SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ આ પૂર્વપક્ષ પૂરો થતા આચાર્ય સમાધાન કરે છે. महासत्तो जहा कोइ सूरो वीरो परक्कमो । धरिसित्ता तहिं सीहं लीलाए लेइ ताणि वि ॥१०७॥ - ગાથાર્થ → જેમ મહાસત્ત્વશાળી શૂરવીર, પરાક્રમી માણસ તે ગુફામાં રહેલ સિંહનો પરાભવ કરી લીલાથી રત્નોને પણ ગ્રહણ કરે છે. ૧૦૭ના તેમ પ્રસ્તુત સાથે સુમેળ કરતા કહે છે.... एवं धीरा य गंभीरा भावियप्पा जिणागमे । अज्जाकज्जाइ काऊणं सज्जो अज्जिति निज्जरं ॥ १०८ ॥ ૩ ગાથાર્થ → એ પ્રમાણે ધીર, ગંભીર, જિનશાસનમાં ભાવિત જીવો સાધ્વીકૃત્યો કરીને જલ્દીથી નિર્જરા કરે છે. વિશેષાર્થ → ઉપર કહ્યું તેમ ધીર એટલે કે ભયની પરિસ્થિતિ ઊભી થાય તો પણ ખળભળે નહીં-જે નહીં તે, અને ગંભીર એટલે મોટા પેટવાળો-પોતાની આપત્તિ બધાને કહેતો ન ફરે, કોઈના દુર્ગુણો જાણવા છતાં જેને તેને કહે નહીં. વળી જિનશાસનથી જેનું મનઃભાવિત રંગાયેલું હોય તેવા શૂર-વીર આત્માઓ જ (અવધારણ અર્થમાં છે, એટલે ધીર માણસ જ જોઈશે બીજા નિઃસત્ત્વ માણસોનું અહીં કામ નથી) સાધ્વીકૃત્ય કરીને તે જ ક્ષણે નિર્જરા કરે છે. I૧૦૮॥ સાધ્વીકૃત્ય ત્રણ શ્લોક દ્વારા દર્શાવે છે.... दुस्सीला सावया चोरा पच्चवायभयं जहिं । संजणं तहिं खित्ते विहारो वीरवारिओ ॥१०९॥ ગાથાર્થ → જ્યાં દુષ્ટ સ્વભાવવાળા માણસો હોય, જંગલી પશુઓ હોય, ચોરો હોય, અનર્થનો ભય હોય તેવા ક્ષેત્રમાં સાધ્વીનો વિહાર વીર પ્રભુએ વાર્યો છે. કહ્યું છે કે.. જુગારી મહાવત, ઘોડાખેડુ, વિદ્યાર્થી, મસ્તીખોર છોકરા, પરસ્ત્રીલંપટ ઈત્યાદિ કુશીલ હોય છે, માટે પ્રયત્ન પૂર્વક એમનાથી દૂર રહેવું. શ્વાપદ એટલે કે સિંહ, વાઘ, સાપ વિગેરે અને ચોર તો પ્રસિદ્ધ જ છે. પ્રત્યપાય ભય એટલે અનર્થનો ભય જે ક્ષેત્રમાં હોય ત્યાં સાધ્વીના વિહારનો વીરપ્રભુએ નિષેધ કર્યો છે. ૧૦૯૫ તો કેવા ક્ષેત્રમાં વિહાર કરાવવો ? તેનો જવાબ ગ્રંથકાર બતાવે છે : आगंतुगाइभत्तम्मि सज्झाए संजमे हिए । साहुणीणं विहाणेणं, विहारं तत्थ कारए ॥११०॥ ગાથાર્થ → પરોણા વગેરેના ભક્તોથી વ્યાપ્ત, સ્વાધ્યાય અને સંયમને હિતકારી બને તેવા ક્ષેત્રમાં સાધ્વીઓને વિધિપૂર્વક વિહાર કરાવવો. વિશેષાર્થ → જે ક્ષેત્રમાં આવનાર - મહેમાન-અતિથિ, સિદ્ધાંતના જ્ઞાતા અને ઉદ્યતવિહારી ઇત્યાદિની ભક્તિ કરનારા શ્રાવકો વસતા હોય, અને જ્યાં પાંચે પ્રકારના સ્વાધ્યાયનું હિત થતુંપુષ્ટિ થતી હોય અને સત્તર પ્રકારનો સંયમ પાળવો સુલભ હોય તેવા ક્ષેત્રમાં (આચાર્ય) સાધ્વીને
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy