SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણશુદ્ધિ દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [વરદત્તમુનિની કથા-૩૮૩ આ વરદત્ત મુનિ કોણ છે? કહેવાય છે વરદત્તમુનિની કથા અહીં પણ મહાન ગચ્છરૂપ સમુદ્રમાં થયેલા, મોક્ષમાં આસક્ત, કૌસ્તુભરત્નની જેમ દેવોથી પૂજાયેલા વરદત્ત નામના મુનિ હતા. પોતાના પણ શરીરમાં મમતાથી રહિત, કેવળ પ્રશમથી ભાવિત મનવાળા, કેવળ પરભવના જ કાર્યમાં રસવાળા તે મુનિ ઉગ્રતપ કરે છે. બીજાં પણ અનુષ્ઠાનો એક-બીજા અનુષ્ઠાનને વિરોધ ન આવે તે રીતે સદા કરે છે. વિશેષથી પ્રાણ જાય તો પણ ઈર્યાસમિતિમાં ઉપયોગને છોડતા નથી. હવે એકવાર દેવસભામાં બેસીને વિશાળ અવધિજ્ઞાનથી જંબૂદ્વીપને જોતો દેવેન્દ્ર તે સાધુને જુએ છે. તેના ગુણોમાં અનુરાગયુક્ત મનવાળા તેણે કહ્યું: હે દેવી! સાંભળો. અહીં રહેલો પણ હું વરદત્ત સાધુના ચરણોમાં નમસ્કાર કરું છું. જીવનમાં પણ નિરપેક્ષ તે મુનિને ઇંદ્રસહિત પણ દેવો ઈર્યાસમિતિના ઉપયોગથી ચલિત કરવા માટે ક્યાંય સમર્થ નથી. તેથી એક મિથ્યાદષ્ટિ દેવ આની શ્રદ્ધા કરતો નથી. તે વિચારે છે કે મનુષ્યો પણ દેવોથી કેવી રીતે ક્ષોભ ન પમાડાય? મરણથી ભય પામેલા લોકમાં પોતાનું જીવન કોને પ્રિય ન હોય? પણ ભક્તિવચનોમાં કુશળ પણ પુરુષોનો વિચાર યોગ્ય હોતો નથી. ઇત્યાદિ વિચારીને તે દેવ સ્થડિલભૂમિ તરફ ચાલી રહેલા તે મુનિના માર્ગમાં નિરંતર રહેલી માખીના શરીર પ્રમાણ દેડકીઓ વિફર્વે છે. પાછળ જેના ગંડસ્થળમાંથી મદનલ કરી રહ્યું છે એવા હાથીને વિકુર્વે છે. હે હે ભટ્ટારક! (=પૂજ્ય!) તમે શ્રેષ્ઠ હાથથી જલદી દૂર ભાગો એવો અતિશય ઘણો જનકોલાહલ તે દેવે વિદુર્થો. તો પણ મુનિ સિંહાવલોકનથી પણ પાછું વળીને જોતા નથી. જવાના માર્ગને બદલતા નથી. ઉપયોગ રાખીને ઈર્યાને શોધે છે. વિચારે છે કે- અતિશય ગુસ્સે થયેલો પણ હાથી મને એકલાને જ મારશે. પણ દોડતો હું સેંકડો જીવોને મારું. તેથી એક પોતાની રક્ષા કરીને આટલા જીવોનો વિનાશ જે કરાય એ જિનમતમાં અનુરાગવાળાઓની શી વિચક્ષણતા? તેથી ઇર્યાને શોધતા મારું જે થવાનું હોય તે થાઓ. બીજી રીતે પણ મરવાનું છે. આજ્ઞામાં રહેલાઓને બીજાનું રક્ષણ કરતાં મૃત્યુ થાય તે યોગ્ય છે. આ પ્રમાણે વિચારતા અને પગલે પગલે ઉપયોગવાળા જેટલામાં જઇ રહ્યા છે તેટલામાં હાથીએ દોડીને તેમને ગ્રહણ કર્યા, અને ઉપાડીને આકાશમાં ફેંક્યા. પોતાના શરીરમાં નિરપેક્ષ અને આકાશમાંથી પડતા તે મુનિ ફરી ફરી આ પ્રમાણે બોલે છે–હા! મારું પડેલું દુષ્ટ શરીર દેડકીઓને ચૂરી નાખશે. તેથી મારું દુષ્કૃત મિથ્યા થાઓએમ બોલતા પડે છે. ઉપયોગપૂર્વક અવધિજ્ઞાનથી જોતા દેવે જેણે મરણભય વિચાર્યો નથી ૧. અહીં પણ એટલે “આ ભરતક્ષેત્રમાં પણ” એવો અર્થ સંભવે છે. અથવા “આ જ ભરતક્ષેત્રમાં” એવો અર્થ પણ હોઈ શકે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy