SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ મૂળશુદ્ધિ ભાગ-૨ છિદ્રવાળા પાંદડાના બીડામાંથી જેમ સતત પાણી ઝરે છે, એમ જીવોનું જીવન - આયું સતત જઈ રહ્યું છે, (આયુષ્ય) અનેક જાતના ઉપક્રમો = નિમિત્તો દ્વારા અને શૂલ વગેરે રોગો દ્વારા જલ્દી નાશ પામે છે, જેમ ડાભ ઉપર રહેલું ઝાકળનું બિંદુ વાયુથી જલ્દી નાશ પામે, ૧૬ / ચૌપગા ગાય ભેંસ વગેરે ધન અડધી ક્ષણ પછી દેખાતું નથી, જેમ છાયા અને ક્રીડાખેલતમાશામાં હાથી ઘોડા વગેરે. (જેમ છાયા કે તમાશો નાશ પામતા હાથી ઘોડા વગેરે વિલોપ થઈ જાય છે.). ક્ષણવારમાં દેખ્યા પછી નાશ પામનારી, આ પણ વિવિધ પ્રકારની ઋદ્ધિ ગાંધર્વના નગરની જેમ દેખતા દેખતા જ નાશ પામે છે. તે ૧૮ છે. મોહ પમાડે એવી સુપાળી પત્નીઓ યમરાજવડે નાશ કરાય છે, જેમ દીવડાની શિખાનો વાયુવડે. ૧૯ | શબ્દાદિ ભોગ ઋદ્ધિ સર્વદા ક્ષણવારમાં દેખતા જ નાશ પામે છે, જેમ પાણીવાળા વાદળ અથવા વીજળી જોતા જ નાશ પામી જાય છે. | ૨૦ || તેથી ક્લેશ-મહેનત કરાવનાર, પાપ સંતાપ કરાવનાર, મારે આ સુંદર રાજયથી પણ કામ નથી. / ૨૧ તેથી ગુણચંદ્ર બાલચંદ્ર કુમારને આ રાજય આપી સર્વ દુખથી મુકાવનારી દીક્ષાને (કરું) લઉં. | ૨૦ || એમ વિચારી પ્રિયદર્શનાને કહ્યું કે “અમ્મા ! કુમારોને રાજ્ય આપો કે જેથી ગુણચંદ્રને રાજય ઉપર અભિષિક્ત કરીને-સ્થાપી, અને બાલચંદ્રને યુવરાજ પદ ઉપર સ્થાપું, અને હું પ્રવ્રજયા - તપસંયમાદિ અનુષ્ઠાનને કરું.”. આનાથી જ આ રાજ્ય છે ” એમ માનતી પ્રિયદર્શના બોલી કે “પુત્ર ! બાળ કુમાર રાજપાલવામાં અસમર્થ છે. તમે દીક્ષા લેતા સર્વથા રાજ્ય વિણસી જશે. તેથી તમે જ પાલન કરો. તમે રાજા હોવાથી મારા કુમારોને રાજય જ છે. તેથી સર્વથા તમારે એમ ક્યારેય પણ ન માનવું'. તેથી ઈચ્છા ન હોવા છતાં સાગરચંદ્રને રાજ્ય વિનાશના ભયથી મંત્રી સામંતોએ રાજય ઉપર સ્થાપ્યો. અને તે મહારાજાધિરાજ બન્યો. પ્રજા અને સામંતો તેના અનુરાગી બન્યા, અને તે રીતે રાજયનું પાલન કરે છે. એક દિવસ મહાવિભૂતિથી જતા આવતા સાગરચંદ્રને દેખી “નારી પશ્ચાત્ બુદ્ધિવાળી હોય છે-પાછળથી બુદ્ધિ દોડાવનારી હોય છે, ” તેથી કરીને પ્રિયદર્શનાએ વિચાર્યું. અને વળી.... “અહહ ! ! મંદભાગ્યવાળી, પાપકર્મવાળી મેં આ શું કર્યું? ઘેર પ્રવેશ કરતી કામધેનુને દંડ-લાકડી દ્વારા ફટકારી || ૨૩ || પોતાના આંગણામાં ઊગતા કલ્પવૃક્ષને મેં છેદી નાંખ્યું. પ્રાપ્ત થયેલ કામકુંભને મેં એડીના પ્રહારથી ભાંગી નાખ્યો. ૨૪ | જે કારણથી આના દ્વારા મારા પુત્રોને અપાતી પણ આવી રાય લક્ષ્મી દુર્બુદ્ધિથી હણાયેલી મેં નિસ્પૃહ વચનોથી ત્યાગ કર્યો. - છોડી મૂકી. | ૨૫ મારા પુત્રો પણ આવી લહેર કરતા હોત જો મેં તે વખતે વારણ ન કર્યું હોત તો, અત્યારે આ જીવતો હોવાથી આ ઋદ્ધિ ક્યાંથી મળે ? || રદ છે
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy