SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૪-ચૈત્યદ્રવ્યના ભક્ષણમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંકાશશ્રાવકનું દૃષ્ટાંત તેણે કેવળીને પૂર્વના દુઃખ વિષે પૂછ્યું. કેવળીએ તેને ચૈત્યદ્રવ્યના વિનાશના કારણે થયેલા ભવભ્રમણનો વૃત્તાંત કહ્યો. તે સાંભળીને સંવેગ પામેલા તેણે પોતાની નિંદા કરવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે- દુષ્ટ મેં આ કેમ કર્યું? ધન્ય પુરુષો દુઃખથી પણ મેળવેલા સ્વધનને ધર્મ માટે આપે છે. સર્વથી અધમ એવા મેં તે ધન ભોગવ્યું. અથવા પ્રતિકૂળકર્મ કોઈના ય મુખ ઉપર તમાચા દેતું નથી, કિંતુ તેવી દુર્બુદ્ધિને ઉત્પન્ન કરે છે કે જે દુર્બુદ્ધિનો આવો વિપાક થાય છે. આ પ્રમાણે હૃદયમાં અનેક રીતે પોતાની નિંદા કરીને કેવળીને વિનંતિ કરી કે હે નાથ! વિશ્વમાં ક્યાંય આપના જ્ઞાનથી કશું ય છાનું નથી. તેથી કૃપા કરીને આ પણ કહો કે હમણાં બાકી રહેલા આ સ્વદુષ્કતથી પણ કેવી રીતે છૂટું? તેથી કેવળીએ કહ્યું: હે ભદ્ર! ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કર. ચૈત્યની આશાતનાનો ત્યાગ કરવાથી તું દુઃખોથી મુક્ત થઈશ. કેવળીએ આ પ્રમાણે કહ્યું. એટલે અતિશય સંવેગને પામેલા તેણે ઊભા થઈને કહ્યું છે ભગવન્! ભોજન-વસ્ત્રને છોડીને જો બીજું ધન હું મેળવીશ તો તે સઘળું ય જિનમંદિરોના ઉપયોગમાં લઇશ. મારે આ અભિગ્રહ જીવનપર્યત છે. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તે જે જે વેપાર શરૂ કરે છે તે તે વેપારમાં ધાર્મિક અભિગ્રહના અચિંત્ય પ્રભાવથી પણ ઘણું ધન મેળવે છે. વધતા શુદ્ધભાવવાળો, અચલિતસત્ત્વવાળો, સ્થિરપ્રતિજ્ઞાવાળો તે સઘળા ધનનો જિનમંદિરોમાં વ્યય કરે છે. જિનબિંબોની અભિષેકપૂજા અને અષ્ટાહ્નિકા મહોત્સવ વગેરે કરાવે છે. રથયાત્રાઓ પ્રવર્તાવે છે. મૂલધન ન ખૂટે તે રીતે (જિનમંદિરના નિભાવ માટે) ધન રાખે છે. પૂર્વના ધનમાં વધારો કરે છે. ઘણા જીર્ણોદ્ધાર કરાવે છે. આ પ્રમાણે તે જેમ જેમ ધનનો વ્યય કરે છે તેમ તેમ ધન વધે છે. જેમ જેમ ધન વધે છે તેમ તેમ તે ઉલ્લસતા શુભભાવથી દરેક ગામ-નગરમાં મનોહર જિનમંદિરો કરાવે છે. વળી બીજું – જિનમંદિરમાં ઘૂંકવું, વિકથા કરવી, (સિંહાસન વગેરે) અનુચિત આસન ઉપર બેસવું, અથવા પગ ઉપર પગ ચઢાવવો વગેરે અનુચિત આસનથી બેસવું એ આશાતનાઓનો ત્યાગ કરે છે. આવા બીજાં પણ આસાતના સ્થાનોનો દેવના ઉદાહરણથી પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે. દેવો અને બીજાઓ પણ જિનની આશાતનાઓનો દૂરથી ત્યાગ કરે છે. આ પ્રમાણે તેણે પોતાના સઘળાય વૈભવનો ઉપયોગ જિનમંદિરોનાં કાર્યોમાં કર્યો. જિનોની આશાતનાનો ત્યાગ કરતો, ભક્તિયુક્ત અને આવા કાર્યને (=શુદ્ધધર્મને) પામેલો ઇભ્યપુત્ર સંકાશશ્રાવક ગુણોનો આરાધક અને સિદ્ધિસુખનો સાધક થયો. આ પ્રમાણે સંકાશશ્રાવકનું દૃષ્ટાંત પૂર્ણ થયું. ૧. વિષયરૂપ વિષથી મોહિત થયેલા દેવો પણ જિનમંદિરમાં કોઇપણ વખતે અપ્સરાઓની સાથે હાસ્ય-વિનોદ પણ આશાતના થવાના ભયથી કરતા નથી” એ ઉદાહરણથી.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy