SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૪-અષ્ટપ્રકારી પૂજામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આઠ બંધુઓનું દૃષ્ટાંત સમવસરણમાં રહેલા સઘળા ય દેવસમુદાયનો પરાભવ કરતા હતા. મન-નેત્રોને આનંદ કરનારા હતા. તે આઠ દેવોએ જિનને ત્રણ પ્રદક્ષિણા કરીને અને નમીને કહ્યું: હે નાથ! આપ (જ્ઞાનથી) સ્વયમેવ દેવોની ઋદ્ધિને જુઓ છો. આ ગણધર વગેરે સાધુઓ આગમથી દેવોની ઋદ્ધિને જાણે છે. તેથી આપની અનુજ્ઞાથી મુનિવરોને પ્રત્યક્ષ જ દિવ્યનાટક વિધિને અમે બતાવીએ. જિન મૌન ધારણ કરે છે. જેનો પ્રતિષેધ ન કર્યો હોય તે સંમત છે એમ વિચારીને તેમણે અતિ વિસ્તારથી નાટકો બતાવ્યા. પછી બધાએ જિનને પૂછ્યું: હે નાથ! અમે ભવ્ય છીએ કે અભવ્ય છીએ? જિને કહ્યું: તમે ભવ્ય છો. વળી તેમણે પૂછ્યું: હે સ્વામી! અમે ક્યાં અને કયારે સિદ્ધ થઇશું. પછી તીર્થંકરે કહ્યું: હે દેવાનુપ્રિયો! અહીંથી વ્યા પછી આ જ વિજયમાં ઉત્તમ મનુષ્યો થઈને દીક્ષા લઈને તમે સિદ્ધ થશો. આ પ્રમાણે સાંભળીને અને હર્ષથી જિનને નમીને તે બધા ગયા. પછી હર્ષ પામેલા વરસેન ચક્રવર્તીએ જિનને નમીને પૂછ્યું : હે ભગવન્! આ દેવો કયા દેવલોકથી આવ્યા હતા? પૂર્વજન્મમાં કોણ હતા? એમણે કયું સુકૃત કર્યું કે જેથી પોતાની ઋદ્ધિથી અન્ય સઘળા ય દેવસમૂહનો પરાભવ કરે છે, અતિશય રૂપ-આકૃતિ વગેરેથી વિશ્વને પણ આનંદ પમાડે છે. જિને કહ્યું: હે રાજ! સાવધાન થઈને તું સાંભળ. તેં આ જે એમનું ચરિત્ર પૂછ્યું. તેને સંક્ષેપથી હું કહું છું. ધાતકીખંડમાં ભરતક્ષેત્રમાં મહાલય નામનું નગર છે. ત્યાં યર્ નામનો પ્રસિદ્ધ અને શ્રીમંત શ્રેષ્ઠી હતો. તેનો ધન નામનો મોટો પુત્ર હતો, ક્રમે કરીને વિમલ, શંખ, વરસેન, શિવ, વરુણ, સુયશ અને સુવ્રત નામના બીજા સાત પુત્રો હતા. બધા ય કળાઓમાં કુશળ, લાવણ્ય-રૂપ-ગુણોથી યુક્ત, ગંભીર, સ્થિરચિત્તવાળા, દાક્ષિણ્યમાં તત્પર અને કુશલમતિવાળા હતા. તેમણે તીર્થંકરની પાસે મિથ્યાત્વનું પચ્ચકખાણ કરીને સમ્યકત્વનો અને અણુવ્રતો વગેરે ગૃહસ્થધર્મનો સ્વીકાર કર્યો. હવે એકવાર જિને અષ્ટપ્રકારી પૂજાના ફલનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું. તેથી આઠ ય રોમાંચિત શરીરવાળા બનીને સદા ય જિનપ્રતિમાઓની અષ્ટપ્રકારી પૂજા કરે છે. પણ પુષ્પ વગેરે ભેદોમાં ક્રમશઃ એક એક પ્રકારની પૂજા કરે છે, અર્થાત્ એક પુષ્પપૂજા કરે છે, એક ગંધપૂજા કરે છે, એમ એક એક પૂજા કરવા દ્વારા આઠેય અષ્ટપ્રકારી પૂજા કરે છે. પરમશ્રદ્ધાથી અભિગ્રહ લઈને અતિશય શ્રેષ્ઠ, બહુમૂલ્યવાન અને લોકના મનનું હરણ કરે તેવાં ઉત્તમદ્રવ્યોથી પૂજા કરે છે. આ પ્રમાણે ધન-વિમલ વગેરે આઠ ય બંધુઓ ક્રમશઃ સુગંધી પુષ્પ અને ગંધ આદિ ભેદોથી ઉત્તમ મર્યાદાપૂર્વક પૂજા કરે છે. પ્રતિદિન વધતા પરિણામવાળા અને પોતાને કૃતાર્થ માનતા તેમણે પચ્ચીસલાખ પૂર્વ સુધી નિર્વિઘ્નપણે જિનેન્દ્રપૂજા કરી, (૨૫) અને અણુવ્રતો વગેરે વ્રતોનું અતિચાર રહિત સદા પાલન કર્યું. તથા શુદ્ધભાવવાળા અને સદા પરસ્પર મળેલા ૧. જુમો=આગળથી. વાક્ય ક્લિષ્ટ બને એ હેતુથી અનુવાદમાં પુરો પદનો અર્થ લખ્યો નથી.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy