SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬- ચક્ષુઇંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત ભોગી હોય. પાપીઓની દૃષ્ટિ નીચે હોય, અર્થાત્ હલકી હોય. ઋજુમતિ મનુષ્યો સરળ જુએ છે. ક્રૂર મનુષ્યો તિછું જુએ છે. ધન્ય (કપુણ્યશાળી) મનુષ્યો ઊંચી (=ઉત્તમ) દૃષ્ટિવાળા હોય. ત્રાંસી દૃષ્ટિવાળા કરતાં કાણો સારો. કાણા કરતાં આંધળો શ્રેષ્ઠ છે. કાણો, આંધળો અને ત્રાંસી દૃષ્ટિવાળો આ ત્રણેયથી ભમતી ત્રાંસી દૃષ્ટિવાળો અધમ છે. તેની દૃષ્ટિ કોઈ લક્ષ્ય વિના અને કોઈ કારણ વિના ભમતી રહે છે. રૂક્ષ(=સ્નેહરહિત), ગ્લાનરૂપ (=ઉદાસીન), ડરપોક દૃષ્ટિવાળા અને મહાપાપી તે મનુષ્યો પરસ્ત્રી આદિમાં આસક્ત બનીને ક્રોડો અનર્થોને પામે છે. સૌભાગ્ય અને માનથી મોટા પુરુષોનાં આંખનાં ભવાં (=ભમ્મર) લાંબા અને વિશાળ હોય. અલ્પભવાંવાળા પુરુષોને સ્ત્રીના કારણે મહાન આપત્તિ થાય. પુણ્યશાળી મનુષ્યોનું કપાળ વિશાળ અને અર્ધચંદ્રસમાન હોય છે. દુઃખી મનુષ્યોને અતિશય વિશાળ કપાળ હોય છે. તુચ્છ જીવોને અતિશય તુચ્છ કપાળ હોય છે. ડાબી તરફનાં ડાબા આવર્તવાળા ભમર અપ્રશસ્ત છે, ભયંકર છે. જમણી તરફના જમણા આવર્તવાળા ભમર શુભ છે. ભમરોના વિપર્યાસમાં પાછલી વયમાં ભોગો પ્રાપ્ત થાય. રાજાઓનું મસ્તક છત્રના જેવા આકારવાળું હોય. જેમના વાળ સ્નિગ્ધ, ઘન, પ્રશસ્ત, પોચા અને સંકોચાયેલા હોય તે પુણ્યશાળી છે. તૂટેલા, મલિન અને રૂક્ષવાળ દારિયને કરે. - વળી બીજું- ત્રણ ગંભીર, ત્રણ વિશાળ, ચાર હ્રસ્વ (ટૂંકા), પાંચ સૂક્ષ્મ, પાંચ દીધું, પાંચ ઉન્નત, સાત લાલ પ્રશંસનીય છે. આનું વિવરણ કહીએ છીએ. નાભિ, સ્વર અને સત્ત્વ આ ત્રણ ગંભીર પ્રશસ્ત છે. મુખ, છાતી, લલાટ, આ ત્રણ વિશાળ(=પહોળા) પ્રશસ્ત છે. પુરુષલિંગ, પીઠ, કંઠ અને જંઘા આ ચાર હ્રસ્વ ( ટૂંકા) પ્રશસ્ત છે. (૫૦) કેસ, દાંત, આંગળીનાં પર્વો, નખ અને ચામડી આ પાંચ સૂક્ષ્મ (ઝીણા) પ્રશસ્ત જાણ. દાઢી, આંખો, બે સ્તન વચ્ચેનું અંતર, બાહુ અને નાસિકા આ પંચ દીર્ઘ પ્રશસ્ત છે. હૃદય, નાસિકા, બગલ, કંઠ અને મુખ આ પાંચ ઉન્નત પ્રશસ્ત છે. બે આંખોનો અંદરનો ભાગ, અર્થાત્ આંખોના ખૂણા, હોઠ, હાથ, પગ, (=હાથ-પગના તળિયાં, જીભ, નખ અને તાળવું આ સાત લાલ પ્રશસ્ત છે. કપાળમાં પાંચ, ચાર, ત્રણ, બે અને એક રેખા હોય તો એ મનુષ્ય અનુક્રમે ૧૦૦, ૯૦, ૬૦, ૪૦ અને ૩૦ વર્ષ જીવે છે. ગતિથી વર્ણ પ્રશસ્ત છે. વર્ણથી શબ્દ સુંદર છે. શબ્દથી સર્વ શ્રેષ્ઠ છે. સત્ત્વમાં બધુંય રહેલું છે. હવે નારીલક્ષણો– ચરણમાં ચક્ર અને કમલ વગેરેના લંછનવાળી સ્ત્રીઓ રાજાની રાણીઓ થાય. મોટા પગોથી દાસપણું થાય. સુકા અને વાંકા પગોથી સ્ત્રીઓ દારિયને કે શોકને પામે છે. પગની મોટી અને રૂક્ષ આંગળીઓથી મજૂરી કરવી પડે છે. જાડી આંગળીઓથી દુઃખી થાય. પાતળી, દૃઢ, ગોળ, લાલ અને સરળ આંગળીઓથી સ્ત્રીઓ સુખી થાય. જે સ્ત્રીનું શરીર પુષ્ટ, સ્નિગ્ધ, દઢ અને લાલ છે, તથા મસ્તક વાળથી રહિત છે
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy