SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોભ સર્વકષાયોથી બળવાન-૪૯૯ પ્રિયના વિરહથી અધિક કોઈ દુઃખ નથી. દરિદ્રતાથી અધિક કોઈ દુઃખ નથી. લોભસમાન કોઈ કષાય નથી. મરણ સમાન કોઇ આપત્તિ નથી. [૩૦] શેષકષાયોથી લોભનું બલવાનપણું સકારણ છે. તેથી હવે લોભના બલવાનપણામાં શું કારણ છે તે કહે છે थोवा माणकसाई, कोहकसाई तओ विसेसहिया । मायाएँ विसेसहिया, लोभम्मि तओ विसेसहिया ॥ ३०३॥ इय लोभस्सुवओगो, सुत्तेवि ह दीहकालिओ भणिओ ।। पच्छा एस खविजइ, एसो च्चिय तेण गरुयतरो ॥ ३०४॥ માનકષાયવાળા જીવો થોડા છે. તેનાથી ક્રોધ કષાયવાળા જીવો વિશેષાધિક છે. તેનાથી માયાકષાયવાળા જીવો વિશેષાધિક છે. તેનાથી લોભકષાયવાળા જીવો વિશેષાધિક છે. આ પ્રમાણે સૂત્રમાં પણ લોભનો ઉપયોગ દીર્ઘકાળ સુધીનો કહ્યો છે. તથા લોભનો (પહેલાના ત્રણ કષાયનો ક્ષય થયા) પછી ક્ષય કરાય છે. આથી લોભ જ અધિક બલવાન છે. વિશેષાર્થ કેવલીવડે ચારેય ગતિમાં વિચારાતા જીવોમાં માનકષાયવાળા જીવો થોડા છે. કારણ કે માનકષાયનો ઉપયોગ થોડો કાળ હોય છે, અર્થાત્ માનકષાયના ઉપયોગમાં થોડાક જ જીવો પ્રાપ્ત થાય છે. તેનાથી ક્રોધકષાયના ઉપયોગવાળા જીવો વિશેષાધિક છે. કારણ તે ક્રોધકષાયનો ઉપયોગ માનકષાયના ઉપયોગથી વિશેષાધિક કાળ હોય છે. તેનાથી પણ માયાના ઉપયોગમાં વર્તનારા જીવો વિશેષાધિક છે. કારણ કે માયાકષાયનો ઉપયોગ ક્રોધના ઉપયોગની અપેક્ષાએ પણ વિશેષાધિક કાળ હોય છે. માયાવી જીવોથી લોભકષાયના ઉપયોગથી યુક્ત જીવો વિશેષાધિક છે. કારણ કે માયાના ઉપયોગની અપેક્ષાએ પણ લોભકષાયનો ઉપયોગ વિશેષ કાળ હોય છે. આ જે કહ્યુંતે પ્રમાણે આગમમાં પણ શેષ કષાયોના ઉપયોગને આશ્રયીને લોભના ઉપયોગનો જ અધિક કાળ કહ્યો છે. ક્ષપકશ્રેણિમાં અન્ય સર્વ કષાયોનો અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકે ક્ષય થઈ ગયા પછી ઘણા કષ્ટથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે જ લોભનો ક્ષય કરવામાં આવે છે. આ બે કારણોથી લોભ જ શેષ કષાયોથી અધિક બલવાન છે. [૩૦૩-૩૦૪] ત્રીજા પણ કારણને કહે છેकोहाइणो य सव्वे, लोभाओ च्चिय जओ पयन्ति । एसो च्चिय तो पढमं, निग्गहियव्वो पयत्तेणं ॥ ३०५॥
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy