SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬- રસનેંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [રસલોલનું દૃષ્ટાંત ઘણા કુતૂહલથી યુક્ત ભૂવલય નામનું નગર છે. ત્યાં નિજકર્મ નામનો રાજા છે. તેની બે પત્નીઓ છે. પહેલી પત્નીનું નામ શુભસુંદરી છે. બીજી પત્નીનું નામ અશુભસુંદરી છે. શુભસુંદરીનો વિબુધ નામનો પુત્ર છે. અશુભસુંદરીનો મતિવિકલ નામનો પુત્ર છે. બંને સાથે મોટા થયા હોવા છતાં, સાથે રમ્યા હોવા છતાં, અને સાથે કલાસમૂહને ગ્રહણ કર્યો હોવા છતાં, સ્વભાવથી પરસ્પર ભિન્ન થયા. વિબુધ કૃતજ્ઞ, કુશળ, સરળ, પ્રિય બોલનાર, ત્યાગી, પ્રજ્ઞાપનીય, બુદ્ધિમત અને સ્વભાવથી જ જિતેન્દ્રિય થયો. બીજો તેનાથી વિપરીત થયો. તથા વિશેષથી જીભ ઉપર સંયમથી રહિત હતો. માંસ ખાય છે. દારૂ પીએ છે. રસોથી તૃપ્ત થતો નથી. સૂર્યોદયથી પ્રારંભી સૂવે નહિ ત્યાં સુધી અભક્ષ્ય અને અપેયનું ભોજન કરતો અટકતો નથી. તેથી સકલ લોક તેની નિંદા કરે છે. સ્વજનો શોક કરે છે. દુષ્ટપુરુષો તેના ઉપર હસે છે. શિકાર આદિમાં વિવિધ આપત્તિઓને પામે છે. તો પણ હરણ અને ભૂંડ વગેરે પ્રાણીઓના માંસરસમાં આસક્ત તે નિત્ય પ્રાણીઓને હણે છે. તેથી વિબુધ વિવિધ ઉપદેશોથી તેને રોકે છે. તે વિબુધને કહે છે કે- હે અજ્ઞાની! તું મૂઢ છે. માંસ અને દારૂ આદિના રસને જાણતો નથી. મને પણ તેમનાથી વંચિત કેમ કરે છે? આ જીવલોકમાં જે ખવાય અને પીવાય એ જ સાર છે. જે મળ્યું હોય તેને જેઓ અનુભવતા નથી ભોગવતા નથી તેમનું ડહાપણ શું? આ પ્રમાણે તે વિશુદ્ધ લોકોએ પણ આપેલા ઉપદેશોને ક્યાંય ગણકારતો નથી. રસોમાં અતિશય આસક્ત તે પગલે પગલે દુઃખોને પામે છે. લોકમાં સર્વત્ર તેનું રેસલોલ એવું નામ પ્રસદ્ધિ બન્યું. હવે એકવાર વસંતઋતુમાં ઉજાણી કરવા માટે તે ગયો. (૨૫) અશન વગેરે સ્નિગ્ધ ઘણું પકાવ્યું હતું. રસોઇયાઓએ ત્યાં જઈને રસલોલ રાજપુત્રને વિનંતિ કરી કે, જોયેલા મોદક વગેરે બધું તૈયાર રાખ્યું છે. તેથી કુમાર ત્યાં જ આવીને અંદર પ્રવેશ કરીને જુએ. આ તરફ રસલોલનું આખું શરીર તાવથી જાણે ધખે છે. તો પણ રસોઈ તૈયાર છે એમ સાંભળીને એકદમ ત્યાં ગયો. શ્રેષ્ઠ મોદક, સુગંધી ઘી વગેરેથી સંસ્કારિત કરેલાં શાક વગેરે અને મિષ્ટાન્ન જોયું. તેથી પ્રત્યેક વસ્તુને સુંઘવા લાગ્યો. આસક્તિથી વ્યાકુલ થયેલા તેણે તે જ પ્રમાણે ખાવાનું શરૂ કર્યું. હે રાજપુત્ર! ભોજન ન કરો એમ વૈદ્યો તેને રોકે છે. તમારા શરીરમાં ઘણો તાવ છે. તાવ તરત ઉત્પન્ન થયો હોય (=તાવ નવો હોય) ત્યારે આ પ્રમાણે ભોજન તો દૂર રહ્યું, કિંતુ ઔષધનો પણ તે અધિકારી નથી, અર્થાત્ ઔષધ પણ ન અપાય. તેણે કહ્યું. રે રે! આજ સુધી આટલા પણ કાળથી તમોએ મારા શરીરની પ્રકૃતિને જાણી નથી. મારું શરીર સદા વાયુની અધિકતાવાળું છે, ઊણોદરીથી આ તાવ છે. તેથી શરીરને ૧. રસલોલ એટલે રસમાં લંપટ=આસક્ત. ૨. સ્વાદ વગેરેની અપેક્ષાએ બરોબર છે કે નહીં તેની ખાતરી માટે ચાખીને જોયેલા.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy