SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ગાથાર્થ – તેથી દુષ્ટ આઠ કર્મોને મૂળથી ઉખેડવા સર્વજ્ઞ-ભાષિત ધર્મ સદા કરવો જોઈએ. || ૧૫૬ || ભદ્ર ! ” એ પ્રમાદને વશ બનેલા સાધર્મિકને આમંત્રણ છે. ભાઈ એવું શું કારણ છે કે જેથી ધર્મ જ કરવો જરૂરી છે. આ શંકા માટે કહે છે... माणुस्सं उत्तमो धम्मो, गुरू नाणाइसंजुओ । सामग्गी दुल्लहा एसा, जाणाहि हियमप्पणो ॥१५७॥ ગાથાર્થ - મનુષ્યપણું , ઉત્તમ ધર્મ - દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવનાર શેષધર્મની અપેક્ષાએ જિનધર્મ પ્રધાન છે માટે, જિનધર્મ ઉત્તમધર્મ થયો, યથાવસ્થિત શાસ્ત્રના પ્રરૂપક જ્ઞાનદર્શન ચારિત્રાદિ અનેક ગુણોથી શોભાયમાન ગુરુ, આ બધી સામગ્રી દુર્લભ-મુશ્કેલીથી પ્રાપ્ત થઈ શકે એમ છે, અને “આ જ આત્માને હિતકારી છે.” એમ તું જાણ. / ૧૫૭ // ત્યારપછી एवंविहाहिं वग्गूहिं दायव्वमणुसासणं । पच्चक्खं वा परोक्खं वा गुणवंतं पसंसए ॥१५८॥ ગાથાર્થ - - તેથી આવા પ્રકારનાં વચનો દ્વારા અનુશાસન – હિતશિક્ષા આપવી જોઈએ. ગુણવાન આત્માની સાક્ષાત કે પરોક્ષમાં પ્રશંસા કરવી જોઈએ. ૧૫૮. શું આટલું જ કૃત્ય છે કે બીજું કંઈ પણ છે ? એથી કહે છે... अवत्थावडियं नाउं, सामत्थेणं समुद्धरे । परोप्परं सधम्माणं, वच्छल्लमिणमो परं ॥१५९।। ગાથાર્થ – દુઃખમાં પડેલાને જાણીને સ્વશક્તિથી ઉદ્ધાર કરવો, આ શ્રેષ્ઠ અન્યોન્ય સાધર્મિક વાત્સલ્ય છે. તે ૧૫૯ | ભાવાર્થ – દુઃખી દશામાં પડેલાને જાણી પોતાની શક્તિથી દ્રવ્યત : (ધંધામાટે મૂડી આપવી, નોકરી આપવી, રોજિંદી આવશ્યક ચીજ – ભાવ આપવી) પૈસા વગેરે આપવા દ્વારા નિર્વાહ કરવાથી અને ભાવથી ધર્મમાં સ્થિર કરવો ઈત્યાદિ વડે ઉદ્ધાર કરવો, આ પરસ્પર સાધર્મિક વાત્સલ્ય પ્રધાન છે. || ૧૫૯ || સાધર્મિક વાત્સલ્ય અને પ્રકરણનો ઉપસંહાર શ્લોક દ્વારા કરે છે... अण्णं पि साहम्मियकज्जमेयं जिणागमे पायडमेव जं तु । साहारणं पोसहसालमाई कुज्जा गिही सीलगुणावहं ति ॥१६०॥ ગાથાર્થ > બીજુ પણ સાધર્મિક કૃત્ય જિનાગમમાં પ્રસિદ્ધ જ છે. સર્વ સામાન્ય પૌષધશાળા વગેરે ગૃહસ્થ બનાવવી જોઈએ. કારણ કે તે શીલગુણને આપનાર છે. ભાવાર્થ – પૂર્વે કહ્યાં ને ત્યાતો જિનપ્રવચનમાં પ્રસિદ્ધ છે જ, પરંતુ બીજા પણ જે સાધર્મિકનું પ્રયોજન છે તે જિન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. પાયર્ડ અહીં પનોપા દીર્ઘ થયો તે અલાક્ષણિક છે. (એટલે પ્રાકૃત વ્યાકરણના સૂત્ર દ્વારા નથી થયેલ) અને વળી સર્વ સામાન્ય દ્રવ્યમાંથી બનાવવી તે દ્રવ્ય અને
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy