SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુના ગુણો-પ૨૭ વિશેષાર્થ- ગીતાર્થ એટલે શાસ્ત્રોના ઉત્સર્ગ-અપવાદ વગેરે રહસ્યોને જાણનાર. વત્સલ એટલે સંઘપ્રત્યે વાત્સલ્યથી યુક્ત. વાત્સલ્યથી (=પ્રેમથી) મુખ્ય ત્રણ લાભ થાય. (૧) પારકા ગણાતાને પણ પોતાના બનાવી શકે. (૨) અન્યના દોષને સહન કરવાની તાકાત આવે. (૩) અન્યની ભૂલ બતાવવાના અવસરે પ્રેમથી ભૂલ બતાવવાની તાકાત આવે. પ્રેમથી ભૂલ બતાવવામાં સામી વ્યક્તિને જેવી સુંદર અસર થાય છે તેવી ક્રોધથી ભૂલ બતાવવામાં થતી નથી. આથી ગુરુમાં આ ગુણ અનિવાર્ય છે. જે ગુરુમાં આ ગુણ હોય તે ગુરુમાં અનુવર્તના ગુણ આવે. અનુવર્તન એટલે શિષ્યના સ્વભાવને અનુકૂળ બનીને શિષ્યના આત્માનું રક્ષણ કરવું. [શિષ્ય વગેરે આશ્રિત વર્ગને અનુકૂળ બનીને સન્માર્ગે વાળવો એ સરળમાર્ગ છે. કારણ કે પ્રતિકૂળતાને સહન કરવાની શક્તિ પ્રાયઃ સામાન્ય જીવોમાં ઓછી હોય છે. માટે તેવા જીવોને યોગ્ય બનાવવા માટે અનુકૂળ બની સદ્ભાવ પ્રગટ કરાવવો આવશ્યક છે, એમ કરવાથી સદ્ભાવના બળે એ દુષ્કર પણ આજ્ઞા પાળવા શક્તિમાન થાય છે. પ્રતિકૂળ બનીને સત્તાના જોરે એકવાર આજ્ઞા પળાવી શકાય છે. પણ પ્રાયઃ તેથી અસદ્ભાવ પ્રગટવાનો સંભવ હોઈ આખરે શિષ્ય આજ્ઞાવિમુખ બને, માટે ગુરુ અનુવર્તક જોઇએ. આની પણ મર્યાદા જોઇએ. અનુકૂળતાનો દુરુપયોગ થવાનો પણ સંભવ છે. માટે તેવા પ્રસંગે લાભ-હાનિને વિચારી લાભ થાય તેમ વર્તવું જોઈએ. હૃદય મીઠું જોઇએ, આંખ અવસરે લાલ પણ કરવી પડે તો તે અયોગ્ય નથી.] [૩૨૪] હવે બીજી રીતે ગુરુના ગુણોને જ કહે છેदेसकुलजाइरूवी, संघयणधिईजुओ अणासंसी । अविकत्थणो अमायी, थिरपरिवाडी गहियवक्को ॥ ३२५॥ जियपरिसो जियनिद्दो, मज्झत्थो देसकालभावण्णू । માનદ્ધપટ્ટમો, નાણાવિલેસમાસ પૂ . રૂ૨દ્દા पंचविहे आयारे, जुत्तो सुत्तत्थतदुभयविहिण्णू । आहरणहेउउवणयनयनिउणो, गाहणाकुसलो ॥ ३२७॥ ससमयपरसमयविऊ, गंभीरो दित्तिमं सिवो सोमो । गुणसयकलिओ एसो, पवयणउवएसओ य गुरू ॥ ३२८॥ ૧. દેશ, ૨. કુલ, ૩. જાતિ, ૪. રૂપી, ૫ સંહનનયુક્ત, ૬, ધૃતિયુક્ત, ૭. અનાશસી, ૧. “શિષ્ય વગેરે ત્યાંથી પ્રારંભી ‘અયોગ્ય નથી ત્યાં સુધીનું લખાણ ધર્મ સં. ભાષામાંથી સાભાર ઉદ્યુત કરવામાં આવ્યું છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy