SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૮-ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [ગુના ગુણો ૮. અવિકલ્થન, ૯. અમાયી, ૧૦. સ્થિરપરિપાટી, ૧૧. ગૃહીતવાક્ય, ૧૨. જિતપર્ષ, ૧૩. જિતનિદ્ર, ૧૪. મધ્યસ્થ, ૧૫. દેશજ્ઞ, ૧૬. કાલજ્ઞ, ૧૭. ભાવજ્ઞ, ૧૮. આસગ્નલબ્ધપ્રતિભ, ૧૯. નાનાવિધ દેશભાષાજ્ઞ, ૨૦ થી ૨૪. પંચવિધાચારયુક્ત, ૨૫. સૂત્રાર્થતદુભયજ્ઞ, ૨૬. આહરણનિપુણ, ૨૭. હેતુનિપુણ, ૨૮, ઉપનયનિપુણ, ૨૯. નયનિપુણ ૩૦. ગ્રાહણાકુશલ, ૩૧. સ્વસમયવેત્તા, ૩૨. પરસમયવેત્તા, ૩૩. ગંભીર, ૩૪. દીપ્તિમાન, ૩૫. શિવ, ૩૬. સૌમ્ય આ પ્રમાણે પ્રવચનોપદેશક ગુરુ સેંકડો ગુણોથી યુક્ત હોય છે. વિશેષાર્થ૧. દેશ- આર્યદેશમાં ઉત્પન્ન થયેલ. ૨. કુલ– જેનો કુળ=પિતૃપક્ષ શુદ્ધ હોય તે. ૩. જાતિ– જેની જાતિ-માતૃપક્ષ શુદ્ધ હોય તે. ૪. રૂપી- રૂપરહિત ગુરુનું વચન ન સ્વીકારે ઇત્યાદિ અનિષ્ટનો સંભવ હોવાથી ગુરુ રૂપવાન હોવા જોઈએ. ૫. સંતનનયુક્ત- વિશિષ્ટ શરીરસામર્થ્યથી યુક્ત. ૬. ધૃતિયુક્ત- સંયમ આદિનો નિર્વાહ કરવામાં ધૃતિથી= મનોબળથી યુક્ત. ૭. અનાશસી- ધર્મકથાદિ પ્રવૃત્તિમાં વસ્ત્ર-ભોજન આદિની આશંસા આદિથી રહિત. ૮. અવિકલ્થન- કોઇએ અતિશય અલ્પ અપરાધ કર્યો હોય ત્યારે તુચ્છતાથી ફરી ફરી તેના અપરાધને કહેવું તે વિકલ્થન. વિકલ્થનથી રહિત તે અવિકલ્થી. ૯. અમાયી- માયાથી અત્યંત રહિત. ૧૦. સ્થિરપરિપાટી– સૂત્ર-અર્થને ન ભૂલે તે. ૧૧. ગૃહીતવાક્ય- જેનું વચન સ્વીકાર્ય બને છે. ૧૨. જિતપર્ષદુ- મોટી પણ સભામાં ક્ષોભ ન પામે તે. ૧૩. જિતનિદ્ર- (અલ્પ નિદ્રાવાળા). ૧૪. મધ્યસ્થ- રાગ-દ્વેષથી રહિત. ૧૫. દેશા- દેશના ઔચિત્યથી પ્રવૃત્તિ કરે તે. ૧૬. કાલજ્ઞ– કાલના ઔચિત્યથી પ્રવૃત્તિ કરે તે. ૧૭. ભાવજ્ઞ– ભાવ એટલે પરનો અભિપ્રાય. પરાભિપ્રાયના ઔચિત્યથી પ્રવૃત્તિ કરે તે. ૧૮. આસગ્નલબ્ધપ્રતિભ- જેની કર્મક્ષયોપશમથી પરતીર્થિકોને જલદી ઉત્તર આપવાની શક્તિ પ્રગટ થઈ હોય તે. ૧૯. નાનાવિધ દેશભાષાજ્ઞ- વિવિધ પ્રકારના દેશોની ભાષામાં કુશળ. ૨૦થી૨૪ પંચવિધાચારયુક્ત-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ પ્રકારના આચારોથી યુક્ત.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy