SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અનાયતન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અન્યધર્મી આદિના સંગનો ત્યાગ-૬૬૫ ને તેથી પહેલાં જે કહ્યું હતું કે- “યદ્રવ્યના વિનાશમાં શો દોષ છે?” તે અસંગત છે એમ આનાથી જણાવ્યું. તથા ચૈત્યદ્રવ્યના વિનાશથી ચૈત્યનો ઉદ્ધાર વગેરે કાર્યોનો વિચ્છેદ થાય. એ કાર્યોનો વિચ્છેદ થતાં તીર્થનો ઉચ્છેદ આદિ પ્રસંગ આવે. તે પ્રસંગ આવતાં મોક્ષનો અભાવ થાય. આથી ચૈત્યદ્રવ્યના વિનાશથી દોષ કેમ નથી? અર્થાત્ દોષ છે જ. વળી “દેવને પણ દ્રવ્યનું કોઇપણ પ્રયોજન નથી” એમ જે કહ્યું હતું તેમાં સિદ્ધસાધ્યતા જ છે, અર્થાત્ જે સિદ્ધ થયેલું છે તેને જ તમે સિદ્ધ કરો છો. દેવને દ્રવ્યનું કોઈપણ પ્રયોજન નથી એમ સિદ્ધ થયેલું જ છે. કારણ કે દેવ મુક્ત છે. પણ ચૈત્યદ્રવ્યના વિનાશમાં ભવ્યમુમુક્ષુઓનું પોતાનું સઘળુંય કાર્ય નાશ પામે છે. આથી મુમુક્ષુઓએ પ્રયત્નપૂર્વક ચૈત્યદ્રવ્યની રક્ષા કરવી જોઇએ. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. [૪૪૭] હવે પ્રસ્તુત કહેવાય છે, અને તે આ છે– जो लिंगिणिं निसेवइ, लुद्धो निद्धंधसो महापावो । सव्वजिणाणऽज्जाए, संघो आसाइओ तेणं ॥ ४४८॥ લુબ્ધ, નિષ્ફર અને મહાપાપી જે સાધ્વીને સેવે છે તેણે સર્વજિનોની સાધ્વીઓના સંઘની (=સમુદાયની) આશાતના કરી છે. [૪૪૮] વળી– पावाणं पावयरो, दिट्टिऽब्भासेऽवि सो न कायव्यो । जो जिणमुदं समणिं, नमिउं तं चेव धंसेइ ॥ ४४९॥ જે જીવ જિનપ્રણીતવ્રતરૂપમુદ્રા (છાપ) જેને લાગેલી છે તેવી સાધ્વીને જ્ઞાનદર્શન-ચારિત્રને નમસ્કાર કરવા દ્વારા નમીને ફરીથી તેનો જ ચારિત્રજીવનનો નાશ કરવા દ્વારા નાશ કરે છે, પાપીઓથી અધિક પાપી એવા તે જીવ દૃષ્ટિની નજીક પણ કરવા યોગ્ય નથી. [૪૪૯] . જિનમુદ્રાનો ઘાત કરનારા તેના જ પરલોકસંબંધી દોષને કહે છે संसारमणवयग्गं, जाइजरामरणवेयणापउरं । पावमलपडलछन्ना, भमंति मुद्दाधरिसणेणं ॥ ४५०॥ પાપરૂપમલના સમૂહથી વ્યાપ્ત પુરુષો જિનપ્રણીતવ્રતરૂપ મુદ્રાનો લોપ કરવા વડે જન્મ-જરા-મરણની ઘણી વેદનાવાળા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. [૪૫] મુમુક્ષુઓએ અહીં કહ્યું તે પ્રમાણે સ્ત્રીરૂપ અનાયતન જ છોડવા યોગ્ય છે કે
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy