SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮- રસનેંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [રસલોલનું દૃષ્ટાંત રસ્તામાં જતા તેણે ઉદ્યાનમાં કોઈ સ્થળે સુવર્ણકમલ ઉપર બિરાજેલા ચાર જ્ઞાનને ધારણ કરનાર એક મુનિવરને જોયા. પછી હર્ષ પામેલો તે મુનિવરને ભક્તિથી પ્રણામ કરીને ત્યાં બેઠો. અતિવિસ્તારથી ધર્મ સાંભળીને તેને સંવેગ ઉત્પન્ન થયો. અને ઘણા પરમાર્થના જાણકાર બનેલા તેણે અવસરે તે સાધુને પૂછ્યું: હે ભગવન્! તે મારો ભાઈ તે રીતે અનર્થોમાં કેમ વર્તે છે? આપે જ્ઞાનથી સંપૂર્ણ ત્રિભુવનને જાણ્યું છે. આપ મને આ કહો. પછી મુનિએ કહ્યું: હે સુંદર! તેનો દોષ ઘરમાંથી ઉત્પન્ન થયો છે. તેથી વિસ્મય પામેલા વિબુધે પૂછ્યું: હે મુનીન્દ્ર! આ દોષ ક્યો છે? મુનિએ કહ્યું તેની અશુભસુંદરી જે માતા છે તે તેની કુનીતિથી ગુસ્સે થઈને તેને શિખામણ આપવાના ઉપાયોને વિચારે છે. અને તેનો ક્રાત્મા મોહરાજા દિયર છે. પોતાના પુત્ર ઉપર મોહરાજા ગુસ્સે થયો છે. એમ તેણે જાણ્યું. આથી અમારા બેનું સમાન કાર્ય છે એમ વિચારીને તેની પાસે જઈને તેને ઉત્સાહિત કરે છે કે ઉન્મત્ત મારા પુત્રને તું શિખામણ આપ. મોહરાજાએ કહ્યુંઃ ત્રણ જગતનું દમન કરવા માટે સમર્થ એવી પાંચ ઇન્દ્રિયો પૂર્વે મેં તેની પાસે મોકલી છે. પણ વિશેષથી તારા પુત્ર પાસે રસનાને મોકલીએ. રસના ત્રિભુવનથી પણ ન જીતી શકાય તેવી છે. બાકીની ઇન્દ્રિયો સ્વયમેવ તેની પાછળ જશે. રસનેન્દ્રિય તેને પોતાના વશમાં રાખીને તારા અને અમારા ઉત્તમ ઉત્કર્ષને ઉત્પન્ન કરશે. આમ કહીને મોહરાજાએ રસનાને મોકલી. તેથી અશુભસુંદરીએ દિયરને કહ્યું: આટલાથી આપણા કાર્યની સિદ્ધિ નહિ થાય. કારણ કે આ રસના સ્વભાવથી મધ્યસ્થ છે, પોતે જીવોના વિકારને પ્રગટ કરતી નથી. એ એકલી પરમમુનિઓની પાસે પણ રહે છે. તેથી તેને સહાય કરનારી લોલતા(=આસક્તિ) દાસી આપ, કે જેણે કપટોથી વિશ્વને પણ બાંધીને તારા વશમાં કર્યું છે. પછી મોહરાજાએ વિચાર્યું: આણે સારું કહ્યું. કારણ કે શિષ્ટોથી આપણું ઇચ્છિત કાર્ય સિદ્ધ ન થાય. હવે તેણે લોલતાને પણ તે રીતે ઉત્સાહિત કરીને તેની પાસે મોકલી કે જે રીતે આજે પણ તે તારા બંધુને અનંતદુઃખનું ભાન કરશે. તારી સાવકીમાતા અને મોહરાજા તારા પણ છિદ્રોને જુએ છે. જો તું ઉપાય કરવામાં ન લાગે તો તારી પણ તે જ ગતિ છે. ભય પામેલા વિબુધે પૂછ્યું: હે મુનિવરેન્દ્ર! તે ઉપાય કયો છે? મુનિએ કહ્યું. મારા શિષ્યો સદા જ જે આચરે છે તે ઉપાય છે. તેથી ભાવાર્થને જાણનારા વિબુધે ત્યાં દીક્ષા લીધી. ક્રમે કરીને લોલતાની સાથે ઇન્દ્રિય સૈન્યનો ચૂરો કરી નાખ્યો. કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પૃથ્વીતલમાં વિચરતો તે હું અહીં આવ્યો છું. હે રાજન! આ પ્રમાણે રસના અતિશય દુષ્ટ છે. પછી વિમલયશ રાજાએ ભયસહિત અને કૌતુકપૂર્વક પૂછ્યું: હે ભગવન્! તે અકુશલગતિવાળા મતિવિકલે પણ આગળ શું પ્રાપ્ત કર્યું? (૭૫) તેથી કેવલીએ કહ્યું: સતત અનર્થોમાં પ્રવર્તતા તે બિચારાને લોલતાએ નિઃશંકપણે ઉત્સાહિત કર્યો. પિતાએ તેને રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. પછી લોલતા તેને અન્ય અન્ય માંસ વગેરે રસો ખવડાવે છે. એકવાર તેના માટે રંધાયેલું માંસ બિલાડી ખાઈ ગઈ. તેથી ભય પામેલા રસોઇયાએ શેરીમાં નજીકમાં ક્યાંક રમતા બાળકને લઈને હણીને તથા જલદી રાંધીને રાજાને ભોજન કરાવ્યું.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy