SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રકારી પૂજામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આઠ બંધુઓનું દૃષ્ટાંત-૬૮૩ થતાં નિધિકુંડલ અતિશય મહાન રાજા થયો. પૂર્વે ઉપાર્જન કરેલા પુણ્યથી જિને જણાવેલા ધર્મને પ્રાપ્ત કરે છે. તેથી ગૃહસ્થધર્મનું પાલન કર્યા પછી પત્નીની સાથે ચારિત્રનો સ્વીકાર કરે છે. ચારિત્રનું નિરતિચાર પાલન કરીને સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. પત્ની પણ ત્યાં જ સમાન આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થઈ. ત્યાંથી આવીને નિધિકુંડલનો જીવ લલિતાગક નામનો મહાબલવાન રાજપુત્ર થયો. બીજો દેવ પણ અન્ય રાજાના ઘરે ઉમાદંતી નામની પુત્રી તરીકે ઉત્પન્ન થયો. ત્યાં પણ સ્વયંવરા તેને લલિતાગક ઘણા આડંબરથી પરણ્યો. પછી રાજ્ય પાળીને, ઘણા ભોગોને ભોગવીને, તીર્થંકરની પાસે નિરતિચાર ચારિત્ર આચરીને, બંનેય ઇશાન દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. પછી લલિતાગક જીવ દેવસેન નામે રાજપુત્ર થયો. બીજો જીવ પણ વૈતાઢ્ય પર્વત ઉપર ચંદ્રકાંતા નામની વિદ્યાધરપુત્રી તરીકે ઉત્પન્ન થયો. ત્યાં પણ ભાગ્યયોગથી કોઈપણ રીતે દેવસેન ચંદ્રકાંતાને પરણે છે. પછી રાજ્ય ભોગવીને, પછી દીક્ષા લઈને, દીક્ષાને સારી રીતે પાળીને, અંતે દેવસેન સાધુ બ્રહ્મલોક કલ્પમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયો. ચંદ્રકાંતા મરીને તેના મિત્રદેવપણે ઉત્પન્ન થઈ. પછી દેવસેન ઇન્દ્ર પ્રિયંકર નામનો વિખ્યાત ચક્રવર્તી થયો. બીજો દેવ તેનો જ મંત્રી થયો. પૂર્વભવના અભ્યાસથી તે બંનેનો પરસ્પર અતિશય ઘણો સ્નેહ હતો. તેથી વિસ્મય પામેલા તેમણે ક્યારેક તીર્થંકરની પાસે તેનું કારણ પૂછ્યું. તેથી જિને તેમનો પોપટના ભવથી આરંભી જિનપૂજા વગેરે સઘળો ય પૂર્વભવોનો વૃત્તાંત કહ્યો. પછી સંવેગને પામેલા તે બંનેએ તે જ તીર્થકરના ચરણોમાં દીક્ષા લીધી. સમય જતાં બંને ગીતાર્થ થયા. પછી કઠોર અભિગ્રહો લઈને, નિરતિચાર ચારિત્ર-પાળીને, કેવળજ્ઞાન મેળવીને, કર્મોને ખપાવીને, મોક્ષમાં ગયા. આ પ્રમાણે પોપટયુગલનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે ગંધ વગેરેના વિષયમાં વિમલ વગેરેનું ઉદાહરણ કહેવામાં આવે છે આઠ બંધુઓનું દૃષ્ટાંત જંબૂદ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં પુંડરિગિણી નગરીનો વરસેન ચક્રવર્તી સ્વામી છે. તે ક્યારેક પોતાની સઘળી અતિશય ઘણી સમૃદ્ધિથી દેવોએ રચેલા સમવસરણમાં તીર્થકરને વંદન કરવા માટે ગયો. તીર્થકરને ભક્તિથી નમીને યોગ્ય દેશમાં બેસીને ધર્મ સાંભળે છે. પછી સહસા સમવસરણમાં પ્રવેશતા અને ત્રણ ભુવનને પણ વિસ્મય પમાડતા આઠ દેવોને જુએ છે. એ દેવો સાતમા દેવલોકથી આવ્યા હતા. પોતાના શરીરોથી દિશા સમૂહને અતિશય પ્રકાશિત કરતા હતા. તથા અતિશય સુગંધથી યુક્ત અને મનનું હરણ કરનાર ગંધથી સંપૂર્ણ સમવસરણને વાસિત કરતા હતા. ત્યાં આભૂષણો, વિલેપન અને માળા વગેરે વિવિધ સ્વરૂપોથી
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy