SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શનેંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુકુમાલિકાની અને રાજાની કથા-૪૬૯ હે! હે! પૂર્વે નહિ ખાધેલું આ કોઈ માંસરસ ખૂબ શ્રેષ્ઠ છે એમ કહીને રાજાએ આગ્રહથી રસોઇયાને પૂછ્યું. રાજાએ અભય આપ્યું એટલે રસોઇયાએ (સત્ય) કહ્યું. લોલતાએ કહ્યું હવેથી સદાય આ પ્રમાણે જ તું કર. ત્યાર પછી ખુશ થયેલો રાજા પણ દરરોજ ગુપ્તપણે નગરના એક એક બાળકને મરાવીને ભોજન કરે છે. મંત્રીઓને ખબર પડતાં રાજાને ઘણીવાર અટકાવ્યો. પણ રાજા કોઈપણ રીતે ન અટક્યો. આથી તેને બંધાવીને જંગલમાં મૂકી દીધો. રાજ્ય મારા નાનાભાઇને આપ્યું. ત્યાં પણ રસલોલ સાર્થથી ભ્રષ્ટ થયેલા માણસનું હરણ કરીને તેને ખાતો દિવસો પસાર કરે છે. હવે ક્યારેક પર્વતની મેખલા ઉપર ભીલપત્નીના બાળકને ખેંચીને મારીને ખાધું. તેથી અતિશય ગુસ્સે થયેલા ભીલે આવીને બાણોથી તેને સંપૂર્ણપણે ભેદીને મારી નાખ્યો. તેથી રસલોલ મરીને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાનમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થયો. રસના દોષથી આગળ પણ અનંત સંસારમાં ભમશે. પોતાનું ચરિત્ર કહેવું એ મોટા પુરુષો માટે અનુચિત હોવા છતાં લાભ થાય એ માટે રસલોલ રાજાના ચરિત્રના પ્રસંગથી પોતાનું ચરિત્ર પણ મેં તમને કહ્યું. હર્ષ પામેલા રાજાએ કહ્યું હે મુનીન્દ્ર! સ્વચરિત્રરૂપ અમૃતવર્ષાથી જેવી રીતે મારા બે કર્ણોને શાંત કર્યા તે જ રીતે પ્રસન્ન થઈને પૂર્વે આપે ચાર જ્ઞાનને ધારણ કરનારા મુનિની પાસે ઇન્દ્રિયરૂપ સૈન્યનો ચૂરો કરી નાખનારા જે ઉપાયને સ્વીકાર્યો તે ઉપાય મને પણ આપો. પછી ઘણા આડંબરથી મુનીન્દ્ર વિમલયશરાજાને દીક્ષા આપી. પછી વિમલયશમુનિ કેવલજ્ઞાન પામીને વિબુધ કેવળીની સાથે સિદ્ધ થયા. આ પ્રમાણે જિલ્લાઇન્દ્રિય વિષે રસલોલુપ રાજાનું કથાનક પૂર્ણ થયું. સ્પર્શનેન્દ્રિય વિષે સુકુમાલિકાનું દૃષ્ટાંત સ્પર્શનેન્દ્રિયમાં પતિ તરીકે સુકુમાલિકાનો સંબંધી રાજા અર્થાત્ સુકુમાલિકાનો પતિ રાજા રાજ્યભ્રંશ આદિ દુઃખને પામ્યો. તે આ પ્રમાણે વસંતપુર નામનું નગર છે કે જ્યાં લોક પરાર્થથી વિમુખ હોવા છતાં સદા પરાર્થ કરનારો હતો, તથા ધર્મ-અર્થ-કામ એ ત્રિવર્ગને સેવતો હતો. જેનું શરીર નંદનવનની જેમ અતિશય ઘણા વિલાસથી શોભાયુક્ત છે તે જિતશત્રુ રાજા તે નગરનું પાલન કરે છે. તેની અતિશય રૂપવતી સુકુમાલિકા નામની મુખ્ય રાણી હતી. તેના શરીરની વિશેષ પ્રકારની સુકોમળતાથી શિરિષ પુષ્પ પણ પરાભવ પામ્યું. રાજા કોઇપણ રીતે તેના કોમલ સ્પર્શમાં તેટલો બધો અનુરાગી બન્યો કે જેથી તેણે દેશની, રાજ્યની ૧. મેખલા = પર્વતનો મધ્યપ્રદેશ. ૨. પરાર્થથી વિમુખ એટલે પરધનથી વિમુખ, અર્થાત્ પરધનને ગ્રહણ કરતો ન હતો. પરાર્થ કરનારો એટલે પરોપકાર કરનારો.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy