SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ મૂળશુદ્ધિ ભાગ-૨ “સાધારણમાંથી આ બનેલ છે” એવું નિરૂપણ તે ભાવ, એમ દ્રવ્ય અને ભાવથી સર્વસાધારણ એવી પોષધશાળા ગૃહસ્થ બનાવવી. જ્યાં સામાયિક પ્રતિક્રમણ વગેરે કોઈ પણ આવીને કરી શકે. સર્વસાધારણ હોય તો કોઈપણ વ્યક્તિને ત્યાં આવતાં-બેસવાનો સંકોચ ન થાય. કારણ કે કહ્યું છે. સાધુ પાસે, પૌષધશાળામાં, જિનાલયમાં, ઘરના એક ખૂણામાં (સામાયિક કરવી) અથવા સર્વ સામાન્ય પૌષધશાળાદિ બનાવવા. આદિ શબ્દથી વિનય વૈયાવચ્ચનું ગ્રહણ કરવામાં આવે છે. આ કૃત્ય જિનોક્ત હોવાથી કરવા જોઈએ. તથા ભગવતીમાં કહ્યું છે... ત્યારે શંખ શ્રાવક પૌષધશાળાની પ્રમાર્જના કરે છે, પ્રમાર્જીને અંદર પ્રવેશ કરે છે શતક -૧૨ સૂત્ર ૧૨ ગૃહસ્થ આમ કરવાનું છે, કારણ કે આ શીલ ગુણને - શીલ - સર્વવિરતિરૂપ છે, તેના ગુણો ક્ષાંતિ વગેરે છે. તેઓને આપે છે – વિકસિત કરે – પેદા કરે છે. ગૃહસ્થના નિમિત્તે પૌષધશાલા બનાવી હોય તો સાધુને શુદ્ધ-નિર્દોષ વસતિ મળે, સાધુ અને શ્રાવક ત્યાં રહી વિરતિની આરાધના કરે, તે દેખી, અને તેમણે મૂકેલા ભાવો નિર્માતાની અંદર પણ વિરતિના ભાવ જગવે છે. એ સ્વાભાવિક છે. ઇતિ શબ્દ પ્રકરણની સમાપ્તિ માટે છે. / ૧૬૦ દેવચંદ્રસૂરિવિરચિત મૂળશુદ્ધિવિવરણ વિશે છઠું સ્થાન પૂર્ણ //
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy