SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૨-પુષ્પપૂજામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પોપટ-મેનાનું દૃષ્ટાંત જિનેન્દ્રોની પૂજા પાપસમૂહનો નાશ કરે છે, દુઃખને દૂર કરે છે, સર્વસુખોને ઉત્પન્ન કરે છે, નહિ ચિંતવેલા પણ સ્વર્ગ-મોક્ષના સુખરૂપ ફલને સાધે છે. [૪૬૨] હવે જિનપૂજાના ફલ વિષે દૃષ્ટાંતોને બતાવતા ગ્રંથકાર કહે છે— पुप्फेसु कीरजुयलं, गंधाइसु विमलसंखवरिसेणा । સિવ વળ સુનસ સુવ્યય, મેળ પૂષા આહરા || ૪૬૨॥ પુષ્પોમાં પોપટયુગલ, ગંધ વગેરેમાં ક્રમશઃ વિમલ, શંખ, વરસેન, શિવ, વરુણ, સુયશ અને સુવ્રત પૂજાનાં દૃષ્ટાંતો છે. વિશેષાર્થ પુષ્પોમાં પોપટયુગલનું દૃષ્ટાંત આ પ્રમાણે છે— પોપટયુગલનું (મેના પોપટનું) દૃષ્ટાંત. જંબૂઠ્ઠીપમાં ભરતક્ષેત્રના મધ્યખંડમાં વનવિશાલા નામની અત્યંત પ્રસિદ્ધ મોટી અટવી હતી. તે અટવી આમ્ર, બકુલ, ચંપક અને કદલીનો સમૂહ વગેરેથી યુક્ત હતી, નદી, સરોવર અને પર્વતોથી વિષમ હતી, સિંહ, હાથી, વાઘ અને અષ્ટાપદના અવાજોથી ભયંકર હતી. તે અટવીના મધ્યભાગમાં જિનેશ્વરનું મંદિર હતું. તે મંદિર વિદ્યાધરોએ મણિસુવર્ણનું બનાવ્યું હતું, વિશાળ, ઊંચું અને મનોહર હતું. મધ્યમાં રત્નમાંથી ઘડેલી પ્રતિમાથી અલંકૃત હતું. તેમાં સતત જ દેવો, વિદ્યાધરો અને સિદ્ધોનો સમુદાય ઘણા આડંબરથી વિશ્વના મનનું હરણ કરનારી યાત્રાઓ કરે છે. જિનમંદિરના દ્વાર આગળ રહેલા આમ્રવૃક્ષની શાખામાં બેઠેલું પોપટયુગલ (=મેના-પોપટ) અતિશય હર્ષથી સદા મંદિરને જુએ છે, અને આ લોક ધન્ય છે કે જે આ પ્રમાણે કરે છે એમ મનમાં વિચારે છે. પણ આપણે શું કરીએ? આ ભવમાં કંઇપણ કરવાનો સંયોગ નથી. તો પણ આંબાની મંજરીઓથી દેવની પૂજા કરીએ. પછી હર્ષ પામેલા તે બંને આંબાના વનમાંથી સરસ મંજરીઓ લઇને શ્રી જિનવરના મસ્તકે મૂકે છે. આ પ્રમાણે સદાય કરતા તેમણે પ્રકૃષ્ટ શુભભાવના કારણે પુણ્યસમૂહ એકઠો કર્યો અને જિનધર્મરૂપ વૃક્ષનું બીજ પ્રાપ્ત કર્યું. આ તરફ પૃથ્વીતિલક નામનું નગર છે. જિતશત્રુ નામનો રાજા છે. તેની પત્ની સ્વપ્નમાં કુંડલ યુગલને જુએ છે. તે પોપટ ત્યાંથી મરીને (આ રાજાનો) પુત્ર થયો. તેની નાળ દાટવા માટે ખાડો ખોદતાં રત્નનિધિ પ્રાપ્ત થયો. આથી તેનું નિષિકુંડલ એવું નામ રાખ્યું. મેના પણ મરીને બીજા કોઇ નગરમાં પુરંદરયશા નામની રૂપ-ગુણોથી વિભૂષિત રાજપુત્રી થઇ. ભાગ્યવશથી નિધિકુંડલ કોઇપણ રીતે તેને પરણ્યો. પિતાનું મૃત્યુ ૧. અહીં સિદ્ધો એટલે જેમને વિદ્યા-મંત્ર વગેરે સિદ્ધ થયું હોય તેવા વિદ્યાસિદ્ધ પુરુષો વગેરે સમજવા.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy