SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ મૂળશુદ્ધિ ભાગ-૨ શાસ્ત્રોનું સૂચન કરનાર સૂચિત) તુંડિક નામનો પોપટ હતો.તથા એકદમ સ્પષ્ટ આલાપ કરનારી મદનશાલા નામની મેના (સારિકા) અને બીજો ઘણા લક્ષણ સંપન્ન યુદ્ધમાં બીજા કુકડાઓ મધ્યે અજેય રહેનાર રત્નશખર નામનો કુકડો છે, પુત્ર ની જેમ શેઠે આ બધાને જાતે મોટા કરેલા અને તે શેઠને પોતાના પ્રાણથી પણ પ્યારા હતા, તથા તેનો ચેલો દેવશર્માનામનો શ્રેષ્ઠ બ્રાહ્મણનો છોકરો હતો.તે બધાઓનો પોતપોતાને ઉચિત સુખને અનુભવતા કાળ પસાર થાય છે. એક દિવસ રાત્રે શેઠને ચિંતા થઈ. અને વળી.... ઘણું એકઠું કરેલું પણ ધન રક્ષણ કરવા છતાં થોડા જ દિવસોમાં અલ્પ વયમાં પણ પુરું થઈ જાય છે, જેમ શલાકાવડે અંજન /૧૫ ધન વગરના ગુણવાનું પણ ઉભયભવમાં વિફળ જીવનવાળા હોય છે, સાહસ અને માન ધનવાળા પણ તે પુરુષો પરાભવને પામે છે રા તેથી ગૃહસ્થે કોઈ પણ હિસાબે ધન મેળવવા નિત્ય ઉદ્યમ કરવો જોઈએ, ત્યાં તેમાં વ્યસન (દુઃખ) ન કરવું. ૩ તેથી એ પ્રમાણે વિચારી શેઠે (દેશાંતર) જવાની સામગ્રી તૈયાર કરી. ચાર પ્રકારનું ભાંડ લીધું, વાહનો તૈયાર કર્યા, સાર્થ ભેગો કર્યો, બહાર સાથેનો પડાવ નાંખ્યો અને વજાને કહ્યું છે કાંતે ! ધનાર્થી હું અત્યારે દેશાંતર જાઉં છું, તેથી તારે આ ભવનની યત્નથી સંભાળ રાખવાની //૪ો. ઘણું પણ ધન-દ્રવ્ય ખર્ચા આ પુત્રને ભણાવવો, તથા પંખીઓનું બરાબર પાલન કરજે પા ઘણું કહેવાથી શું? સર્વ પ્રકારે જાતનું રક્ષણ સદા કરવું, કુસંસર્ગ = ખરાબ સોબતથી હંમેશા દૂર રહેવું Ill તું ઉગ -ખેદ કરીશ મા, હું થોડા જ દિવસોમાં જલ્દી પાછો આવું છું. એમ કહી તે શેઠ જાય છે. તેથી તેની પાસે દરરોજ દેવશર્મા આવે છે. આલાપ વગેરે દ્વારા તેની સાથે વજા ઘડિયા-આસક્ત થઈ-જોડાઈ ગઈ. કહ્યું નારીનો આલાપ સંવાસ વિઠંભ, સંસ્તવ-પરિચય પરપુરુષ સાથે નિશ્ચયથી અહિતકારી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. - પરિહાસથી રંજન કરવા યોગ્ય– હસીમજાકમાં ખુશ કરી શકાય તેવી પરિહાસ-મશ્કરીમાં પરાયણ, સ્વભાવથી ચંચલ, જેના હૃદયમાં અવિવેક ભરેલો છે તે મારી પરનરના સંગને કેવી રીતે જિતી શકે ? તેથી અકાલે પણ તેના આવવાનો પ્રસંગ, આલાપ વગેરે કરવાનું દેખી પોપટ -મેનાએ વાસ્તવિકતા જાણી લીધી. ત્યારે પોપટે વિચાર્યું હતું ! અરે આની કેટલી બધી હલકાઈ છે, જો તાતના ગુણને ભૂલી જઈ આમ કરે છે, તેથી હું કેવી રીતે નિવારણ કરે અથવા રાગથી આતુરને ઉપદેશ દેવો યોગ્ય નથી. કહ્યું છે... ગ્રહ વિષ-ભૂતનો નાશ કરનારા અનેક માણસો છે, તëણે વ્યાધિનો નાશ કરનાર શ્રેષ્ઠ વૈદ્યો જે સ્નેહથી ગ્રસ્ત ચિત્તવાળાને ઔષધ-દવા કરે છે, તેને હું સુલક્ષણવાળો વૈદ્ય જાણું છું, તે સુશાસ્ત્ર-આગમને વહન કરનાર છે. ૧૦ના
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy