SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ગાથાર્થઃ વામ-આડા કુટિલ (કપટ) સ્વભાવવાળા કામવડે જ તેઓનું અંગ- શરીર નિર્માણ કરાયેલ છે, તે સ્ત્રીઓના માયાસ્વભાવમાં પૂછવું જ શું ? આ પ્રમાણે પૂર્વપક્ષ થયો. ૧૧ળા. આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે. भण्णए लहुकम्मत्ता इत्थीभावे वि भावओ। अज्जाओ गुणवंताओ सीलवंता बहुस्सुया ॥११८॥ ગાથાર્થ – પ્રશ્નનો ઉત્તર અપાય છે કે – લધુકર્મના નિમિત્તે-કર્મની હળવાશ થવાથી સ્ત્રીપણામાં પણ હકીકતમાં પરમાર્થથી સાધ્વીઓ ગુણવાળી શીલવાળી અને બહુશ્રુતવાળી હોય છે. ૧૧૮ તો પછી જો આમ હોય તો સિદ્ધાંતમાં દોષની ખાણ= દોષોનો સમૂહ સ્ત્રીઓમાં દર્શાવવામાં આવ્યો છે તેની સાથે વિરોધ આવશે, એથી કહે છે - पुव्वुत्तं दोसजालं तु बहुमुंडाउ दूसमा । __सिद्धं सिद्धंतवक्काओ विसेसविसयं तहा ॥११९॥ ગાથાર્થ – પૂર્વ દર્શાવેલ દોષસમૂહ તો બહુમુંડા-મુંડન કરીને ફરનારા-ભટકનારા ઘણા, સાચા સાધુઓ ઘણા જ ઓછા દુષમકાળમાં હશે-ઇત્યાદિ વાક્યની જેમ આ સિદ્ધાંતવાક્યો પણ વિશેષ વિષયવાળા જાણવા. દૂષમકાળના વાક્યથી સ્ત્રી દોષ પણ સિદ્ધ થઈ શકે છે. કજીયો કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિ કરનારા, અશાંતિ પેદા કરનારા એવા ઘણા મુંડન કરી ભટકનારા આત્માઓ આ ભરતવાસમાં થશે, અને થોડા જ શ્રમણ હશે. કજિયો કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિકરનારા, અશાંતિ કરનારા દૂષમકાળમાં પ્રાય:કરીને નિધર્મી, નિર્દયી અને ક્રૂર આત્માઓ થશે. | વિશેષ વિષય એટલે બહુલતાએ કરીને આવા કજીયો વગેરે કરનારા થશે. પરંતુ સર્વથા સાચા સાધુ ન જ હોય એમ નહીં. તેમ ઘણું કરીને સ્ત્રીઓમાં તુચ્છ સ્વભાવ વગેરે જોવા મળશે. પરંતુ બધી જ આવી જ હોય એવું નહીં, એમ સિદ્ધાંતના વાક્યના આધારે સ્ત્રીદોષવાક્ય પણ સિદ્ધ થાય છે, પરંતુ પ્રસ્તુત વાતથી (૧૧૮ ગાથાથી) વિરોધ પામતું નથી / ૧૧૯ कसायाण चउत्थाणं सामत्थेणं व कत्थई । निग्गंथीणं पि जे दोसा न ते मूलखयंकरा ॥१२०॥ ગાથાર્થ – સંજવલન કષાયના સામર્થ્યથી અથવા અન્ય (નો) કષાયના સામર્થ્યથી જે કોઈ દોષો સાધ્વીઓને પણ પેદા થાય છે, તે દોષો મૂળથી ચારિત્રનો ઘાત કરનારા નથી. જેથી કહ્યું છે કે...... સર્વ પણ અતિચારો સંજવલના ઉદયથી થાય છે અને બાર કષાયના ઉદયથી મૂળ છેઘ-મૂળ ગુણનો ઘાત થાય છે. ૧૨વા. પૂર્વે કહેલ અર્થનો નિચોડ દર્શાવવા પાંચ ગાથા કહે છે...
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy