SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ મૂળશુદ્ધિ ભાગ-૨ તે પ્રમાણે ઘણી રીતે રડતી-વિલાપ કરતી કરુણ અવાજ કરતી અડધી ક્ષણમાં મરી ગઈ. વિષયલુબ્ધકને આ તો કેટલા માત્ર? તે દેખી પોપટ પણ વિચારે છે કેવી ચાલતા, પોતાના સ્વામી ઉપર ભક્તિવાળી બિચારી ના પાડવા છતાં ન માની. ૨૪ો તેથી સર્વથા મારે મારું મોટું સીવી લેવું પડશે. મારી પણ આ ગતિ ન થઈ જાય તે માટે, એમ વિચારતો (પોપટ) અપ્રમત્ત-સજાગ બનીને રહ્યો. એક દિવસ તેના ઘેર સાધુ યુગલ ભિક્ષા માટે આવ્યું, તેમાંથી એક કુકડાના લક્ષણના જાણકાર સાધુએ દિશાવલોક કરી બીજા સાધુને કહ્યું ... જો સામુદ્રિક શાસ્ત્ર સાચું હોય તો આ કુકડાના મસ્તકને ભોગવે = ખાયે તે ચોક્કસ રાજા બને. ૨પી તે વાતને-વચનને ભીંતની ઓઠે રહેલાં દેવશર્માએ સાંભળ્યું અને વિચાર્યું .... ઉપશાંત વેશધારી, તપથી શોષાયેલ અંગવાળા, રાગદ્વેષ વગરના તેઓ છે, તેથી નિયમથી આ સત્ય છે. તેથી તેણે વજાને કહ્યું - હે પ્રિયે ! આ કુકડાનો વિનાશ કરી આનું માંસ મને આપ જેથી હું ખાઉં. વજાએ કહ્યું - બીજા કુકડાનું માંસ આપું, જાતે મોટો કરેલ, પુત્ર સમાન, નિરપરાધી આનો નાશ ન કર, તે બોલ્યો, મારે આનાથી જ કામ છે, વળી જો તારે મારાથી કામ હોય તો આનો જલ્દી નાશ કર. ત્યારે તેના મોહથી મોહિત બનેલ આણીએ સ્વીકાર કર્યું અને કુકડાને પકડ્યો અને મારી નાંખ્યો. અને વળી તથા તે તડફડતા કુકડાને તે અનાર્ય દુષ્ટ વજાએ જે રીતે માર્યો, કે પોપટને બમણો ભય પેદા થયો. કેરણી વિચાર કર્યો કે અહો સંકટ આવી પડ્યું .જેથી આ નિર્દયા મને પણ મારશે. તેથી પાંજરાના એક ખૂણામાં લપાઈને રહ્યો. જેટલામાં તે કુકડાનું માંસ રંધાઈ રહ્યું છે તેટલામાં તે દિવશર્મા) નદીએ ન્હાવા ગયો. એ વખતે ખાવાનું માંગતો તેનો પુત્ર પુણ્યસાર પાઠશાળાથી આવ્યો. માતા પાસે ભોજન માંગ્યું. તે કુકડાને મારવામાં વ્યાપૃત થયેલી-પરોવાયેલી હોવાથી બીજું કશુંયે બનાવ્યું ન હતું, તેથી ભોજન ન મળવાથી તે પુણ્યસાર રડવા લાગ્યો. તે વજાએ પણ તેને રડતો દેખી આનામાંથી કંઈક થોડું માંસ આને આપી દઉં એમ વિચારી કડછીથી હલાવીને તે કુકડાનું માથું આપ્યું, તેને ખાઈ (પુણ્યસાર) પાઠશાળામાં ગયો. || એ વખતે પેલો દેવશર્મા આવ્યો, તેણે પુછયું શું તૈયાર થયું કે નહીં ? “તે બોલી” તૈયાર છે, બેસો, તે હરખાયેલો જમવા બેઠો. એટલામાં તે પરસેલા માંસને ચારે બાજુ જુએ છે- શોધે છે, પણ તે માથું જોવા ન મળ્યું ત્યારે તેણે વજાને પૂછ્યું આમાં માથું કેમ નથી દેખાતું ? “તે બોલી” તેને અસાર માની રડતા છોકરાને મેં આપી દીધું તે બોલ્યો ખરાબ ખોટું કર્યું, કારણ કે મેં તેની ખાતર તો કુકડાને મરાવ્યો હતો. તેથી આનાથી મારે સર્યું, અત્યારે જો મારું કામ હોય તો તે જ પોતાના પુત્રનું માથું આપ. ત્યારે અતિવિરુદ્ધ પણ તેની વાતનો તેના સ્નેહ અને મોહથી મુગ્ધ મનવાળી તે વજાએ સંકલ્પ કર્યો અને સ્વીકાર કર્યો. તેઓનો આ વાર્તાલાપ તે જ પુણ્યસારની ધાવ માતાએ સાંભળી લીધો અને વિચાર્યું અહો મહામોહનો વિલાસ કેવો ? અહો ! રાગની
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy