SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨અધ્યાય-૩ | સૂત્ર-૮૮, ૮૯ અને તે અવલોકન “યથા'થી સ્પષ્ટ કરે છે – “યૌવન પર્વતમાંથી નીકળતી નદીના પ્રવાહની ઉપમાવાળું છે, શરદઋતુના વાદળાના વિલાસ જેવું જીવિત છે. સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનના વિભ્રમ જેવું ધન છે, તત્ત્વથી કંઈ પણ સ્થિર નથી. II૧૪૦" (શ્રાવકા૧૪/૧) શરીરો રોગરૂપી સર્પોનાં સ્થાનો છે. સંગમો-સંયોગો વિનાશદોષથી દૂષિત છે. સંપત્તિઓ પણ વિપત્તિઓથી જોવાયેલી છે. કંઈ પણ ઉપદ્રવ વગરનું સ્પષ્ટ નથી=સંસારમાં સર્વ ઉપદ્રવમય છે. I૧૪૧ (શ્રાવકા૦ ૧૪/૨) ઈત્યાદિ ભવસ્થિતિનું અવલોકન કરવું જોઈએ. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૮૮/૨૨૧ ભાવાર્થ શ્રાવકે પોતાને બાધ કરનારા કષાયોના શમનમાં યત્ન કરીને અંતઃકરણને નિર્મળ કરવું જોઈએ તેમ પૂર્વસૂત્રમાં બતાવ્યું. ત્યારપછી ચિત્તને વિશેષ નિર્મળ કરવા માટે શ્રાવકે પોતાને પ્રાપ્ત થયેલા ભવથી વાસ્તવિક સ્થિતિ કેવી છે તેનું સૂક્ષ્મ બુદ્ધિથી અવલોકન કરવું જોઈએ, જેથી મનુષ્યભવની ક્ષણો સંસારની નિરર્થક પ્રવૃત્તિમાં વ્યય કરીને પ્રાપ્ત થયેલો મનુષ્યભવ નિષ્ફળ ન થાય. કઈ રીતે ભવસ્થિતિનું અવલોકન કરવું જોઈએ ? તે બતાવતાં કહે છે – યૌવન અત્યંત અસ્થિર છે, પ્રાપ્ત થયેલું જીવન ક્ષણભરમાં પૂરું થાય તેમ છે અને પ્રાપ્ત થયેલું ધન સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનનાં જેવું છે અને યૌવન આદિ સર્વ અત્યંત અસ્થિર છે; કેમ કે સ્વપ્નમાં પ્રાપ્ત થયેલું ધન કોઈ ઉપયોગી નથી તેમ આત્મા માટે ધર્મરૂપી ધનથી અતિરિક્ત અસાર એવું બાહ્ય ધન કોઈ ઉપયોગી નથી. વળી, ધન આવ્યા પછી ગમે ત્યારે ચાલ્યું જાય તેવું અસ્થિર છે અને યૌવન આદિ ગમે ત્યારે નાશ પામે તેમ છે. વળી, આ શરીર રોગનું ઘર છે અને સંયોગો અવશ્ય વિયોગને પામનારા છે અને સંપત્તિઓ આપત્તિઓથી ઘેરાયેલી છે, માટે સંસારમાં અનુપદ્રવવાળી કોઈ વસ્તુ નથી તેમ વિચારીને અનુપદ્રવવાળા મોક્ષને અભિમુખ સદા ચિત્ત આક્ષિપ્ત રહે એ પ્રકારે ભવસ્થિતિનું ભાવન કરવું જોઈએ. II૮૮૨૨૧ સૂત્ર : तदनु तन्नैर्गुण्यभावना ।।८९/२२२ ।। સૂત્રાર્થ - ત્યારબાદ તેના નૈગૃષ્ણની ભાવના કરવી જોઈએ. II૮૯|૨૨૨ ટીકા - તચા' મવસ્થિતૈઃ “ નેમાવના' નિઃસારત્વવન્તન, યથા –
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy