SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ વિધિપૂર્વક વિહાર કરાવે. ગૃહસ્થ પણ આવા ક્ષેત્રમાં રહેવાનો અવકાશ આપવો જોઈએ, વારંવાર આચાર્ય ભગવંતને તે માટે વિનંતિ કરવી જોઈએ. I૧૧il. તેવા ક્ષેત્રમાં પણ સાધ્વીની વસતિ - મકાન કેવું હોવું જોઈયે તે દર્શાવે છે. सम्मं समंतओ गुत्ता गुत्तदारा सुसंवुया । सेज्जा अज्जाण दिज्जा हि कुज्जा तत्थ जहोचियं ॥१११॥ ગાથાર્થ – ચારે બાજુથી બરાબર આવૃત હોય, ગુપ્તદ્વારવાળી હોય, ઘણી લાંબી પહોળી ન હોય એવી વસતિ-એવું નિવાસસ્થાન સાધ્વીઓને આપવી જોઈએ. ત્યાર પછી ત્યાં સાધ્વીની યથોચિત ભક્તિ કરવી. વિશેષાર્થ > ગુપ્તા એટલે ઉપાશ્રયની ચારે દિશા-બાજુમાં વાડ હોવી જોઇએ, અને અજાણ્યા માણસને રસ્તા ઉપર ચાલતા તરત જ વાર દેખાઈ જાય એવું ન હોવું જોઈએ. ઘણી લાંબી પહોળી વસતિ ન જોઈએ. જૈનસંઘે સાધ્વીને આવું ક્ષેત્ર અને આવી વસતિ આપવી આ પહેલી ફરજ છે. પછી યથાયોગ્ય તેઓની ભક્તિ કરવી. II૧૧૧અત્યારે શય્યાતર કેવો કરવો તે દર્શાવે છે.... गंभीरे सत्तवंते य भीयसहे तहेव य । मद्दविए कुलउत्ते अज्जासिज्जायरे विऊ ॥११२॥ ગાથાર્થ - ગંભીર, સત્ત્વશાલી, જેનાથી પર્ષદા - સભા ડરતી હોય, માર્દવભાવથી યુક્ત ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલ વિદ્વાન સાધ્વી-વસતિનો દાતા જાણવો. ./૧૧૨ આવો શય્યાતર કેમ બતાવો છો ? કારણ એ છે કે તેવી વ્યક્તિને સારણા વિગેરે કરવાનો અધિકાર છે. એથી કહે છે.... ૧૧૩ सारणा वारणा चेव चोयणा पडिचोयणा । कायव्वा सावएणावि, साहुणीणं सुहासया ॥११३॥ ગાથાર્થ – શ્રાવકોએ પણ સાધ્વીઓની સારણા, વારણા, પ્રેરણા, પ્રતિપ્રેરણા શુભાશયથી કરવી. સારણા વગેરેના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહે છે..... पम्हुढे सारणा वुत्ता, अणायारस्स वारणा । चुक्काणं चोयणा भुज्जो, निट्ठरं पडिचोयणा ॥११४॥ ગાથાર્થ ને ભૂલી જાય તો યાદ કરાવવું, અનાચારની વારણા=નિષેધ કરવો, ભૂલ કરનારને પ્રેરણા કરવી અને વારંવાર ભૂલ કરનારને નિષ્ફર | કર્કશ વચનો દ્વારા પ્રેરણા કરવી તે પ્રતિપ્રેરણા. વિશેષાર્થ – તને ખબર છે જો આમ કરીશ તો તને ભારેદંડ થશે. ઈત્યાદિ કડક વચનો દ્વારા ડરાવવો તે પ્રતિપ્રેરણા II૧૧૪ો. બધા કૃત્યોનો સંગ્રહ કરતા કહે છે.... एमाइगुणवंतीणं समणीणं जहाविहिं । सक्कार-सेवणाईयं किच्चं कुज्जा विभागओ ॥११५॥
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy