SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ વજા કથા ૧૫૩ ઉત્કટતાનું નાટક = પ્રદર્શન, અહો ! ઇંદ્રિયોનો દુર્વિલાસ, અહો ! અજ્ઞાનનું મહાભ્ય, અહો ! કર્મોની દારુણતા, જેથી આ પાપકર્માણીએ આવા અકરણીયનો પણ સ્વીકાર કર્યો. એમ વિચારી લેખશાળામાં ગઈ. એક બાજુ રાખીને પુણ્યસારને સબૂત - હકીકત જણાવી. બીકથી આ રડવા લાગ્યો. ધાવમાતાએ આશ્વાસન-આપ્યું તે પુત્ર ગીશ મા, તે પ્રમાણે કરીશ જેમ સારું થશે, તે પુત્રને લઈ નગરથી નીકળી ગઈ. મહાશાલ નગરભણી જનારા સાર્થને મળી. અનુક્રમે ત્યાં પહોંચી જેટલામાં ત્યાં નગરની બહાર જંબુવૃક્ષની છાયામાં કુમાર સુઈ ગયો. તે જ દિવસે તે નગરમાં અપુત્ર રાજા મરણ પામેલો. પાંચ દિવ્યો અધિવાસિત કર્યા, સવઠેકાણે ભમી પુણ્યસાર પાસે આવી પહોંચ્યા, સર્વ લક્ષણથી સંપૂર્ણ દેખી દિવ્યોએ તેને રાજા બનાવ્યો. જયજય ધ્વનિ થવા લાગ્યો. મોટા ઠાઠમાઠથી નગરમાં પ્રવેશ કર્યો. સામંતો પ્રણામ કરી રહ્યા છે એવા મોટા રાજનું પાલન કરે છે. તે કાષ્ઠશેઠ પણ ઘણું ધન કમાઈને પોતાના નગરમાં આવ્યો. એટલામાં પોતાના ઘેર પહોંચે છે, તેટલામાં તેને કેવું દેખે છે ? તે વર્ણવે છે: ચારે બાજુથી ખરી પડેલું, પરિવાર વગરનું, દ્રવ્ય વગરનું, ગૌરવતા વગરનું, શોભા વગરનું મોટા મશાન સરખું ૨૮. તે ઘરને તેવા પ્રકારનું દેખી શેઠ વિચારવા લાગ્યા. “અહો આ શું? મારું ઘર જ નથી, અથવા મને જ મતિભ્રમ થયો લાગે છે. શું તે વજા મરી ગઈ ? અથવા શું બીજી કંઈ બિના છે ?' એમ શેઠ વિચારતા હતા ત્યારે તે વજા બહાર નીકળી, વાસ્તવિકતા-હકીકત પૂછી. જયારે તે કશું બોલી નહિ. ત્યારે બરાબર જોતા પાંજરાના એક ખુણામાં લપાઈને રહેલો પોપટ જોયો. શેઠકહ્યું “તું પણ કેમ નથી બોલતો ? દૂર રહેલી વજા વસ્ત્રને વાળતી આંગળીવડે તર્જના કરે છે કે “જો કહીશ તો શું થશે તે તું જાણે છે” ત્યારે શેઠે જાણ્યું કે વજાના ડરથી આ બિચારો પાંજરામાં રહેલો કશું બોલતો નથી.તેથી પાંજરાથી મુક્ત કર્યો. ઝાડની ડાળીએ ચઢી ગયો અને તે બોલ્યોઃ તાત ! હવે તમે પૂછો” જેથી બધું કહીશ, શેઠે પૂછ્યું “હે વત્સ ! આ ઘરની શું બિના છે. તે કહે', વિસ્તારથી તેણે પણ બધું કહ્યું – શેઠે કહ્યું શું તું જાણે છે કે પુત્રને લઈને ધાવમા ક્યાં ગઈ? તે બોલ્યો હે તાત ! બહુ નથી જાણતો. ત્યારે તેનું ચરિત્ર સાંભળવાથી ઉત્પન્ન થયેલ વૈરાગ્યવાળા શેઠ વિચારવા લાગ્યા... “હે જીવ ! જેઓની ખાતર ભયંકર જલચર પ્રાણીઓથી રૌદ્ર દુસ્તાર એવા સમુદ્રમાં તું ચઢે છે, તે નારીઓનું આવું સ્વરૂપ છે.' //રા રે જીવ ! જેઓની ખાતર અતિ તીક્ષ્ણ શસ્ત્રના પ્રહારથી ભયંકર દુઃખે સહન કરી શકાય એવા સંગ્રામમાં પેસે છે, તે સ્ત્રીઓનું આવું સ્વરૂપ છે. ૩] રે જીવ ! જેઓની ખાતર પશુતુલ્ય બની ઠંડી ગર્મી - વરસાદથી દુ:ખી થઈ ખેતી કરે છે. તે મહિલાઓનું આવું સ્વરૂપ છે. [૩૧ રે જીવ ! જેઓની ખાતર મોટા દુઃખના હેતુભૂત અને ઘણા ફૂડ કપટવાળા વ્યાપારને તું કરે છે, તે વનિતાઓનું સ્વરૂપ આવું છે. એ૩૨ || હે જીવજેઓની ખાતર ધાતુવાદને દરરોજ ધમે છે, મૂળજાલને મેળવે છે (મૂળિયાના સમૂહના ભાગ કરે છે, તે મૃગાક્ષીઓનું આવું સ્વરૂપ છે. I૩રા. રે જીવ ! જેઓની ખાતર ભૂતપ્રેત વેતાલને મધ માંસ આપવા દ્વારા આરાધે છે, તે
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy