SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૬-સત્સંગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દેણંત બીજું પણ અનાયતન છોડવા યોગ્ય છે? અનાયતનનો ત્યાગ કર્યો છતે બીજું શું સેવવા યોગ્ય છે? એવી આશંકા કરીને કહે છે अन्नपि अणाययणं, परतित्थियमाइयं विवज्जिज्जा । आययणं सेविजसु, पुट्ठिकरं नाणमाईणं ॥ ४५१॥ પરતીર્થિક આદિ બીજા પણ અનાયતનનો ત્યાગ કર. જ્ઞાનાદિની પુષ્ટિ કરનારા આયતનનું સેવન કર. [૪૫૧] . વૈડૂર્યમણિ વગેરે લાંબા કાળ સુધી પણ કાચ આદિના સંબંધથી પોતાના સ્વરૂપને છોડતા નથી. એ પ્રમાણે જીવો પણ સંગના કારણે અન્યભાવને નહિ પામે. આથી આ ઉપદેશથી શું? એ વિષે કહે છે भावुगदव्वं जीवो, संसग्गीए गुणं च दोसं च । पावइ इत्थाहरणं, सोमा तह दियवरो चेव ॥ ४५२॥ જીવ ભાવુકદ્રવ્ય હોવાથી સંગથી ગુણ અને દોષને પામે છે. આ વિષે સીમા તથા ઉત્તમ બ્રાહ્મણનું દૃષ્ટાંત છે. વિશેષાર્થ- [પદાર્થો ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના છે. જેના ઉપર અન્ય પદાર્થના સંગની અસર થાય તે ભાવુક. જેમ કે જલ. જલ ભાવુક છે. કેમ કે જલ ઠંડીમાં ઠંડું અને ગરમીમાં ગરમ થઈ જાય છે. જેના ઉપર અન્ય પદાર્થના સંગની અસર ન થાય તે અભાવુક. વૈડૂર્યમણિ વગેરે અભાવુક છે.] વૈડૂર્યમણિ વગેરે અભાવુક દ્રવ્ય હોવાથી અન્યના સંગથી અન્ય ભાવને પામતા નથી તે યુક્ત જ છે. પણ જીવો તો અનાદિ સંસારમાં અનેક વાસનાઓથી (=મલિન સંસ્કારોથી) વાસિત હોવાથી શુભ-અશુભના સંગથી ગુણોને અને દોષોને પામે છે. જેમ કે સોમા વગેરે. તેથી સદા આયતનનું જ સેવન કરવું જોઇએ, અનાયતનનું નહિ. અહીં દૃષ્ટાંત કહેવામાં આવે છે– - સોમા અને ઉત્તમ બ્રાહ્મણ(ચિત્રભાનુ)નું દૃષ્ટાંત ભોગપુર નામનું નગર છે. તેના ઉદ્યાનોમાં સઘળા પ્રાસાદો ચંદનવૃક્ષની જેમ સેંકડો ભોગીઓથી (=વિલાસીજનોથી) ભરેલા દેખાય છે. ત્યાં જવલનસિંહ નામનો ૧. અહીં મોનો શબ્દ ચર્થક છે. ચંદનવૃક્ષના પક્ષમાં મોની સર્પ. ચંદનવૃક્ષોમાં સર્પો વૃક્ષને વીંટળાઇને રહેલા હોય છે. એથી જેમ ચંદનવૃક્ષો ભોગીઓથી (=સર્પોથી) ભરેલા દેખાય છે તેમ પ્રાસાદો ભોગીઓથી ( વિલાસીજનોથી) ભરેલા દેખાય છે. '
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy