SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુના ગુણો-૫૨૯ ૨૫. સૂત્રાર્થ તદુભયજ્ઞ-સૂત્રના જ્ઞાતા, અર્થના જ્ઞાતા, અને સૂત્ર અર્થ એ ઉભયના જ્ઞાતા. ૨૬. આહારનિપુણ દૃષ્ટાંતમાં કુશળ. ૨૭. હેતુનિપુણ સાધ્યના અર્થને જણાવે તે હેતુ. જેમકે કૃતકત્વ વગેરે. (કૃતકત્વ એટલે કરાયેલાપણું. અહીં ભાવ એ છે કે જે વસ્તુ કરાયેલી હોય તે તે અનિત્ય જ હોય. જેમ કે ગૃહમનિત્યં તાત્ અહીં કૃતકત્વ હેતુ સાધ્ય અર્થ અનિત્યતાને જણાવે છે. જે જે કરાયેલું હોય તે તે અનિત્ય જ હોય એવો નિયમ છે. ઘર કોઇથી કરાયેલું છે માટે અનિત્ય છે. તેવી રીતે પર્વતો વૃદ્ધિમાન્ ધૂમાત્ પર્વતમાં અગ્નિ છે. કેમ કે ત્યાં ધૂમાડો દેખાય છે. અહીં ધૂમરૂપ હેતુ સાધ્ય અર્થ અગ્નિને જણાવે છે.) આવા પ્રકારના હેતુમાં કુશળ હોય. ૨૮. ઉપનયનિપુણ- દૃષ્ટાંતથી બતાવાયેલા અર્થમાં પ્રસ્તુતની યોજના કરવી તે ઉપનય. ઉપનયમાં કુશળ હોય. ૨૯. નયનિપુણ– નૈગમ વગેરે નયોમાં કુશળ હોય. ૩૦. ગ્રાહણાકુશલ- પ્રતિપાદન કરવાની શક્તિથી યુક્ત. ૩૧. સ્વસમયવેત્તા– સ્વદર્શનના જાણકાર. ૩૨. પરસમયવેત્તા– પરદર્શનના જાણકાર. ૩૩. ગંભીર- જેમના હૃદયને બીજાઓ ન જાણી શકે તે. ૩૪. દીપ્તિમાન– જેમની પ્રતિભાને પરતીર્થિકો સહન ન કરી શકે તેવા. ૩૫. શિવ– વિદ્યા-મંત્ર આદિના સામર્થ્યથી અશિવનું શમન કરનારા હોવાથી શિવનું કારણ છે. શિવનું કારણ હોવાથી (કારણમાં કાર્યના ઉપચારથી) શિવરૂપ છે. ૩૬. સૌમ્ય- પ્રકૃતિ રૌદ્ર-ભયંકર ન હોય. આ પ્રમાણે જે છત્રીસગુણોથી યુક્ત હોય તેને ગુરુ જાણવા. આ ગુણો ઉપલક્ષણ હોવાથી ગુરુ બીજા પણ સેંકડો ગુણોથી યુક્ત હોય. આવા જે પ્રવચનનો ઉપદેશ આપનારા હોય તે ગુરુ છે. [૩૨૫ થી ૩૨૮] હવે બીજા પ્રકારથી પણ ગુરુના છત્રીસ ગુણોને કહે છે– अट्ठविहा गणिसंपय, आयाराई चउव्विहेक्वेक्का । चउहा विणयपवित्ती, छत्तीसगुणा इमे गुरुणो ॥ ३२९ ॥ આચાર વગેરે આઠ પ્રકારની ગણીસંપત્તિ, તે આચાર વગેરે દરેક ગણીસંપત્તિ ચાર ચાર પ્રકારની, ચાર પ્રકારની વિનય પ્રતિપત્તિ, ગુરુના આ (૮×૪=૩૨, ૩૨+૪=૩૬) છત્રીસ ગુણો છે. વિશેષાર્થ– ગણી એટલે આચાર્ય. સંપત્તિ એટલે સમૃદ્ધિ. આચાર્યની આચાર આદિ
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy