SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮-વિનયથી થતાં લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સિંહરથનું દૃષ્ટાંત તેટલામાં રાજા અશ્વશાળામાં જઇને ઉત્તમ અશ્વને સજાવીને તેના ઉપર આરૂઢ થાય છે. રાજાના બેઠા પછી વિનયને પામેલો તે અશ્વ ક્યાંક મંદ મંદ પગો મૂકે છે, ક્યાંક જાણે આકાશમાં ઊડતો હોય તેમ ઝંપ મારે છે. ક્યાંક પાણીમાં રોમાંચિત થતો તે વેગથી જાય છે. ક્યાંક પવનના વેગને પણ ટપી જતો તે દોડે છે. વધારે શું કહેવું? જતો તે લગામના ચલાવવા માત્રથી ભાવાર્થને જાણીને જેવું જેવું રાજાનું ચિત્ત હોય તેમ તેમ ચાલે છે. આ પ્રમાણે તે વિનયથી જેમ જેમ સારી રીતે પગોને મૂકે છે તેમ તેમ પગલે પગલે જ તુષ્ટ થયેલો બંદિજન તેની પ્રશંસા કરે છે. કોઇ કહે છે કે, તું અશ્વોનો દેવ છે, અથવા અશ્વરાજ છે. આ રાજા ધન્ય છે કે જેનો તું વાહન થયો. (૫૦) અથવા તું જ પૂર્વે કરેલા ધર્મના ફળને કહે છે. કારણ કે પુણ્યરહિત જીવો તારી પીઠ ઉપર બેસવાનું પામી શકતા નથી. આ પ્રમાણે બંદિજનથી અને અન્યલોકથી જેના ગુણોની પ્રશંસા કરાઇ રહી છે એવો તે અશ્વ રાજાથી સહિત નગરના સિંદ્ધારથી નીકળ્યો. આ પ્રમાણે વિસ્મય પામેલો કુમાર જેટલામાં જોઇ રહ્યો છે તેટલામાં કોઇક બીજા ઘોડાને લેવા માટે આવ્યો. આ ઘોડો અવિનયના કારણે આગળ રહેલાને દાંતોથી કરડે છે. કૂદતો તે પાછળ રહેલાને લાતોથી મારે છે. પિટાતો હોવા છતાં કોઇપણ રીતે લગામને સ્વીકારતો નથી. લગામને સ્વીકારીને ચઢવા દેતો નથી. તથા ચડેલાને પણ પાડે છે. સોટી આદિના મારથી મરાતો તે ઊંચે કૂદે છે, ભમે છે, દોડે છે, આળોટે છે, ભય પામે છે, દમન કરનારાઓને ચારે દિશામાં ચલાવે છે. પછી ઘણી રીતે પીટીને ઘોડેસવાર કોઇપણ રીતે તેના ઉપર આરૂઢ થાય ત્યારે મરાતો હોવા છતાં એક પગલું પણ ચાલતો નથી. પછી સ્વેચ્છાથી એક દિશા તરફ દોડે છે. જરાપણ નહિ ગણકારતો તે ઊંચે કૂદીને સવારને પણ વારંવાર પાડે છે. તેથી કૂટાતા તેના લોહીનો પ્રવાહ ઝરે છે. તો પણ તે અવિનયથી થયેલી કટ્ટરતાને છોડતો નથી. તેથી કંટાળેલા અને ગુસ્સે થયેલા તે રાજપુરુષે તેને મારઝૂડ કરીને ત્યાં જ ખીલામાં બાંધ્યો. આગળ સઘળા ઘાસને દૂર કરીને કોરું કર્યું. પાણી પણ પીવડાવ્યું નહિ. દીન અને દુઃખી થયેલા તેને ત્યાં મૂકી દીધો. રાજા પાછો ફર્યો ત્યારે શ્રેષ્ઠઅશ્વને ત્યાં રાખ્યો અને શીતલપાણીથી નવડાવીને પુષ્પોથી અંગરાગ કર્યો. પાણી પણ ગાળીને રત્ન-સુવર્ણની કુંડીમાં પીવડાવ્યું. રાજાએ સ્વયં જે ભોજન કર્યું, અશ્વે પણ તે ભોજન કર્યું. ઇત્યાદિ વૃત્તાંત જોઇને વિસ્મય પામેલો કુમાર વિચારે છે કે, હે જીવ! વિનયના અને અવિનયના આ પ્રત્યક્ષફળને તું જો. પુરુષોને પોતાના ગુણોથી અને દોષોથી (અનુક્રમે) સંપત્તિઓ અને વિપત્તિઓ થાય છે. આ હકીકત આ બે અશ્વોમાં પ્રત્યક્ષ જ જોવામાં આવી છે. શ્રેષ્ઠ અર્થે કોઇને ય ૧. અહીં નડાનૂડો એ પદનો અર્થ શબ્દકોષમાં જોવામાં આવ્યો નથી. સંબંધના અનુસારે મારઝૂડ અર્થ કર્યો છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy