SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૯ “ત: #ોથો પૃ: પ્રતિ વર્ષ નિમિત:, शृंगाली तृष्णेयं विवृतवदना धावति पुरः । इतः क्रूरः कामो विचरति पिशाचश्चिरमहो, श्मशानं संसारः क इह पतितः स्थास्यति सुखम्? ।।१४२ ।। एतास्तावदसंशयं कुशदलप्रान्तोदबिन्दूपमा, लक्ष्म्यो बन्धुसमागमोऽपि न चिरस्थायी खलप्रीतिवत् । यच्चान्यत् किल किञ्चिदस्ति निखिलं तच्छारदाम्भोधर છીયાવચ્ચત્તતાં વિપર્તિ યતઃ હિતં વિન્ધતામ્ ૨૪રૂા” ] રૂતિ ૮૨/રર૧ાા ટીકા : ત' ત્યારપછી=ભવસ્થિતિના સમ્યફપ્રેક્ષણ પછી, તેના દ્વગુણ્યનું ભાવન કરવું જોઈએ=પ્રાપ્ત થયેલો ભવ તદ્દન નિર્ગુણ છે તે પ્રકારે ભાવન કરવું જોઈએ. નિઃસારતાનું ચિંતવન કરવું જોઈએ. કઈ રીતે નિઃસારતાનું ચિંતવન કરવું જોઈએ ? તે યથા'થી બતાવે છે – “આ બાજુ ક્રોધરૂપી ગીધ પોતાની પાંખો ફફડાવે છે. પહોળા મોઢાવાળી આ તૃષ્ણારૂપી શિયાળી આગળ દોડે છે. આ બાજુ ક્રૂર કામરૂપી પિશાચ ચિરકાળ સુધી ફરે છે. સંસાર શ્મશાન છે. અહીં પડેલોત્રમશાનમાં પડેલો, કોણ સુખપૂર્વક બેસે ? ૧૪રા” (શ્રાવકા. ૧૪/૧). ઘાસના તણખલાના અંતભાગમાં રહેલા પાણીના બિન્દુની ઉપમાવાળી આ લક્ષ્મી અસંશય ચિરસ્થાયી નથી અને ખલની પ્રીતિની જેમ બંધુનો સમાગમ પણ ચિરસ્થાયી નથી. અને જે કંઈક અન્ય નિખિલ સર્વ છે તે શરદઋતુના વાદળાની છાયાની જેમ ચલતાને ધારણ કરે છે. આથી પોતાના હિત માટે વિચાર કરો. II૧૪૩” (શ્રાવકા૧૪/૨) તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૮૯/૨૨૨ ભાવાર્થ પૂર્વસૂત્રમાં બાહ્ય પરિસ્થિતિને આશ્રયીને ભવસ્થિતિનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ભવસ્થિતિ અંતરંગ પરિણામને આશ્રયીને સ્મશાન તુલ્ય છે તેમ વિચારીને શ્રાવક તેની નિઃસારતાનું ભાવન કરે તેમ બતાવે છે. જેમ સ્મશાનમાં ગીધડાંઓ, શિયાળીઓ અને પિશાચરો ફરતાં દેખાય છે તેમ સંસારમાં નિમિત્તોને પામીને ક્રોધનો પરિણામ, તૃષ્ણાનો પરિણામ અને કામનો પરિણામ સંસારી જીવોને થાય છે, તેથી સ્મશાન જેવા સંસારમાં વિવેકી પુરુષે નિશ્ચિત થઈને બેસવું જોઈએ નહિ, પરંતુ સતત ભવના ઉચ્છેદ માટે ઉદ્યમશીલ થવું જોઈએ.
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy