SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮-કષાય નિગ્રહદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [લોભ સર્વકષાયોથી બળવાન થઈ રહ્યો છે. સમય જતાં માતા-પિતાનું મૃત્યુ થયું. વસુદત્ત ઘરનો સ્વામી થયો. કમલિની પોતાના કર્મના પરિણામને જ વિચારી રહી છે. આ દરમિયાન વિશુદ્ધ અવધિજ્ઞાનથી યુક્ત કમલવદન નામના આચાર્ય ત્યાં પધાર્યા. તેમને વંદન કરવા માટે લોક આવ્યો. પ્રિયાની સાથે ગયેલો વસુદત્ત પણ વંદન કરીને ધર્મ સાંભળે છે. અવસર પામીને કમલિનીએ પૂછ્યું: હે ભગવન્! મેં સંસારમાં કયું કર્મ કર્યું કે જેથી પતિથી તે રીતે ત્યાગ કરાઇ. જ્ઞાનીએ કહ્યું. તે પૂર્વે વસુમતીના ભવમાં બહુલી સખીના દોષથી કમલાને બાર પ્રહર સુધી અતિશય તીવ્ર દુ:ખમાં પાડી હતી. તે કર્મના વિપાકથી બારવર્ષ સુધી તું આ પ્રમાણે દુઃખ પમાડાઈ. કમલિનીએ પૂછ્યું: હે ભગવન્! મેં બહુલી સખીના કારણે કમલાને કેવી રીતે દુઃખમાં મૂકી? તેથી સૂરિએ વસુમતિના જન્મથી આરંભીને વિસ્તારથી તે પ્રમાણે કહ્યું કે જેથી તે બે મહાન સંવેગવાળા બન્યા. પછી ધનનો ધર્મમાં વ્યય કરીને અને પુત્રને ઘરમાં સ્થાપીને બંનેએ દીક્ષા લીધી. કષાયરૂપ શત્રુઓથી ભય પામેલા તે બે ચતુરંગ ધર્મધ્યાનરૂપ મહાનબલ ધારણ કરીને કષાયરૂપ શત્રુઓનો નિગ્રહ કરીને દશમાં દેવલોકમાં મહર્થિક દેવપણાને પામ્યા. [૩૦૦] આ પ્રમાણે માયાના વિપાકમાં વણિકપુત્રી વસુમતીનું કથાનક પૂર્ણ થયું. હવે સર્વકષાયોથી લોભના બલવાનપણાને અને અતિવિસ્તારને બતાવતા ગ્રંથકાર કહે છે को लोभेण न निहओ?, कस्स न रमणीहिं लोलियं हिययं? । को मच्चुणा न गसिओ?, को गिद्धो नेय विसएसु? ॥ ३०१॥ લોભથી કોણ નથી હણાયો? સ્ત્રીઓથી કોનું હૃદય આસક્ત નથી કરાયું? મૃત્યુથી કોણ ગ્રસિત નથી કરાયો? વિષયોમાં કયો જીવ આસક્ત નથી બન્યો? વિશેષાર્થ- જેવી રીતે સ્ત્રી, મૃત્યુ અને વિષયો વગેરે પદાર્થો ભ્રાન્તિ ઉત્પન્ન કરવા વગેરેમાં તીવ્ર સામર્થ્યવાળા અને સર્વસ્થળે સ્મલનારહિત ગતિ કરનાર છે તેવી રીતે લોભ પણ ભ્રાન્તિ ઉત્પન્ન કરવા વગેરેમાં તીવ્રસામર્થ્યવાળો અને સર્વસ્થળે ગતિ કરનારો છે. [૩૦૧] હવે પ્રકારમંતરથી લોભના તે જ બલવાનપણાનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છેपियविरहाओ न दुहं, दारिदाओ परं दुहं नत्थि । लोहसमो न कसाओ, मरणसमा आवई नत्थि ॥३०२॥
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy