SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ચઇન્દ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોલાક્ષનું દૃષ્ટાંત-૪૫૭ તે સ્ત્રી પાપી છે- દુઃખી થાય. હાથીની સૂંઢ જેવી જંઘા અને સાથળ અતિશય પ્રશસ્ત છે. સ્ત્રીઓની, ઉન્નત, પુષ્ટ, મોટી, ચોરસ, સુંદર રમણભૂમિ અને મોટા નિતંબવાળી કેડ શાસ્ત્રમાં પ્રશંસા કરાયેલી છે. સુકા અને નસોવાળા ઉદરથી સ્ત્રીઓ ઘણા દુ:ખને સહન કરે. ‘ફેલાયેલા(=ખૂબ વધી ગયેલા) ખરાબ નખવાળા, વ્રણવાળા, નિત્યરોમવાળા, રૂક્ષ, વિકૃત અને સ્વતમિશ્ર પીળાવર્ણવાળા હાથોથી સ્ત્રીઓ દુઃખી થાય. આ પ્રમાણે બીજાં પણ નારીલક્ષણો જેટલામાં કહે તેટલામાં શ્રીનિલયશ્રેષ્ઠીએ કહ્યું: આ અતિ વિસ્તારથી સર્યું. કારણ કે હું જાતે જ પુરુષનાં લક્ષણોનાં અનુસારે નારીનાં લક્ષણોને વિચારીને કંઇક જાણી લઇશ. તમે પ્રસ્તુત મારા પુત્રનાં લક્ષણો અંગે કહો. લક્ષણ- પાઠકોએ કહ્યું: તમારા બોધ માટે તમને પ્રસંગથી કંઇક કહ્યું: હવે પ્રસ્તુત સાંભળો. તમારા પુત્રના પ્રાયઃ બધાંય લક્ષણો છે. પણ એકદૃષ્ટિ (આંખ) લક્ષણના વિષયમાં વિસંવાદ કરે છે, અર્થાત્ દૃષ્ટિનાં લક્ષણો બરોબર નથી. તેથી શેષલક્ષણોથી આને ધનની પ્રાપ્તિ જણાય છે. પણ દૃષ્ટિદોષોથી કાયરતા વગેરે દોષોને અમે જોઈએ છીએ. કારણ કે દૃષ્ટિના નિયંત્રણથી રહિત આ પરસ્ત્રીકામુક થશે, અને મૃત્યુ પણ એ જ પ્રસંગથી પામશે. આ પ્રમાણે સાંભળીને શેઠ જાણે વજૂથી હણાયો હોય તેમ ક્ષણવાર વિલંબ કરીને અને નિસાસો નાખીને કહે છેઃ પરસ્ત્રીમાં આસક્ત બનેલાઓની લક્ષ્મીથી શું? અતિમહાન વિવેકથી અલંકૃત અને કુળને કલંક ન આપનારાઓની દરિદ્રતા પણ સુખ આપનારી છે. બીજાઓની લક્ષ્મી પણ દુઃખનું કારણ છે. પરસ્ત્રીની ઇચ્છા સુપુરુષોનું અતિમહાન કલંક છે, શરદઋતુના ચંદ્ર અને શખસમાન નિર્મલ અમારા કુળમાં વિશેષથી મહાન કલંક છે. તેથી આ ભવ અને પરભવ સંબંધી લાખો અનર્થોનું કારણ એવા અકાર્યમાં આ જેવી રીતે ન પ્રવર્તે તેવી રીતે મને પ્રસન્ન થઈને કહો. પછી ત્યાં રહેલા જિનમતજ્ઞ નામના લક્ષણપાઠકે શેઠને કહ્યું તમે આ પ્રમાણે દુઃખી કેમ થાઓ છો? ભાવીભાવો થાય જ છે. કારણ કે વિશ્વનો સંહાર અને સર્જન કરનાર પણ બલયુક્ત પણ અને જ્ઞાની પણ મહાદેવ કાલકૂટવિષનો આધાર થયો, અર્થાત્ તેણે કાલકૂટ વિષ ખાધું. તેથી જગતમાં પૂર્વે બાંધેલા કર્મનું દેવો પણ ઉલ્લંઘન કરી શકતા નથી. તેથી ખેદને છોડીને ધર્મમાં મન કરો. પછી શ્રીનિલયે કહ્યું: તો પણ આ ક્યારે ઇંદ્રિયોને વશ કરશે એ કૃપા કરીને મને કહો. (૭૫) હવે જિનમતશે કહ્યું: જિનવચનના રહસ્યરૂપ અંજનરસથી ભાવિત આંખો એના વશમાં થશે. શ્રીનિલયે પૂછ્યું: જિનવચનના રહસ્યરૂપ અંજનરસને ક્યાં મેળવે? અને કેવી રીતે મેળવે? જિનમતશે કહ્યું: જિનશાસનપુરમાં ઉત્પન્ન થાય ત્યારે તે આ પ્રમાણે મેળવે ૧. અહીં ગાથા અશુદ્ધ જણાય છે. વિવિત્રના સ્થાને વાવત્ર હોવું જોઇએ. સંસાના સ્થાને સાસય હોવું જોઇએ. વિવિત્ર અને સત્તા એવા પ્રયોગ માં ગણનો મેળ બેસતો નથી. આથી વાવત્ર અને સાક્ષર એવા પ્રયોગો હોવા જોઇએ. એવી સંભાવના કરીને અર્થ લખ્યો છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy