SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ મૂળશુદ્ધિ ભાગ-૨ રાખવા દ્વારા આર્જવ કરવાનો, / ૫૪ છે. લોભનો ત્યાગ દ્વારા હંમેશા મુક્તિ કરવી જોઈએ, ત્યારપછી ૧૨ પ્રકારનો બાહ્ય-અત્યંતર તપ કરવો જોઈએ. || પ૫ // અને ૧૭ પ્રકારનો સંયમ સુખાર્થીએ કરવો જોઈએ, ૧૦ પ્રકારે કે ૪ પ્રકારે સત્યને અનુસરવું જોઈએ, ઉપકરણ-ભક્ત-ભોજનપાનમાં પવિત્રતા રાખવી, અકિંચન - કશું પણ પાસે ન રાખવું, વાટકી માત્રનો પણ ત્યાગ કરવો. || પ૭ || અતિશય દુર્ધર ઉગ્ર બ્રહ્મચર્યને ધારણ કરવું, આ દશ પ્રકારનો ધર્મ શિવસંપત્તિને આપે છે. | ૫૮ છે. કર્મના ક્ષયોપશમથી તેનું ચિત્ત આનાથી રંજિત - રાગવાળુ - ખુશ થયું, અને કહે છે... હે ભગવતિ ! જો હું યોગ્ય હોઉ તો આ આપો.’ || ૫૯ || ગણિની બોલે છે - “બેટી ! યોગ્ય છે, પરંતુ અન્ય દેશમાં,” એમ કહેતા ગણિનીની સાથે અન્ય દેશમાં ગઈ || ૬૦ || ત્યાં દીક્ષા લઈને અજોડ તપસંયમને કરીને મરીને દેવલોકમાં દેવ થઈ. || ૬૧ | પતિમારિકા કથા સમાપ્ત હવે પ્રિયદર્શનાની કથા કહેવાય છે... પ્રિયદર્શના કથા) આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુકવિનું કાવ્ય જેમ સુંદર વર્ણની રચનાથી શોભાયમાન હોય છે તેમ સુવર્ણ અને રત્નથી શોભાયમાન, કાવ્ય સમસ્થ = સમસ્ત રસને અનુસરનાર કે સમર્થકવીર રસને અનુસરનાર હોય, તેમ સમસ્ત ધાન્ય ફળના રસને અનુસરનાર, (કાવ્યપક્ષે) ઉપમાદિ અલંકાર યુક્ત હોય છે, તેમ ઘરેણાદિયુક્ત, (કવ્યપક્ષે) સુખ આપનાર છે તેમ સારા ઘોડાવાળુ; (કાવ્યપક્ષ) સુંદર રચનાવાળું છે, તેમ સુંદરતાવાળું, (કાવ્યપક્ષે) સુંદર ભાષાને અનુસરનારું હોય, તેમ સુંદરભાષાનો પ્રયોગ કરનાર માણસોથી અનુસરાતું સાકેત નામનું નગર છે. અને ત્યાં..... જૈનદર્શનનો અનુરાગી, ઉત્તમ સત્ત્વશાળી, વિશિષ્ટ સમ્યક્ત્વવાળો, અભિમાની શત્રુ રાજાઓ ઉપર જય મેળવનારો, જિનેશ્વર અને મુનિવરના ચરણકમલમાં આસક્ત, શ્રેષ્ઠ સ્યાદ્વાદને જાણનારો, મદમાયા વગરનો અણુવ્રતવાળો, કામદેવ જેવી સુંદર કાયાવાળો, સ્નેહી-અર્થીજનોને સદા દાન આપનાર, સેવક ઉપર કૃપા કરનાર, ૧૮ - અઢારે કોમનો-આલમનો અનુરાગી, સજ્ઞાનવાળો, સદા પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરનારો, શ્રેષ્ઠ મર્યાદાને પાલનાર, પવિત્ર, સુંદર કાંતિવાળો શ્રેષ્ઠ કલાનો ઉપાધ્યાય, સમસ્ત ત્રણે લોકમાં વિખ્યાત ચંદ્રાવતંસકરાજા છે . || ૪ || - તે ચંદ્રાવતંસક રાજાને સુદર્શન અને પ્રિયદર્શના નામની બે પટ્ટરાણી છે, તેમાં પહેલીને સકલ ગુણસમૂહનો આધાર, રૂપ વગેરેથી સુરકુમારોને જિતનારા, દુધર મહારાજ્યના ભારને વહન કરનારા, કલા અને આગમના સારને જાણનારા, જિનદર્શનના વિચારવાળા સાગરચંદ્ર અને મુનિચંદ્રા નામના બે કુમારો છે. પ્રિયદર્શનાને “પણ તેના જ સમાન ગુણવાળા ગુણચંદ્ર બાલચંદ્ર નામના બે
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy