SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુઇંદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત-૪૫૫ સમાન પીઠ સુખ આપનારી છે. પસીનાથી રહિત, પુષ્ટ, ઉન્નત અને સુગંધી બગલ (=કાખ) ધન્ય મનુષ્યોને હોય છે. બંધાયેલા હાથ પણ, અર્થાત્ ખોડ-ખાપણવાળા હાથ પણ દૂષણરૂપ છે, અલ્પાયુથી યુક્ત છે અને અશુભ છે. ઢીંચણ સુધી લટકતા, અલ્પરોમવાળા, પુષ્ટ અને ક્રમશઃ ગોળ હાથ પ્રશસ્ત છે. કામ કર્યા વિના કઠણ હાથના તળિયા પ્રશસ્ત છે. દીર્ઘાયુ મનુષ્યોની આંગળીઓ કોમળ અને સરસ (=નહિ સુકાયેલી) હોય છે. બુદ્ધિમાન મનુષ્યોની આંગળીઓ પાતળી હોય અને કામ કરનારા મનુષ્યોની આંગળીઓ જાડી હોય. (૨૫) નખનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે- પોચા, લાંબા, પાતળા, પુષ્ટ અને સુપ્રમાણવાળા નખને મહર્ષિઓ સુખ આપનાર કહે છે. નાના હોઠવાળાને અતિશય દુઃખી, પુષ્ટ હોઠવાળાને સૌભાગ્યયુક્ત, લાંબા હોઠવાળાને ભોગી અને વિષમ હોઠવાળાને ભીરુ જાણવો. લોકો બિંબફળ જેવા લાલ હોઠોની પ્રશંસા કરે છે. શ્યામ, વિકૃત, કુરૂપ, ખંડિત અને રૂક્ષ હોઠોથી મનુષ્યો ધનહીન થાય. શુદ્ધ (સ્વચ્છ અને શ્વેત), સમ (=ઊંચા-નીચા ન હોય તેવા), અણીદાર, ધન (=છૂટા ન હોય તેવા), સ્નિગ્ધ દાંત સુંદર છે. મલિન, વિરલ (છૂટાછૂટા), ઓછા-વધારે આવા દાંત અપ્રશસ્ત છે. બત્રીસ દાંતોથી રાજા કે ભોગી થાય. એકત્રીસ દાંતોથી મધ્યમ ગુણવાળો છે. ત્યારબાદ લક્ષણ રહિત છે. અતિ થોડા દાંતવાળા, અધિક દાંતવાળા, પાંડુવર્ણના દાંતવાળા, શ્યામ દાંતવાળા, વિષમ દાંતવાળા અને વિકરાલ દાંતવાળા પુરુષો પાપી જાણવા. રાતી, દીર્ઘ, કોમળ અને કમલદલ સમાન જીભ ધન્યપુરુષોને હોય છે. નિપુણપુરુષોની જીભ સૂક્ષ્મ પાતળી હોય છે. દારૂ પીનારાઓની જીભ કાબરચિત્રા વર્ણવાળી હોય છે. લાલ તાળવું પ્રશસ્ત છે. કાળું તાળવું કુલક્ષયને કરે. નીલ તાળવું દુઃખનું કારણ છે. સારસ અને હંસ વગેરે પ્રાણી જેવા સ્વરવાળા અને ગંભીરસ્વરવાળા મનુષ્યો ધન્ય છે. કાગડા જેવા કઠોરસ્વરવાળા પુરુષો દુઃખી થાય. સરળ, નાનાવિવરવાળું અને સમુન્નત (=ઊંચું) નાક પ્રશસંનીય છે. ચિબા નાકવાળા મનુષ્યો પાપી છે. સંકુચિત નાકવાળા મનુષ્યો ચોર હોય. સંપૂર્ણ, પુષ્ટ, અને રોમરહિત ગાલને મનુષ્યો વખાણે છે. લાંબા અને વિશાળ કાન ધન્ય મનુષ્યોને હોય છે. દીર્ઘાયુ મનુષ્યોને રોમવાળા કાન હોય છે. ઉંદરના જેવા કાનવાળા બુદ્ધિશાળી હોય. પોલાકાનવાળા દુ:ખી હોય. સુબુદ્ધિવાળા મનુષ્યોએ નીલકમલ સમાન અને પદ્મદલ સમાન આંખોને વખાણી છે. મધના જેવા પીળાવર્ણવાળી આંખો પ્રશસ્ત છે. પિંગલ (=કાળા અને પીળાવર્ણવાળી) આંખો અપ્રશસ્ત છે. બિલાડાના જેવી અને શ્વાનના જેવી આંખોવાળા કપટી હોય. ત્રાંસી આંખવાળા મનુષ્યો ઉગ્ર હોય છે. અતિલાલ આંખોવાળા મનુષ્યો લાંબા હોય. રૂક્ષદૃષ્ટિવાળા સર્વ મનુષ્યો ચારે બાજુ નિંદાયેલા હોય છે. દૃષ્ટિહીન મનુષ્યો દીર્ઘાયુ હોય. કામુક દૃષ્ટિવાળા મનુષ્યો ઉ. ૬ ભા.૨
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy