SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ વજા કથા ૧૪૯ કરનારી માથે કિંનરસ્વરવાળા લંગડા ભરતારને આરોપી પતિવ્રતાવ્રતનું પાલન કરતી અત્યારે એક નારી ઘેર ઘેર ભિક્ષા માંગતી ભમે છે'. ત્યારે “રાજાએ આ તે પાપિણી હોવી જોઇએ' એમ વિચારી કુતુહલ ભરેલ મનવાળા રાજાએ પ્રતિહારોને આદેશ કર્યો ‘ભો ! તે નારીને બોલાવો જે પતિવ્રતાવ્રતને વહન કરતી ગીત ગાનાર લંગડાને માથેથી વહન કરે છે,જરા જોઇએ તો ખરી કેવું ગાય છે ? ‘આજ્ઞા કરતા તરત જ પ્રતિહારે તેને લાવી. દૂરથી જ દેખી ઓળખીને એક પુરુષને સંકેત કર્યો કે આને પુછ, ત્યારે તેણે પુછ્યું હે ભદ્રે ! ક્યા કારણથી તું આ લંગડોને વહન કરે છે ? તેણીએ પણ આ રાજા હોય એવો કોઈ સંભવ નથી. એથી કરી રાજાને ઓળખ્યા વિના કહ્યું મહાભાગ ! દેવગુરુએ આવોજ ભરતાર મને આપ્યો છે. અને પતિવ્રતાવ્રતનું પાલન કરતી હું તેને છોડી શકતી નથી'. ત્યારે તેવા પ્રકારના સ્ત્રીચરિત્રને સાંભળવાથી ઉત્પન્ન થયેલ આશ્ચર્યના ભારથી પૂરાયેલ મનવાળા રાજાએ કહ્યું - ‘બાહુથી લોહી પીધું, સાંથળનું માંસ ખાંધુ, ગંગામાં પતિ નાંખ્યો, અહો પતિવ્રતે ! સારું.' સારું ॥૧૯॥ તે સાંભળી હું આના વડે ઓળખાઈ ગઈ એથી શરમથી નીચું મોઢું કરી ઊભી રહી.ત્યારે મંત્રીઓએ રાજાને વિનંતી કરી હે દેવ ! આ શું વાત છે ? રાજાએ કહ્યું આ વાત રહેવા દો. મંત્રીઓએ કહ્યું, છતાં પણ અમને મોટું કૌતુક છે તેથી કહો, જો અકથનીય ન હોય તો, ત્યારે તેમનો નિશ્ચય જાણી રાજાએ કહ્યું જો એમ છે તો સાંભળો → ‘તમે ક્યારેક સાંભળ્યું હશે કે ચંપાધિપતિ જિતશત્રુ રાજા સુકુમાલિકા દેવીના સુકુમાલ સ્પર્શથી અતિ આસકત હતો.રાજ્યને સીદાતું જાણી તેની સાથે યોગમદિરાથી ઘેન ચડાવી પરિવારે બહાર કાઢી મૂક્યો. તે-મંત્રીઓએ કહ્યું કે દેવ ! અમે સાંભળ્યું હતું. રાજાએ કહ્યું જો એમ છે તો તે જ હું જિતશત્રુ અને તે જ આ સુકુમાલિકા. ત્યારે જંગલમા જતા તરસથી પીડાઈ ઇત્યાદિ બધી વાત વિસ્તારપૂર્વક રાજાએ કહી સંભળાવી. તેથી બધા ઘણું જ વિસ્મય પામ્યા. અને કહેવા લાગ્યા' અહો ! આની હલકાઈ કેવી છે, જેથી આવા પુરુષરત્નને છોડી સર્વથી અધમ એવા લંગડાનો સ્વીકાર કર્યો. અહો ! આની વિવેકવિકલતા', અને આ સાંભલી તે જ આ કેવી રીતે જીવી ગયો અને રાજ્યને પામ્યો ? એથી બીકથી તેના બધા અંગો ધ્રુજવા લાગ્યા. સ્ત્રીઓને દેશનિકાલ એ જ દંડ હોઈ શકે એથી કરી દેશથી કાઢી મૂકી. જે તેણીએ તેવા પ્રકારના રાજાને છોડી લંગડાને અંગીકાર કર્યો તે તેણીની વિવેકવિકલતા. ।। સકુમાલિકા કથા સમાપ્ત || હવે વજ્રાનું કથાનક કહે છે.... વજાનીકથા આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ગણ્યા ગણાય નહી તેટલા ગુણનું નિવાસસ્થાન એવું સુભાવાસક નામે નગર હતું. ત્યાં સ્વભાવથી ભદ્રક ઉચિત જાણકારીવાળો હિતાહિત વિચારમાં હોશીયાર કાઇ નામનો શ્રેષ્ઠી હતો તેને વિવેકના ડુંગરા ઉપર વજ્રાશન સમાન વજ્રા નામની પત્ની હતી. તેઓને જન્માતરમાં મેળવેલ પુણ્ય સમૂહવાળો પુણ્યસાર નામનો પુત્ર હતો. અને બીજો ઘણા
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy