SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ગાથાર્થ – ઇત્યાદિ ગુણથી યુક્ત સાધ્વીઓનું સત્કાર સેવાદિત્ય યથોક્ત વિધિથી વિભાગ પાડીને કરવું. વિશેષાર્થ – એ પ્રમાણે પૂર્વે દર્શાવેલ ઈત્યાદિ ગુણોવાળી સાધ્વીઓનો શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે સત્કાર એટલે કે વસ્ત્રપાત્ર વગેરે રત્નત્રયના ઉપકરણ આપવા દ્વારા પૂજા કરવી અને સેવા એટલે પગ માથું દબાવવા, આદિથી બીમાર સાધ્વી માટે વૈદ્ય, ડૉ. તેડી લાવવો, ઔષધ લાવી આપવું. યોગ્ય પથ્ય આહાર કરી આપવો ઇત્યાદિ કૃત્ય વિભાગથી એટલે પોતાનું સ્થાન મર્યાદા ઓળંગ્યા વિના કરવું. એટલે સાધ્વીની ઉંમર, બીમારીની હાલત, પોતાની આર્થિક પરિસ્થિતિ, ઉંમર વગેરે બધુ ધ્યાનમાં લઈને સેવા કરવી. (૧૧પો અહીં વચ્ચે પરના અભિપ્રાયને સૂચવનારો શ્લોક સૂરિવર્ય કહે છે... एत्थमण्णे उ मण्णंति, इत्थीभावे कओ गुणा? । तुच्छाइदोसदुट्ठाओ, अज्जाओ जं जिणागमे ॥११६॥ ગાથાર્થ – પ્રસ્તુત વ્યાપારમાં તમે ગુણો માનો છો, પરંતુ બીજાઓ માને છે કે સ્ત્રીપણામાં જ્ઞાનાદિગુણો ક્યાંથી હોય ? કારણ કે જિનાગમમાં સાધ્વીઓને તુચ્છાદિ દોષથી દુષ્ટ કહી છે. વિશેષાર્થ – વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે સ્ત્રીઓ તુચ્છસ્વભાવવાળી, ગૌરવની બહુલતાવાળી ચપલ ઈંદ્રિયવાળી અને ધૈર્યથી દુર્બલ હોવાથી તેઓને અતિશયવાળા ગ્રંથો અને દષ્ટિવાદનો નિષેધ છે. (વિ.બા.૫૫૫) ૧૧૬ll આગમમાં કહેલું સૂત્રકાર સ્વયં દર્શાવે છે. तुच्छा इत्थी सहावेणं, इड्डीगारवदूसिया । चंचला इंदियेहिं च, धीईए दुबला सढा ॥११७॥ ગાથાર્થ – સ્ત્રીઓ સ્વભાવથી તુચ્છ હોય છે. ઋદ્ધિ ગૌરવથી દૂષિત હોય છે, ઇંદ્રિયોથી ચંચળ અને ધીરજરહિત અને માયાવાળી હોય છે. તુચ્છ એટલે ગંભીરતા વગરની, સ્વભાવથી એટલે પ્રકૃતિથી. તેમજ 15 >. જો નારીને વળી ગંભીરતા હોય તો બિચારું તુચ્છપણું આશ્રય વિનાનું ક્યાં રહેશે ? - ઋદ્ધિગૌરવ દૂષિતા એટલે વિભૂતિ વગેરેના નિમિત્તે અભિમાનથી કલંકિત એટલે કે થોડો ઘણો ઠાઠમાઠ થઈ જાય તો અભિમાન આવ્યા વગર ન રહે. વળી - ઋદ્ધિને પામી સ્ત્રી જન અધિક ગર્વ કરે છે. જેમ ચક્રીનું સ્ત્રીરત્ન પ્રત્યક્ષથી દેખાય છે. તેમજ નજીક રહેલા જે કોઈ પુરુષને દેખી મહિલા ભજે - સેવે છે, તેનું કારણ એ છે કે તેણીના ઈંદ્રિય-ભોગકરણ - આંખ વિગેરે વિશેષ ચપલ હોય છે. ધૃતિથી દુર્બલ એટલે કે દઢતાનો અભાવ, તેમજ કહ્યું છે કે – જેઓના શરીરમાં કાયરભાવનું કારણ કામ વસે છે, તે સ્ત્રીઓના હૃદયમાં દઢપણ ક્યાંથી સંભવે ? શઠ એટલે માયાવી - કપટ કરનારી, વળી કહ્યું છે કે –
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy