SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪- ભાષાસમિતિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વરદત્તમુનિની કથા અને જેનો ઉત્તમ પરિણામ વૃદ્ધિ પામ્યો છે એવા તે મુનિને ચિત્તમાં ફરી ફરી છ જીવનકાયને ખમાવતા જોયા. મુનિના નિર્મલગુણોથી આકર્ષાયેલા દેવે હવે વિકારને (=દૈવીમાયાને) સંહરી લીધો. જેના મણિકુંડલરૂપ આભૂષણો ડોલી રહ્યા છે એવા તે દેવ મુનિના ચરણોમાં મસ્તક મૂકીને નમીને તે જ મુનીશ્વરની કોમલવાણીથી સ્તુતિ કરે છે. હે મુનીશ્વર! જેની મતિ આ પ્રમાણે ધર્મમાં સ્થિર છે તેવા આપ ધન્ય છો, આપનું જ નામ, ગોત્ર, કુલ, પિતા અને માતા ધન્ય છે. જેના ગુણલેશના ગ્રહણથી પણ ઇંદ્ર પણ પોતાને કૃતાર્થ માને છે તેની અમે અહીં આનાથી પણ અધિક કંઇક પ્રશંસા કરીએ. ઇત્યાદિ સ્તુતિ કરીને મુનિને કહે છે કે હમણાં કંઇપણ વરદાન માગો. મુનિ કહે છે કે– હે ઉત્તમદેવ! સંગના ત્યાગીઓને વરદાનની માગણીથી શું? તેથી પૂર્વથી અધિક તુષ્ટ થયેલો તે દેવ શક્રે કરેલી પ્રશંસા વગેરે વૃત્તાંત કહે છે. પછી હર્ષ પામેલો તે દેવ ફરી સાધુને નમીને સ્વર્ગમાં ગયો. (૨૫) આ પ્રમાણે દેવોથી પ્રશંસા કરાયેલા પણ તે મુનિએ ગર્વ ન કર્યો. જેના યશનો ફેલાવો ભુવનમાં ભમી રહ્યો છે એવા તે મુનિ સમચિત્તવાળા જ થઇને વિચરે છે. [૧૯૫] આ પ્રમાણે વરદત્તમુનિનું કથાનક પૂર્ણ થયું. હવે ભાષાસંબંધી સમિતિને કહે છે– कोहाईहिं भएण व, हासेण व जो न भासए भासं । मोहरिविगहाहिं तहा, भासासमिओ स विण्णेओ ॥ १७६॥ જે ક્રોધાદિથી, ભયથી, હાસ્યથી અને મૌખર્યથી અને વિકથાઓથી ભાષા ન બોલે તેને ભાષાસમિત જાણવો. વિશેષાર્થ ‘ક્રોધાદિથી’ એ સ્થળે આદિ શબ્દથી માયા-માન-લોભનું ગ્રહણ કરવું. ક્રોધાદિ ચારથી અને ભય-હાસ્ય-મૌખર્ય-વિકથા રૂપ ચાર સ્થાનોથી દૂષિત ન થયેલી તથા હિત-મિત-નિરવઘતા વગેરે ગુણોથી યુક્ત જ ભાષાને બોલતો સાધુ ભાષામિત થાય છે. આ આઠ સ્થાનોથી ઘેરાયેલ (=વ્યાપ્ત) સત્ય પણ બોલતો હોય તો પણ નિશ્ચયથી મૃષાવાદી જ જાણવો. [૧૭૬] ભાષાસમિતિમાં જ કંઇક વિશેષ ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે– बहुयं लाघवजणयं, सावज्जं निठुरं असंबद्धं । गारत्थियजणउचियं, भासासमिओ न भासिज़ा ॥ १७७॥ ભાષાસમિત સાધુ બહુ, લઘુતાજનક, સાવદ્ય, નિષ્ઠુર, અસંબદ્ધ, ગૃહસ્થજનઉચિત ન બોલે.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy