SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) યતનાના દ્રવ્યાદિ ચાર પ્રકારોને કહે છે— ૩૮૨-ચરણશુદ્ધિ દ્વાર] जुगमित्तनिसियट्ठिी, खित्ते दव्वम्मि चक्खुणा हे । कालम्मि जाव हिंडइ, भावे तिविहेण उवउत्तो ॥ १७३ ॥ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારની યતના છે. જીવ વગેરે દ્રવ્યને ચક્ષુથી જોઇને ચાલે તે દ્રવ્યથી યતના છે. યુગપ્રમાણ ક્ષેત્રમાં દૃષ્ટિ રાખીને ચાલે તે ક્ષેત્રથી યતના છે. જેટલો કાળ ચાલે તેટલો કાળ સઘળીય દ્રવ્યાદિ યતના કરે તે કાળથી યતના છે. મન-વચન-કાયાથી ઉપયોગ રાખીને ચાલે તે ભાવથી યતના છે. [ઇર્યાસમિતિ વિશેષાર્થ- ક્ષેત્રથી યતના− યુગ પ્રમાણ (=સાડા ત્રણ હાથ પ્રમાણ) ક્ષેત્રમાં દૃષ્ટિ રાખીને ચાલે. એનાથી અધિક નજીકમાં દૃષ્ટિ રાખવાથી જોવા છતાં કોઇક જીવાદિનું રક્ષણ ન થઇ શકે. તેનાથી અધિક દૂર દૃષ્ટિ રાખવાથી સૂક્ષ્મ જીવ વગેરે ન જોઇ શકાય. આથી યુગપ્રમાણ ગ્રહણ કર્યું છે. [૧૭૩] ઉપયોગને જ સ્પષ્ટ કરતા સૂત્રકાર કહે છે— उड्ढमुहो कहरत्तो, हसिरो सद्दाइएस रज्जंतो । सज्झायं चिंतंतो, रीएज्ज न चक्कवालेणं ॥ १७४॥ ઊંચું મોઢું રાખીને, કથાઓમાં અનુરાગવાળો થઇને, હસતો હસતો, શબ્દાદિમાં રાગ કરતો, સ્વાધ્યાયને ચિંતવતો, અને ચક્રવાલથી ન ચાલે. વિશેષાર્થ- ચક્રવાલ– વાર્તા કથન આદિ માટે કુંડાળું કરવું તે ચક્રવાલ. સાધુ ચક્રવાલથી ન ચાલે, કિંતુ આગળ મોટા સાધુ ચાલે, બાકીના સાધુઓ પોતપોતાનાથી મોટાની પાછળ ક્રમશઃ ઉપયોગપૂર્વક ચાલે. ઊંચું મોઢું રાખીને, હસતો હસતો અને ચક્રવાલથી ન ચાલે એમ કહીને કાયાથી ઉપયોગાભાવનો નિષેધ કર્યો. કથાઓમાં અનુરાગવાળો થઇને ન ચાલે એમ કહીને વચનથી ઉપયોગાભાવનો નિષેધ કર્યો. શબ્દાદિમાં રાગ કરતો અને સ્વાધ્યાયને ચિંતવતો ન ચાલે એમ કહીને મનના ઉપયોગાભાવનો નિષેધ કર્યો. શબ્દાદિમાં રાગ એ ઉપલક્ષણ હોવાથી શબ્દાદિમાં દ્વેષ વગેરેનો પણ અહીં નિષેધ કરવો. [૧૭૪] હવે દૃષ્ટાંત દ્વારા ઇર્યાસમિતિના પાલનમાં અતિશય તત્પર બનવું જોઇએ એમ ઉપદેશ આપતા સૂત્રકાર કહે છે– तह हुज्जिरियासमिओ, देहेऽवि अमुच्छिओ दयापरमो । जह संधुओ सुरेहिवि, वरदत्तमुणी महाभागो ॥ १७५ ॥ શરીરમાં પણ મૂર્છાથી રહિત, દયામાં પ્રધાન અને મહાનુભાવ એવા વરદત્તની દેવોએ પણ જે રીતે પ્રશંસા કરી તે રીતે મુનિ ઇર્યાસમિત થાય.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy