SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૫00- કષાયનિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોભ સર્વકષાયોથી બળવાન ક્રોધ વગેરે સર્વ કષાયો લોભથી જ લોભના કારણે જ પ્રવર્તે છે. આથી પહેલાં લોભનો જ પ્રયત્નથી નિગ્રહ કરવો જોઇએ. વિશેષાર્થ– ક્રોધ વગેરે સર્વ કષાયો લોભથી જ પ્રવર્તે છે. આ કારણથી પણ લોભ જ અધિક બળવાન છે. જેણે ધન, ધાન્ય અને સુવર્ણ વગેરે પરિગ્રહનો સર્વથા ત્યાગ કર્યો છે, અને સંપૂર્ણ શરીરમાં પણ મમતા મૂકી દીધી છે, તે જીવના આલંબનરહિત બનેલા ક્રોધ વગેરે કષાયો પ્રવર્તતા નથી. ધનાદિની મૂર્છાથી જ ક્રોધાદિ પ્રવર્તે છે. આથી પહેલાં લોભને જ સંતુષ્ટિ (=સંતોષ)રૂપી લાકડીથી મારીને પ્રયત્નથી કાબૂમાં લેવો જોઈએ. લોભ કાબૂમાં લેવાઈ જતાં બીજા કષાયો ઉક્તયુક્તિથી કાબૂમાં લેવાઈ જ ગયા છે. [૩૦૫] લોભનો સંતોષથી નિગ્રહ કેમ કરાય છે? સારી રીતે ઉપેક્ષા કરાયેલો લોભ ધનનું ઉપાર્જન કરવામાં જ પ્રવર્તે છે, બીજા કાર્યમાં પ્રવર્તતો નથી. તેથી અમે ધનના ઉપાર્જનથી લોભનું શમન કરીશું, અર્થાત્ ધનનું ઉપાર્જન થઈ જશે એટલે લોભ આપ મેળે શમી જશે. આવા પૂર્વપક્ષનો ઉત્તરપક્ષ કહે છે न य विहवेणुवसमिओ, लोभो सुरमणुयचक्कवट्टीहिं । संतोसो च्चिय तम्हा, लोभविसुच्छायणे मंतो ॥ ३०६॥ દેવો, મનુષ્યો અને ચક્રવર્તીઓએ વૈભવથી લોભને ઉપશાંત કર્યો નથી. તેથી સંતોષ જ લોભરૂપ વિષનો નાશ કરવામાં મંત્ર સમાન છે. [૩૦૬] વૈભવથી લોભ શાંત થતો નથી એટલું જ નથી, બલકે વૈભવની વૃદ્ધિમાં લોભ વધે જ છે, એમ ગ્રંથકાર કહે છે जह जह वड्डइ विभवो, तह तह लोभोऽवि वड्डए अहियं । देवा एत्थाहरणं, कविलो वा खुड्डुओ वावि ॥ ३०७॥ જેમ જેમ વૈભવ વધે છે તેમ તેમ લોભ પણ અધિક વધે છે. આ વિષે દેવો, કપિલ અને ક્ષુલ્લક (આષાઢાભૂતિ) મુનિનું દૃષ્ટાંત છે. વિશેષાર્થવૈભવની વૃદ્ધિ થતાં લોભ પણ વધે જ છે. આ વિષે દેવો દૃષ્ટાંતરૂપ છે. તેમને વૈભવ ઘણો હોય છે એ પ્રસિદ્ધ જ છે. શેષજીવોની અપેક્ષાએ દેવોને જ લોભ પણ અધિક હોય છે એમ આગમમાં જણાવવામાં આવે છે. મનુષ્યલોકમાં પણ પ્રાયઃ વૈભવવાળાઓને મૂછ અધિક હોય છે. અહીં કપિલ અને ક્ષુલ્લકનું દૃષ્ટાંત છે. તેમાં કપિલ કોણ છે તે કહેવાય છે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy