SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ વજા કથા ૧૫૧ રાગાતુર હૃદયવાળા,વિવેકવગરના કુલશીલ વગરના જીવોને અહીં જે ઉપદેશ આપે છે તે આત્મવધ કરે છે ||૧૧|| જલ, અગ્નિ, સાપ, ચોર અને ઝેરનો અટકાવ-નિષેધ થાય છે, અનુરક્ત હૃદયવાળાનું (ને) કોઈ પણ રીતે નિર્વર્તન થતું નથી. (પાછા ફેરવી શકાતા નથી) ૧રા અતિ સુંદર કાલે-અવસરે યુક્તિયુક્ત કહેવાયેલ તથા સદા હિતકારી, એવું મિત્રનું વચન પણ અનુરાગને વશ થયેલાઓને ગમતું નથી. ૧૩. લોકમાં પ્રતિકૂળ બોલનારો મિત્ર પણ શત્રુ લાગે, પ્રિય પણ પ્રિય, પોતાનો પણ પારકો ગુરુ પણ અગુરુ લાગે છે ૧૪ તેથી અહીં આ બાબતમાં કશું કહેવું નહીં, મૌન રાખીને રહ્યો. મેના તો વળી સ્ત્રી સ્વભાવના કારણે અને ચપલતાના કારણે કુરકુર બડબડાટ કરવા લાગી અને વળી.... આ કોણ બેશરમ માણસ અકાલવેલાએ તાત ઘેર ન હોવા છતાં તાતના ઘેર પેસે છે, લોકાચારને પણ જાણતો નથી પણ સ્વામી દૂર હોવા છતાં પરનારીયુક્ત ઘરમાં જે પેસે છે, તે લોકોથી નિંદા મેળવે છે તથા આપત્તિ પણ. ||૧૬ો હેT ધૃષ્ટ ધિટ્ટ ! પિતાશ્રીથી ડરતા નથી, અનાર્યકાર્યકારી પ્રાપિઇ, જો ફરીથી પણ આ ઘરમાં આવીશ તો ન કહેવા જેવું પણ કહેવું પડશે. ૧૭મી એમ.બડબડ કરતી મેનાને પોપટે કહ્યું કે હે ભદ્રે ! આનો જે પ્રિય (પતિ) છે તેને જ તાત માન, નહીતર મને સારું પરિણામ દેખાતું નથી. જેથી કહ્યું છે પ્રતિકૂળ કરવું-બોલવું અને અપ્રિયના સંગથી, મર્મઘાત કરવાથી, અયોગ્ય દાન આપીને પ્રિય માણસ પણ અપ્રિય બને છે. ૧૮ ખાધેલું વિષમ ઝેર, રોષે ભરાયેલ શત્રુ, ડંખ મારતો સાપ મરણ દે અથવા ન પણ દે, પરંતુ જેના મર્મનો ઘાત કરવામાં = ગુણકાર્ય ખુલ્લા પાડવામાં આવે છે, તે અવશ્ય મરણ આમે છે. તેથી જો પ્રાણોને ધારવા ઇચ્છતી હોય, ઠંડુ પાણી પીવા ઇચ્છતી હોય તો જ્યાં સુધી તાત આવે ત્યાં સુધી મૌનવ્રત લઇને રહે. તેરવા તો પણ અવિવેકની બહુલતાના કારણે ચુપ રહેતી નથી અને કહેવા લાગી છે પોપટ ! તું જીવનનો લાલસી છે, તાતના ઘરે દરરોજ થતું તું દેખતો નથી = નિત્ય કરાયેલ તાતની કૃપાની તું પરવા કરતો નથી. ર૧ એ પ્રમાણે કહેવા છતાં જ્યારે તે માનતી નથી ત્યારે પોપટે તેની ઉપેક્ષા કરી. તેથી દરરોજ કિરકિર કરતી દેખીને દેવશર્માએ કહ્યું કે રતિમાં વિઘ્ન કરનારી આ સારી નથી કારણ કે ઘણું બોલતા આને લોકો સાંભળશે, તેથી આનો વિનાશ કર. તે બોલી પુત્રભંડતુલ્ય આ બિચારીને કેવી રીતે મારું?. દેવશર્માએ કહ્યું જો આને એ પ્રમાણે નહીં કરે તો આ આપણને રતિમાં વિઘ્ન કરનારી અને જનતામાં અવર્ણવાદ પેદા કરનારી થશે. તેણીએ પણ તેના વચનને અન્યથા નહીં કરી શકવાથી ડોક મરડીને શગડીની આગમાં નાખી દીધી. પોપટે તડફડતી દેખી... અને વળી તે પાપિણીએ રતિરસમાં લુબ્ધ બનેલી નિર્દય રીતે બિચારી મેનાને આગ મધ્યે નાંખી દીધી, ૨૨ા.
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy