SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૭, ૮૮ ભાવાર્થ : વળી, ઉપદેશક શ્રાવકને સંધ્યાકાળનાં ઉચિત કૃત્યો બતાવતાં કહે છે કે શ્રાવકે પોતાને જે જે કષાયો જે જે નિમિત્તને પામીને બાધકર્તા અનુભવાતા હોય તેનું સૂક્ષ્મ આલોચન કરીને તે તે કષાયોના જે અનર્થકારી વિપાકો છે તેના સ્વરૂપને કહેનારાં જે જે શાસ્ત્રવચનો છે તે સર્વને વારંવાર વિચારીને સ્થિર કરવાં જોઈએ. તેવાં સૂત્રોને કંઠસ્થ કરીને સુઅભ્યસ્ત કરવાં જોઈએ. તે સૂત્રના સૂક્ષ્મ પરમાર્થને યોગી પુરુષો પાસેથી જાણીને સ્થિર કરવા જોઈએ. ત્યારપછી, એકાંતમાં બેસીને અત્યંત ઉપયોગપૂર્વક આત્માને ભાવિત કરવો જોઈએ, જેથી શ્રાવકનું અંતઃકરણ ઉત્તમ ભાવોથી વાસિત બને. જો શ્રાવક તે પ્રકારે યત્ન ન કરે તો સ્વાધ્યાય, અધ્યયન કે અન્ય સર્વ ક્રિયાઓ પણ પોતાનામાં વર્તતા કાષાયિક ભાવોથી નિષ્ફળ પ્રાયઃ બને છે. જેથી, શ્રાવકના જીવનમાં મહાદોષની પ્રાપ્તિ થાય છે. માટે શ્રાવકે હંમેશાં પ્રશસ્ત ભાવોથી આત્માને વાસિત કરવાની ક્રિયા કરવી જોઈએ. ll૮૭/૧૨ના અવતરણિકા : તથા - અવતરણિતાર્થ : અને – સૂત્ર: भवस्थितिप्रेक्षणम् ।।८८/२२१ ।। સૂત્રાર્થ: શ્રાવકે ભવસ્થિતિનું અવલોકન કરવું જોઈએ. II૮૮/૨૨૧] ટીકા :‘મવસ્થિતે ' સંસારરૂપી ‘પ્રેક્ષણમ્' અવનોન વથા - "यौवनं नगनदीस्यन्दोपमं, शारदाम्बुदविलासि जीवितम् । स्वप्नलब्धधनविभ्रमं धनं स्थावरं किमपि नास्ति तत्त्वतः ।।१४०।।" [श्रावका० १४।१] “विग्रहा गदभुजङ्गमालयाः, सङ्गमा विगमदोषदूषिताः । संपदोऽपि विपदा कटाक्षिता, नास्ति किञ्चिदनुपद्रवं स्फुटम् ।।१४१।।" [श्रावका० १४।२] इत्यादीति T૮૮/રરા ટીકાર્ય :“મવસ્થિતૈઃ' એ રૂાહીતિ | ભવસ્થિતિનું સંસારના સ્વરૂપનું પ્રેક્ષણ અવલોકન કરવું જોઈએ.
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy