SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પ્રિયદર્શના કથા ૧૧૫ પુત્ર છે. એ પ્રમાણે પુત્રપત્નીથી સુવ્યાપ્ત તે ચંદ્રાવતંસક રાજાનો કાળ પસાર” થઈ રહ્યો છે. એક દિવસ ચૌદસના દિવસે બધા જ સામંતો વગેરે પરિવારને વિદાય કરી બ્રહ્મચર્ય પૌષધ કરી શય્યા પરિચારિકા માત્ર પરિવારવાળો, શયાની સંભાળ-વગેરે માટે નિયુક્ત કરાયેલ દાસદાસી વાસભવનમાં પ્રવેશ કરે છે. અને ત્યાં નિર્વાત નિર્ધાત પણાથી અતીવ શોભા સમુદયથી વ્યાપ્ત, સમસ્ત ઘાટ્ટા અંધકારનો નાશ કરવામાં સમર્થ યષ્ટિ પ્રદીપની શિખાને જોઈને વિચાર્યું કે આ દીપક શિખાને અંગીકાર કરીને કિંચિત નિયમ વિશેષને કરું, આ સંકેત પચ્ચખાણને ભગવાને વર્ણવ્યું છે. અંગુઠ, ગંઠિ, મુષ્ટિ, ઘર', પસીનો શ્વાસ, પાણીનું ટીપું, દીવો | આ સંકેત પચ્ચખાણ અનંત જ્ઞાની ધીર પુરુષોએ કહ્યા છે. || ૫ | તેથી જ્યાં સુધી આ દીપકશિખા બળતી હોય ત્યાં સુધી કાઉસગ્ન પ્રતિમાને હું પાળીશ નહીં, એ પ્રમાણે વિચારી કાર્યોત્સર્ગમાં રહે છે. || ૬ || એ પ્રમાણે રાત્રિનો પહેલો પહોર પૂરો થયે છતે તે દીવો બુઝાવા લાગતા અરે ! આમાં તૈલ ખૂટું લાગે છે. એથી કરીને શય્યાપાલિકાએ મારા સ્વામી અંધકારમાં કેવી રીતે ઉભા રહેશે એમ માની તેલથી ફરી દીવાને પૂર્યો | ૮ || એમ બીજા અને ત્રીજા પહોરે પણ તે શવ્યાપાલિકાએ તેમ કર્યું. એ પ્રમાણે આખી રાત રાજા કાઉસગ્નમાં રહ્યા. / ૯ / ત્યારે શરીર અતિશય સુકમાળ હોવાથી નસ ફાટી ગઈ, પગમાંથી લોહી પ્રવાહ નીકળવા લાગ્યો, શરીર અશક્ત બની ગયું, અંગો જકડાઈ ગયા. લોચનો બીડાઈ ગયાં. શ્વાસોચ્છવાસ રુંધાઈ ગયા, અને તે ભૂમિ ઉપર પડી ગયો. ત્યારે સવિશેષ ધર્મધ્યાનને પૂરતો પંચ નમસ્કાર કરી, (પોતાને) અશક્ત જાણી ચારે આહારના પચ્ચખાણને કરી જીવનથી વિમુક્ત થયો, પણ સત્ત્વથી નહી; અને વળી... સમસ્ત શિખરોનો સમૂહ જેનો પડી રહ્યો છે એવો પર્વતરાજ કદાચ ચલાયમાન થાય જેના પાણીના તરંગો નાશ પામી ગયા છે એવો સાગર કદાચ સુકાઈ જાય છે, તે ૧૦ || રાત પણ દિવસ થઈ જાય, ચંદ્ર સૂર્ય પણ વિપરીત દિશામાં ઊગી જાય, તો પણ ઉત્તમ પુરુષો પ્રલયકાળે પણ સ્વીકારેલી પ્રતિજ્ઞાને મૂક્તા નથી / ૧૧ || ત્યારે તે રાજા મરીને સર્વથી ઉત્તમ કાંતિ-દીતિથી યુક્ત વૈમાનિક દેવલોકમાં શ્રેષ્ઠ દેવ થયો. | ૧૨ || રાજાએ જીવતા જ સાગરચંદ્રને રાજય આપીશ એવી ધારણાથી મુનિચંદ્રકુમારને કુમાર ભુક્તિ રૂપે ઉજજૈની આપેલી. સાગરચંદ્ર પણ પિતાશ્રી મરણ પામતા વિચારવા લાગ્યો. અને વળી.... આ સંસાર અસાર છે, દુ:ખ કલેશનું ભાજન છે, ક્ષણ વારમાં દેખેલું નાશ પામી જાય અને આ સંસાર ઈન્દ્રજાલ સમાન છે. તે ૧૩ | જીવન, ધનઋદ્ધિ, ભાર્યાઓ, લોગ સંપદા, ક્ષણવાર દેખાય છે, અને બધું જ ક્ષણવારમાં નાશ પામી જાય છે. || ૧૪ || " અંગુઠે નિશાની ન કરું, ઘરમાં ન પ્રવેશું, પસીનાના બિંદુ ન સુકાય, ત્યાં સુધી હું જમીશ નહીં ઇત્યાદિ સંકેત કરીને પચ્ચખાણ કરવું તે. (ગા.ન.તા. ૧૫૭૮)
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy