા I/૪૫ / “ભો ભો જીવો અપારસંસાર સાગરમાં ડૂબતા જીવોને આ ચાર અંગ દુર્લભ છે. I૪૬ll જેથી આગમમાં કહ્યું છે... (ઉત્તરાધ્યયન) | જીવોને ચાર પરમ અંગો લોકમાં દુર્લભ છે – મનુષ્યપણું, શ્રુત-સાંભળવું, શ્રદ્ધા, સંયમમાં વિર્ય ફોરવવું– ઉદ્યમ કરવો ૩૭૬ll કર્મોની પ્રધાનતાથી આનુપૂર્વીથી ક્યારેક જીવો શોધીને પ્રાપ્ત કરી-કર્મોની કાળાશ ઓછી થતા મનુષ્ય ભવમાં જન્મે છે ૩૭૭ આલસ્ય, મોહ, અવજ્ઞા, માન-સ્તંભતા, ક્રોધ, પ્રમાદ, કંજુસાઈ, ભય, શોક, અજ્ઞાન, અપેક્ષા, કુતુહલ, ક્રીડા આ કારણોથી સુદુર્લભ મનુષ્યપણું મેળવીને પણ જીવ સંસારથી પાર ઉતારનાર હિતકારી એવું શ્રવણ-સાંભળવાનું પામી શકતો નથી. ૩૭૮-૩૭ ક્યારેક શ્રવણ પામી જાય તો તેમાં શ્રદ્ધા તો ઘણી જ દુર્લભ છે. ન્યાય યુક્ત (મોક્ષ) માર્ગને સાંભળી ઘણા ભટકે છે ૩૮૦ના તેથી ભો દેવાનુપ્રિય ! દુર્લભ એવા ચારે અંગને પ્રાપ્ત કરી પ્રમાદ છોડી તમે ધર્મમાં ઉદ્યમ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy