SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ રસનેંદ્રિયના અનિગ્રહમાં ઉપદેશમાલા (પુષ્પમાલા) [૨સલોલનું દૃષ્ટાંત-૪૬૭ બહુ તૃપ્ત કરી દેતાં આજે જ તાવ ઉતરી જશે. પછી વૈદ્યોએ કહ્યું: તમારા ઓડકારમાં આવતી અજીર્ણની ગંધથી અને શરીરની સ્નિગ્ધતા વગેરે લક્ષણોથી જણાય છે કે તમારો આ તાવ વાયુના કારણે નથી. તેથી સંતૃપ્ત કરાયેલું આ શરીર અનર્થનું કારણ થશે. તેથી આજે લાંઘણ કરવું એ યોગ્ય છે. રસલોલે કહ્યું: જેવી રીતે તમે અજ્ઞાન લોકને લાંઘણ કરાવીને મારો છો તેવી રીતે મને પણ શું મારવાને ઇચ્છો છો? મારા શરીરનું રક્ષણ હું જાતે જ જાણું છું. વૈદ્યોએ કહ્યું: અમે આનાથી અધિક શું કહીએ? તમને જે યોગ્ય લાગે તે કરો. પછી પોતાની ઇચ્છા પ્રમાણે અશનાદિનું ભોજન કરીને રોકવા છતાં હાથણી ઉપર બેસીને બહાર ગયો. ત્યાં પણ વૈદ્ય વગેરેથી રોકાવાતો તે હાથોથી પકડી રખાયો. લોલુપતાથી આકંઠ ખાવા માટે ઉત્સાહિત થયેલો તે ભયંકર અવાજ કરવાપૂર્વક પાકેલા આંબા વગેરેની ઉપર જ ઉલટી કરે છે. રક્ષણ કરો, રક્ષણ કરો એમ કરુણ બૂમ પાડતો તે પૃથ્વી ઉપર પડ્યો. હવે સૂચિકા રોગથી ઘેરાયેલો તે પૃથ્વી ઉપર અગ્નિ રસમાં આળોટે છે. આ સાંભળીને વિબુધ વૈદ્યોની સાથે ત્યાં આવ્યો. (ત્યાં રહેલાઓએ) વિબુધને એનો પૂર્વવૃત્તાંત કહ્યો. પછી વિબુધ તેને પાલખીમાં બેસાડાવીને ઘરે લઇ ગયો. અતિશય ઘણી થઇ રહેલી વેદનાથી દુ:ખી થયેલા રસલોલે વૈદ્યોના ચરણોમાં પડીને કહ્યું: પ્રસન્ન થઇને મને આ એકવાર જીવાડો. તેથી વૈદ્યોએ કહ્યું: તારો આ દોષ ઘણો વધી ગયો છે. તેથી અમારી ચિકિત્સાથી આ દોષ દૂર થાય કે ન થાય તે જાણી શકાતું નથી. જીભ તમારા વશમાં નથી. તમે ડાહ્યા માણસોથી સમજાવી શકાય તેવા નથી. સારા કરાયેલા પણ તમે તે જ પ્રમાણે કરશો. તેથી અહીં કષ્ટ કરવાથી શો લાભ? પછી વૈદ્યોના ચરણોમાં પડીને રસલોલે કહ્યું: આ પ્રમાણે ન બોલો. આજથી તમારું જ સર્વવચન કરીશ, અર્થાત્ તમારું જ કહેલું બધું કરીશ. તેથી માતા-પિતાએ અને વિબુધે (તેને સારો કરવા માટે) વૈદ્યોને કહ્યું. વૈદ્યો પ્રયત્નથી કોઇપણ રીતે તેને સારો કરે છે. પછી એ હિતકર પણ તે વચનોને અનાદર કરીને વનમાં સળગેલા દાવાનલની જેમ કંઇપણ અભક્ષ્ય-અપેયને મૂકતો નથી, અર્થાત્ બધું જ અભક્ષ્ય-અપેય ખાય છે. રોકતા વિબુધ ઉપર ઘણો દ્વેષ ધારણ કરે છે. એક દિવસ બંનેય સાથે જ એક સ્થળે ભોજન કરવા માટે બેઠા. પછી વિબુધે સરળભાવથી કોઇપણ સ્નિગ્ધ-મધુર વસ્તુ કોઇપણ રીતે લીધી. પછી મતિવિકલનું તે પુણ્ય નથી જ, તેથી એ તેવી રીતે અતિશય ગુસ્સે થયો કે જેથી તેણે આંખોથી પણ કંઇ પણ જોયું નહિ. પછી તેણે મનમાં વિચાર્યું: આ દુષ્ટ મને રોકે છે. સ્નિગ્ધ વગેરે બધું એકલો જ ખાશે. (૫૦) જે સાવકો ભાઇ વૈરી હોય તે હિતકર ક્યાંથી થાય? તેથી એને મારી નાખું એમ વિચારીને છરી ખેંચે છે, અને વિબુધ ઉપર ઘા મૂકે છે. વિબુધ કુશળતાથી ઘાને નિષ્ફળ બનાવે છે. વિબુધ વિચારે છે કે, જુઓ. અહો! બંધુ પણ નિષ્કારણ જ કેવું વર્તન કરે છે? તેથી આજથી મારે આ ગૃહવાસથી શું? કોલાહલ વર્તી રહ્યો હતો ત્યારે આ પ્રમાણે વિચારીને તે નીકળી ગયો.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy