SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬-વિનયથી થતાં લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) સિંહરથનું દૃષ્ટાંત પાસે રહેલા દેવોના ગુરુને પણ વક્ર આંખથી પણ જોતો નથી. વધારે કહેવાથી શું? તેણે તે રીતે અવિનયથી ઘરમાં પરિવારને અને નગરમાં નગરજનને અતિશય ઘણો કંટાળો પમાડ્યો. જેથી દૃષ્ટિથી પણ જોવાયેલો તે સર્વ અંગોમાં સંતાપને ઉત્પન્ન કરે છે. બોલતો તે કોઈપણ રીતે જીવ લઈ લે છે. સર્વલોક એના માટે બોલે છે કે, રાહુગ્રહથી ચંદ્ર ગ્રસ્ત કરાય (=પકડાય) છે તેમ આનો રૂપ વગેરે ગુણસમૂહ એક અવિનયથી ગ્રસ્ત કેમ કરાયો? અથવા ખાવાયોગ્ય અને પીવાયોગ્ય પદાર્થોથી સંપૂર્ણ ઉત્તમભોજન કર્યા પછી તેની ઉપર વિષનો એક અંશ પણ ખાવામાં આવે તો જીવનને પણ હરી લે છે. તેથી જેવી રીતે તાલપુટ ઝેરના બિંદુથી અમૃત દૂષિત કરાય તેમ ભેગા થયેલા અમૃતસમાન પણ સઘળા ગુણો અવિનયથી દૂષિત કરાય છે. હવે તે સઘળાય નગરને અવિનયથી સતત સંતાપ પમાડે છે. તેથી અતિશય ઉદ્દેગને પામેલો લોક પણ રાજાને વિનંતિ કરે છે. એણે પરિવારની સાથે રાજાને પણ સદા સંતાપ પમાડ્યો છે. તે જ નિમિત્તનું લક્ષ્ય કરીને રાજાએ તેને કાઢી મૂક્યો. હવે પિતાથી અપમાનિત થયેલો સિંહરથ નગરમાંથી નીકળીને એકલો ચાલતો તામ્રલિમી નગરીમાં આવ્યો. ત્યાં ગુણચંદ્ર નામનો રાજા તેનો મામો છે. તેણે સિંહદરથને ઘણા આદરથી પોતાની પાસે રાખ્યો. ત્યાં પણ રાજા અને સામતરાજા વગેરે નગરલોકો તેવી રીતે ઉગ પમાડાયા કે જેથી ત્યાંથી પણ તેને રજા આપે છે. તે ત્યાંથી અયોધ્યા નગરીમાં કુબેર નામના રાજાની પાસે ગયો. તે રાજા તેના પિતાનો મિત્ર છે. તેણે પણ સિંહરથને અતિશય ઘણા સ્નેહથી જોયો. કેટલાક દિવસો પછી અતિશય મહાન પોતાના અવિનય દોષના કારણે એમણે પણ તેને કાઢી મૂક્યો. પછી તે વારાણસી નગરીમાં ગયો. ત્યાં પણ પિતાના મિત્ર સુલેણ રાજાએ તેને ઘણા આદરથી રાખ્યો. તે જ પ્રમાણે અવિનયદોષથી તેને કાઢી મૂક્યો. આ પ્રમાણે વહાણથી અથડાયેલાં પાંદડાંઓની જેમ બીજાં બીજાં નગરોમાં ભમે છે. દુઃખી થયેલો તે કયાંય સ્થાન પામતો નથી. આ પ્રમાણે જુદા જુદા દેશોમાં ભમતો તે એકવાર કોઈપણ રીતે કુરુદેશમાં પ્રસિદ્ધ હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં અતિશય બલવાન વરુણ નામનો રાજા છે. તે કુમારના પિતાનો ભાઈ છે. (૫) સિંહરથે અતિશય ઘણા સ્નેહવાળા તે રાજાનો આશ્રય લીધો. રાજાએ પણ અતિશય સંભ્રમથી સિંહરથને પોતાની પાસે રાખ્યો. ઘણા વિલાસોથી દુષ્ટ આદતવાળો તે તેના ઘરમાં રહે છે. એકવાર ઝરૂખામાં બેઠેલો તે શ્રેષ્ઠ અશ્વોની શાળાને કોઈપણ રીતે જુએ છે. તે અશ્વશાળામાં બધા અશ્વોની મધ્યમાં બંધાયેલા એક અશ્વને જુએ છે. અશ્વશાળામાં જે શ્રેષ્ઠભૂમિના પ્રદેશમાં અશ્વ બંધાયેલો છે તે પ્રદેશમાં પૃથ્વી સુવર્ણશિલાઓથી બનાવેલી છે. એનું
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy