SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૯૯ શ્રાવિકાકૃત્ય સાતમુ સ્થાન) છઠ્ઠા સ્થાનની વ્યાખ્યા કરી, હવે અનુક્રમે આવેલા સાતમા સ્થાનની શરૂઆત કરીએ છીએ... આનો પૂર્વની સાથે સંબંધ છે. પૂર્વમાં શ્રાવકને ઉચિત કૃત્ય કરવાનો ઉપદેશ કરેલ, ત્યાર પછી શ્રાવિકા કૃત્ય સ્થાનક આવે છે. તેની આ પહેલી ગાથા છે. जं सावयाणं करणिज्जमुत्तं, तं सावियाणं पि मुणेह सव्वं । तित्थाहिवाणं (तित्थंकराणं?) वयणे ठियाणं,ताणं विभागेण विसेसकिच्च।।१६१॥ ગાથાર્થ – જે ત્ય શ્રાવકો પ્રત્યે કરવાનું કહ્યું છે, તે બધું શ્રાવિકા માટે પણ જાણવું, તીર્થકરોના વચન-શાસનમાં સ્થિર રહેલ તે શ્રાવિકાનું વિશેષ કૃત્ય અલગ કરી દર્શાવે છે. || ૧૬૧ || તે જ કૃત્ય શ્લોક દ્વારા દર્શાવે છે... साहम्मिणीण वच्छल्लं सावियाणं जहोचियं । कायव्वं सावयाणं व वीयरागेहिं वण्णियं ॥१६२।। ગાથાર્થ – સમાન ધર્મવાળી શ્રાવિકાઓનું વાત્સલ્ય (એ કૃત્ય) શ્રાવકોની જેમ કરવું જોઈએ, એમ વીતરાગપ્રભુએ વર્ણવ્યું છે. તે રાગદ્વેષ વગરના હોવાથી તેઓને ખોટું બોલવાનો સંભવ નથી. કહ્યું છે.... રાગથી, દ્વેષથી, મોહથી ખાટું વચન બોલાય છે. જેઓને આ તત્ત્વો છે નહીં, તેઓને ખોટું બોલવાનું શું કારણ હોય ? અર્થાત્ કારણ ન હોવાથી ખોટું ન બોલે. તેવાં વીતરાગે આ પ્રતિપાદન કરેલ છે. ૧૬૨ || આ બાબતમાં કોઈક પરમતવાળો કહે છે... लोए लोउत्तरे चेव, तहाऽणुभवसिद्धिओ । सूरी भासंति भावण्णू नारी दोसाण मंदिरं ॥१६३।। ગાથાર્થ – લોકમાં - સામાન્ય માણસોમાં, લોકોત્તરે - જિનશાસનમાં, ચેવ શબ્દ “લોક અપેક્ષાએ” આના સમુચ્ચય માટે છે. એટલે લોક-લોકોત્તર અપેક્ષાએ તથા અનુભવ સિદ્ધિથી, પંડિત પુરષો, તેના સ્વભાવના વેત્તાઓ નારીને દોષોનું-વિરૂપસ્વભાવનું ઘર જણાવે છે. ૧૬૩ // જેવી રીતે આ દોષોનું ઘર છે, તે ત્રણ શ્લોકથી દર્શાવે છે. नारीनाम मणुस्साणं, अभूमा विसकंदली । नारी वज्जासणी पावा, असज्झाऽणब्भसंभवा ॥१६४॥ ગાથાર્થ – નારી પુરુષ માટે ભૂમિવગરની વિષવેલડી છે. વિષવેલડી તો ભૂમિ ઉપર ઉગે છે, આ તો ભૂમિવગર ઉત્પન્ન થનારી નવીજ જાતની વિષવેલડી છે, કારણ કે આ ઘારણ એટલે મારણ સ્વરૂપ છે. તથા ચ – જેમ વિષવેલડીનું ભક્ષણ કરતા ઘારે અને મારે છે તેમ ઉપભોગ કરેલી નારી પુરુષગણને ઘારે અને મારે છે, ૩૫૪ો તથા ચપળ સ્વભાવવાળી, પાપપ્રકૃતિવાળી, અસાધ્ય - રોકી ન શકાય એવી, વાદળવિના પેદા થનારી વીજળી છે. વીજળી તો વાદળના નિમિત્તે થાય છે, જયારે આ તો આમને આમ, તે વીજના નિવારણનો કોઈક ઉપાય મળે છે- તાંબાનું છત્ર,
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy