SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ મૂળશુદ્ધિ ભાગ-૨ કરો. ૫૨ પુત્ર પત્ની વગેરેમાં મુગ્ધ બની આ સંસારમાં ભમો નહીં. હે લોકો ! શિવસુખકારક ધર્મમાં ઉદ્યમ કરો. પા વજા કથા એ પ્રમાણે આચાર્યના વચન સાંભળી ચારિત્રના પરિણામ જાગ્યા અને રોમરાજી વિકસિત બની એવા કાષ્ઠશેઠ વિનંતી કરવા લાગ્યા. ॥૫૪॥ હે ભગવાન્ ! આ ભયંકર ભવસમુદ્રમાં ડુબતાને હે મહાયશ ! પોતાના દીક્ષારૂપી જહાજ વડે પાર ઉતારો ॥૫॥ ભગવાન્ પણ કહે છે તમારા જેવા ભવ્યોને આ યોગ્ય છે, શેઠ પણ ત્યાર પછી કુશલપક્ષશુભસ્થાનોમાં દ્રવ્ય વાપરી મુનિવરની દીક્ષાને ગ્રહણ કરે છે, મહાઘોર તપસંયમને કરે છે, કાલ જતા શિક્ષા ગ્રહણ કરી ભાવિત આત્મા ગીતાર્થ બન્યો. ।।૫। ત્યાર પછી અનુક્રમે સંવેગના અતિશયથી ગુરુથી અનુજ્ઞા પામેલ એકાકી વિહારપ્રતિમાને સ્વીકારે છે ॥ વિચરતા વિચરતા અનુક્રમે મહાસાલનગરમાં પહોંચ્યા. જ્યાં પોતાનો પુત્ર રાજા થયો હતો. ત્યારે રાજા વગેરેના ભયથી નાસીને-ભાગીને દેવશર્મા બ્રાહ્મણ બટુક સાથે ત્યાં પહેલાથી આવેલી વજાના ઘે૨ ભિક્ષા સમયે પેઠો. દૂરથી જ વજ્રાએ તેને ઓળખી લીધો. પરંતુ કાઇ સાધુએ તેણીને ન ઓળખી. ત્યારે દુષ્ટ મનવાળી તેણીએ વિચાર્યુ ‘હંત ! આનાથી મારી અહીં પણ હલકાઈ થશે. કારણ કે “આ મારું (દુષ્ટ) ચરિત્ર અજાણ્યું નહીં રહે”, વિશેષ કરીને આ અહીં રહેવાથી. તેથી કોઈ પણ ઉપાયથી આને બહાર કઢાવું,' એમ વિચારી ભોજનમાં પોતાનું સોનું નાંખી સાધુના પાત્રમાં નાખી દીધું, જેટલામાં સાધુ જવા લાગ્યો, તેટલામાં તેણે બુમપાડી' દોડો દોડો આ મારું સોનું હરીને જાય છે, તે સાંભળી આરક્ષકપુરુષોએ સાધુને પકડ્યા. ॥૫॥ તપાસ કરતા સોનું દેખ્યું ચોરીના માલ સાથે પકડવાથી રાજકુલમાં લઈ ગયા. II લિંગી હોવાથી વિતર્કવાળા મંત્રીઓએ રાજાને કહ્યું. રાજાએ પણ મીમાંસા કુતુહલવાળા મંત્રીઓ પાસેથી (દ્વારા) પોતાની પાસે અણાવ્યો. લઈ આવતા તેને ધાવમાતાએ દૂરથી દેખ્યો, ઓળખીને હા ! તાત એમ બોલતી પગમાં પડી રડવા લાગી. ત્યારે કોના પગમાં પડેલી મારી મા રડે છે, એવા વિતર્ક સાથે સામંતોથી પરિવરેલો રાજા આવ્યો અને પૂછ્યું કે, હે અંબે ! આ કોણ છે ? તેણે નિવેદન કર્યું કે ‘હે દેવ ! આ તારા કાષ્ઠ નામના પિતાશ્રી છે'. લાંબા કાળે દેખવા છતાં ઓળખીને રાજા પણ તેના પગમાં પડ્યો. સભામંડપમાં લઈ ગયો. સિંહાસન ઉપર બેસાડ્યા. ભગવાને પણ ભવનિર્વેદ પેદા કરનારી ધર્મદેશના કરી. રાજા અને ઘણા લોકો બોધ પામ્યા. રાજાએ પણ જેટલામાં તે દુરાચારીણીની તપાસ કરાવી તેટલામાં તે વજ્રા આ વ્યતિકર સાંભળી ભાગી ગઈ. રાજા પણ ધર્મને સાંભળતો જિનધર્મમાં પરાયણ થયો. પિતા સાધુ પણ બીજે ઠેકાણે વિચરવાની તૈયારી કરે છે, ત્યારે વર્ષાકાળ નજીક છે એથી કરી રાજાએ વિનંતી કરી... ‘અને વળી.... હે ભગવન્ ! સંસાર મહાસાગરમાં ચિંતામણિ રત્નસમાન તમારી કૃપાથી આ દુર્લભ ધર્મ પામ્યો. ।।૫।। જે ઇચ્છિત-ધારેલ બધા અર્થનો સાધક છે, હે સ્વામી ! તમારા વિરહમાં કુપ્રવચન-પાખંડિરૂપી ચોરસમૂહથી તે રત્ન લુંટાઈ જશે. ॥૬॥
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy