SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પુરંદરચરિત્ર કોઇક પુરુષને આવતો જુએ છે. તેને જોઇને સ્વચિત્તમાં અતિવિસ્મય પામેલા કુમારે વિચાર્યું– આવા પુરુષો વિનયને યોગ્ય છે. તેથી દૂરથી ઊભો થઇને અંજિલ જોડીને ‘પધારો' એમ કહ્યું:. પછી પોતાના સ્થાનમાં તેને બેસાડ્યો. તેની સામે બેસીને અંજિલ જોડીને કુમારે કહ્યું: આપના દર્શનથી મારું અહીં આગમન સફલ થયું. વળી બીજું, જો અત્યંત ખાનગી ન હોય તો, આપના ચરિત્રના શ્રવણથી હું પોતાના કર્ણયુગલને પવિત્ર કરવાને ઇચ્છું છું. કુમારના વિનયથી આકર્ષાયેલા હૃદયવાળા તેણે કહ્યુંઃ (તારા જેવાને) અતિશય ખાનગી વાત પણ કહેવી જોઇએ તો પછી મારું ચરિત્ર કહેવામાં શો વાંધો હોય? હે કુમાર! અહીંથી થોડી દૂર અટવીમાં મનોહરતાનો નિવાસ, સુરોએ અને સિદ્ધોએ જેમાં ગુફાઓ બનાવી છે તેવો સિદ્ધફૂટ નામનો પર્વત છે. જેને અનેક પ્રકારની વિદ્યાઓ સિદ્ધ થઇ છે અને જે સ્વચ્છંદપણે આખી પૃથ્વીમાં ભમે છે, તે હું ભૂતાનંદ નામનો વિદ્યાધર ત્યાં રહું છું. (૭૫) વિદ્યાઓમાં સારભૂત એક શ્રેષ્ઠ વિદ્યા મારી પાસે છે. મારું આયુષ્ય હવે થોડું હોવાથી સતત વિચારું છું કે જો આ વિદ્યા કોઇ વિશિષ્ટ પાત્રમાં આપી દઉં તો મને સંતોષ થાય. આ પ્રમાણે ઘણું વિચારતાં ઘણા દિવસો પછી તે વિદ્યાએ જ શોધીને મને કહ્યું કે– સર્વગુણાધાર! તું જ યોગ્ય છે. તેથી તે વિદ્યાને આપવા માટે હું અહીં તારી પાસે આવ્યો છું. તેથી હે મહાયશ! તું આ વિદ્યાનો સ્વીકાર કર, કે જેથી હું નિશ્ચિંત બનું. હે રાજપુત્ર! વિધિપૂર્વક સાધેલી આ મહાવિદ્યા દરરોજ ઓશિકાની નીચે ૧૦૦૦ સોનામહોર મૂકે છે. યાદ કરેલી આ વિદ્યા ઇંદ્રિયોના વિષયો વગેરે વસ્તુને પ્રગટ કરે છે. તેનું સાંનિધ્ય હોય તો યુદ્ધમાં પ્રાયઃ હાર થતી નથી. રાજપુત્રે કહ્યુંઃ જગતમાં આવા મહારહસ્યોનું તમારા જેવા જ સ્થાન છે (યોગ્ય છે), મારી શું યોગ્યતા છે? પણ મોટાઓથી આગળ કરાયેલા બીજાઓ પણ યોગ્યતાને પામે છે. સૂર્ય વડે આગળ કરાયેલો અરુણ (=સૂર્યનો સારથિ) પાંગળો હોવા છતાં વિશ્વમાં ભમે છે. આ પ્રમાણે રાજપુત્રે કહેલી ગંભીર વાણીથી વિદ્યાસિદ્ધ અધિક પ્રસન્ન થયો. પછી તેણે શુભ મુહૂર્તમાં તેને વિદ્યા આપી. તેને સાધવાનો વિધિ આ પ્રમાણે– (૧) પહેલાં એક માસ સુધી બ્રહ્મચર્યના પાલનપૂર્વક જંગલમાં રહેવું. (૨) માસના અંતે આઠ ઉપવાસ કરવા. (૩) કૃષ્ણ ચતુદર્શીની રાતે આને વિધિપૂર્વક સાધવી. આમાં ઘણા ઉપસર્ગો થશે. પણ ઉપસર્ગોથી ક્ષોભ ન પામવો. (૪) પછી પણ એક મહિના સુધી બ્રહ્મચર્યના પાલનપૂર્વક જંગલમાં રહેવું. (૫) બંને માસમાં દૃષ્ટિથી પણ સ્ત્રીને ન જોવી. ઇત્યાદિ વિધિ કહીને વિદ્યાસિદ્ધ જવાની ઇચ્છા કરે છે ત્યારે કુમારે અંજિલ જોડીને બહુ આદરથી આ પ્રમાણે કહ્યું: હે મહાયશ! આ બ્રાહ્મણ પણ ઘણા કાળથી મારી નિશ્રામાં રહેલો છે. તેથી મહેરબાની કરીને આને પણ આ વિદ્યા આપો. વિદ્યાસિદ્ધે વિચાર્યુંઃ મોટાઇનું માહાત્મ્ય જો. જેથી આ તુચ્છ બ્રાહ્મણ પણ સ્વસમાન ગણવામાં આવે છે. અથવા—મહાદેવ વડે મસ્તકમાં ધારણ કરાયેલી ચંદ્રકલા પણ જેવી રીતે મોટાઇને પામી, તે રીતે મોટાઓ મોટાઇના કારણે તુચ્છને પણ
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy