SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયથી થતાં લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દૃષ્ટાંત-૬૧૭ તળિયું રત્ન-સુવર્ણથી જડેલું છે. જેમાં શ્રેષ્ઠરત્નો જડેલાં છે એવા સુવર્ણના ખીલામાં તે અશ્વ બંધાયેલો છે. તેની ઉપર બાંધેલા ચંદરવામાં મોતીઓ લટકી રહ્યા છે. ચારેબાજુ પાંચ વર્ણવાળા પુષ્પો પાથરવામાં આવ્યા છે અને સુગંધી જલનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેનું મુખ માંસરહિત, લાંબું અને ઢાંકેલું છે. લલાટ અતિશય પહોળું છે. તેના દાંત સમાન, મજબૂત અને સ્નિગ્ધ છે. તે મધના જેવી પીળી અને વિશાળ આંખોથી શોભી રહ્યો છે. જે સૂક્ષ્મરોમથી રહિત છે અને જેનો અગ્રભાગ સૂક્ષ્મ છે તેવા કાનરૂપી છીપથી યુક્ત છે. તેનું મસ્તક સ્ત્રીના સ્તનસમાન છે. બે કાન વચ્ચેનું અંતર બહુ થોડું છે. તેની છાતી પહોળી છે. સંકુચિત, વિકસિત અને લાંબા દેદના જેવી અને મોટા ઇન્દ્રધનુષ્યના જેવી ડોક છે. તે પુષ્ટ અને વિશાળ ખભાના પ્રદેશથી યુક્ત છે. સમાન, પુષ્ટ અને લાંબી બાહુથી યુક્ત છે. જેની જાનુ માંસ રહિત અને ગૂઢ છે. જંઘા લાંબી અને માંસ રહિત છે. તેનો વાંસો અને પીઠ વિસ્તીર્ણ નિતંબની સાથે કંઈક જોડાયેલો છે. અત્યંત દઢ અને લાંબા પડખા છે. શરીરનો મધ્યભાગ વિસ્તીર્ણ અને ગોળ છે. પાછળના ભાગમાં પુષ્ટ છે. તે ગુપ્ત અને કોમળ કેશવાળા પૂછડાથી યુક્ત છે. ચંદ્ર, શંખ અને મોગરાના ફૂલ જેવો શ્વેત છે. એની કાંતિ સ્નિગ્ધ છે. કાયા મોટી છે. એનો ધ્વનિ શંખ અને જલપૂર્ણ મેઘ જેવો (ગંભીર) છે. તે ધીર, શૂર, જિતેન્દ્રિય, વશમાં રહેનાર, તેજસ્વી, કોમળ રોમવાળો, અને શરીરના પૂર્વભાગમાં ઊંચો છે. વધારે શું કહેવું? ગતિ, કાંતિ, લક્ષ્મી, આવર્ત, વર્ણ, સ્વર અને સત્ત્વસંબંધી આઠ પ્રકારનાં લક્ષણોથી યુક્ત છે. આવા વાહ્યીકદેશના અતિશય ઉત્તમ અને જુએ છે. તેને કંકુનું વિલેપન કરવામાં આવ્યું છે. સુવર્ણ-મણિ-મોતીઓનાં આભૂષણો પહેરાવવામાં આવ્યાં છે. શ્રેષ્ઠ સુગંધી પુષ્પમાલાઓથી અને સુવર્ણના કુંડલ આદિથી અલંકૃત છે. ઉત્તમ ભોજનપાણી આદિથી સર્વ પ્રકારે તેની સેવા કરવામાં આવે છે. તે બીજા એક અશ્વને જુએ છે. તે સર્વ ઘોડાઓના અંતભાગમાં બંધાયેલો છે, સર્વલક્ષણોથી રહિત છે. કોઈકે લાંબા કાળ પછી કોઇપણ રીતે જુનું ઘાસ તેની આગળ નાખ્યું છે. શરીરે વળગેલી સેંકડો માખીઓથી ઘેરાયેલો છે. તે દીન અને દુઃખી છે. આવા બે ઘોડાઓને જોઈને કુમાર વિચારે છે કે, જો આ કેવું છે? કારણ કે સમાન જાતિવાળાઓનો પણ વિભૂતિમાં આટલો ભેદ છે. અહીં એકની રાજાની જેમ સઘળીય સેવા કરવામાં આવે છે. જોવાયેલા બીજાની વાત પણ કોઈ પૂછતું નથી. તેથી આમાં શું કારણ છે તે હું બરોબર જાણતો નથી. કુમાર જેટલામાં આવું વિચારે છે ૧. હૃદ=પાણીનો ધરો. ૨. અહીં વનિતિર્થ પદનો અર્થ બરોબર સમજ્યો ન હોવાથી તેનો અનુવાદ કર્યો નથી.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy